Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 99
________________ 7 પાહુડ-૨૦ પ્રમાણે બે રાહુ પ્રજ્ઞપ્ત કરેલા છે. તેમાં જે ધ્રુવરાહુ છે, તે કણપક્ષની પ્રતિપદાથી આરંભ કરીને પોતાના પંદરમા ભાગથી ચંદ્રની પંદરમા ભાગની વેશ્યાને આચઅછાદિત કરીને રહે છે. અને પૂર્ણિમાં અને અમાવાસ્યાના પર્વકાળમાં ક્રમાનુસાર ચંદ્રનો કે સૂર્યનો ગ્રાસ કરે છે, તે પર્વરાહુ છે. તેમાં જે ધૃવરાહૂ છે, તે કૃષ્ણપક્ષની પ્રતિપદાથી આરંભ કરીને દરેક તિથિમાં પોતાના પંદરમા ભાગની ચંદ્ર વેશ્યાને આચ્છાદિત કરીને રહે છે. અંતની અમાવાસ્યા તિથિમાં ચંદ્ર રાહૂ વિમાનથી સર્વ પ્રકારે આચ્છાદિત થાય છે. બાકિની પ્રતિપદા, દ્વિતીય, તૃતીયાદિકાળમાં ચંદ્ર કંઈક અશંથી રાહૂ વિમાનથી આચ્છાદિત ન થવાથી પ્રકાશિત રહે છે. શુકલ પક્ષમાં ચંદ્ર ઉપદ્રશ્યમાન રહે છે જેમકે-શુકલ પક્ષની પ્રતિપદાથી આરંભ કરીને એક પંદરમા ભાગને એટલેકે દરેક તિથિમાં પંદરમાં પંદરમાં ભાગને પ્રકાશિત કરે છે. યાવતુ પૂર્ણિમામાં પંદરમાં પંદરભાગને અથવા સંપૂર્ણ ચંદ્રમંડળને પ્રગટ કરે છે. પર્વરાહુની વિચારણામાં જે આ પર્વરાહુ કહ્યો છે, તે જઘન્યથી છ ચાંદ્રમા સની પછી ચંદ્રને ગ્રહણ કરે છે, એ જ પ્રમાણે કોઈ સમયે સૂર્યનું પણ ગ્રહણ થાય છે. તે પછી છ માસની અંદરજ ફરી સૂર્ય ગ્રહણ માટે પ્રવૃત્ત થાય છે. છ માસની અંદર કોઈ પણ સમયે ચંદ્રનું કે સૂર્યનું ગ્રહણ થઈ જાય છે. હે ભગવનુ શા કારણથી ચંદ્ર શશિ આ પ્રમાણે લોકમાં પ્રતિપાદિત કરેલ છે ? જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રના મૃગના ચિન્હવાળા વિમાનના ભ્રમણ માર્ગમાં કમનીય સ્વરૂપવાળા દેવ સ્થિત રહે છે. અને મનોજ્ઞ સ્વરૂપવાળી દેવાયો હોય છે. અને મનોજ્ઞ, મનને અનુકૂળ દર્શનીય એવા આસન શયન, સ્તભ ભાંડામાત્ર ઉપકરણ અર્થાત્ સર્વ પ્રકારના ભોગપભોગ્ય એવા ઉપકરણ સાધન સામગ્રી ત્યાં પ્રાપ્ત થાય છે. તથા શ્રી જ્યોતિષ, જ્યોતિષરાજ ચંદ્રદેવ સ્વતઃ સુરૂપ આકૃતિવાળો હોય છે. કાંતિવાળો હોય છે. લાવણ્યથી યુક્ત હોય છે. સૌભાગ્ય પૂર્ણ હોય છે. સામુદ્રિક શાસ્ત્રોક્ત લક્ષણોવાળો હોય છે. સર્વાવયવ સંપૂર્ણવાળી હોય છે. સૌજનને પ્રિયદર્શનવાળો હોય છે સુદંર આકૃતિવાળો હોય છે, સુરૂપ હોય છે. આ રીતે પૂર્વકથિત સર્વગુણોથી યુક્ત ચંદ્ર વિકાસ પ્રકાશથી પોતાના વિમાનમાં નિયત રૂપથી ભ્રમણ કરતો વિચરે છે. આ પહેલાં કહેલ કારણોથી ચંદ્ર શશિ છે, ચંદ્ર શશિ છે. આ પ્રમાણે લોકમાં કહેવાય છે. હે ભગવનું આપે સૂર્યને આદિત્યના નામથી વ્યવહાર કર્યો છે, અને આદિત્ય પણ સૂર્યનામથી કહેવાય છે. તેમાં શું કારણ છે? સૂર જેમાં આદિ હોય તે સૂરાદિ કહેવાય છે. અહોરાત્રાદિ કાળનો જે નિર્વિભાગ ભાગ હોય છે, તે સૂરાદિક કહેવાય છે. સર્વ વ્યાપક હોવાથી સૂર્ય એ પ્રમાણે નામ કહ્યું છે. તેથીજ કહે છે કે- આ પૂર્વકથિત પ્રકારથી સર્વવ્યાપકાદિ દર્શન કારણથી સૂર્ય આદિત્ય છે અને આદિત્ય જ સૂર્ય છે. તેમ કહ્યું છે. આ પ્રમાણે શિષ્યોને કહેવું સર્વત્ર ગમન કરે તે સૂર્ય, જે પ્રમાણે સૂર્યની સર્વવ્યાપકતા સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે આદિત્યની પણ સર્વવ્યાપકતા સિદ્ધ થાય છે. જેમકે-આદિમાં જે હોય તે આદિત્ય એ જ કારણથી સૂર્ય અને આદિત્યનો અભેદભાવ છે. જ્યોતિષ્કન્દ્ર જ્યોતિષ્કરાજ દેવરૂપ ચંદ્રની અગ્રમહિષી અર્થાતુ પટ્ટરાણીયો કેટલી કહેલ છે ? જ્યોતિન્દ્ર જ્યોતિષ્કરાજ ચંદ્રની ચાર અગ્ર મહિપિયો કહેવામાં આવેલ છે. આદિ પૂર્વ વતુ જે પ્રમાણે આ મનુષ્ય લોકમાં હોય છે એજ પ્રમાણે યાવતુ કેવળ ભોગવૃષ્ટિથી ભોગોપભોગ થાય છે. ચંદ્ર પ્રકારની જેમ સૂર્યના સંબંધમાં પણ [7] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102