Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 100
________________ 98 સૂરપનત્તિ-૨-૧૯૨૦૭ સમજી લેવું. ચંદ્ર સૂર્ય જ્યોતિષ્કરાજ કેવા પ્રકારના કામભોગોનો અનુભવ કરીને વિમાનમાં વિચરે છે ? કોઈ અનિર્દિષ્ટ અજાણ્યા નામવાળો પુરૂષ યોવનના આરંભ કાળના બળથી યુક્ત હોય, તે યુવાવસ્થાના આરંભકાળની બલવતી પોતાની પત્નિની સાથે કે જેનો વિવાહ થોડા સમય પહેલાંજ થયેલ હોય તથા તેનો પતિ ધનાર્થી હોવાથી ધન પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈને પોતાના ઘરમાં આવીને સ્નાન અને બલિકર્મ કરીને કૌતુકશાંતી માટે પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થઈને વેષને યોગ્ય મુલ્યવાનું વસ્ત્રો ધારણ કરીને તથા અલ્પ અને બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કરીને તથા મનોજ્ઞ આહારને કરે છે ભોજન કર્યા પછી અંદરના ભાગમાં ચિત્ર કર્મ કરવાથી ચિત્ર વિચિત્ર તથા બહારમાં ધૂપિત એટલેકે ચુનાથી ધોળેલ અને ધૃષ્ટ એટલે પત્થરથી ઘસીને એકદમ લીસુ કરેલ અનેક પ્રકારના ચિત્રવાળા-ચંદરવાથી ચિન્નેલ હોવાથી દેદીપ્યમાન તથા ઘરની મધ્યભાગમાં બહુસમ અત્યંત સરખા અને સુવિભક્ત સમ્યક વિભાગ કરેલ ભૂમિભાગ જેનો હોય એવા તથા મણિરત્નાદિના પ્રકાશથી નાશ પામેલ છે અંધકાર જેનો એવું તથા કાલાગુરૂ કંદુરૂષ્ક, તુરૂષ્કના મધમઘાટવાળો ગન્ધની જે આમતેમ વિસ્તૃત થવાથી સુગંધદાર અને અત્યંત રમણીય એવા શયનીય ગૃહમાં પાર્શ્વ ભાગમાં ઉન્નત. તથા મધ્યમાં નત હોવાથી ગંભીર તથા સહા લિંગન વૃત્તિથી શરીર પ્રમાણના ઉપધાન આતરણ વિશેષથી સુપરિકમિત ક્ષૌમિક રેશમી તથા દુકુલ કપાસના વસ્ત્ર વિશેષથી ચારે તરફ વીંટાયેલ ચર્મ વિશેષનું વસ્ત્ર તે સ્વભાવથીજ અત્યંત કોમળ હોય છે. તથા પુષ્પના ચૂર્ણની શય્યા જેવા શયનમાં સુગંધવાળા જે ઉત્તમ પુષ્પોના ચૂર્ણ યુક્ત શયનોપચારથી કલિત-યુક્ત તથા કહેવામાં એવા પુણ્યવાનોને યોગ્ય શૃંગાર સમાન આકાર સીનિવેશ વિશેષ જેનો હોય એવા પ્રકારની સુંદર શય્યામાં સંગત-મૈત્રિયુક્ત જે ગમન અર્થાત્ વિલાસપૂર્વક સંક્રમણ અને હસિત ભણિત અથ, કામોદ્દીપક વિચિત્ર વાકપટુતા અને ચેષ્ટિત અથતું સકામ અંગ પ્રત્યંગ અવયવોના પ્રદર્શન પૂર્વક પ્રિયની સન્મુખ આવવું. તથા સંલાપ એટલેકે પ્રિયની સાથે આનંદ પૂર્વક કામ પરસ્પરનું મિલન આવા પ્રકારના વિલાસથી યુક્ત તથા દેશકાળાનુકૂળ જે ઉપચાર તેમાં કુશળ એવી તથા અનુરક્ત એવી કોઈ પણ સમયે અવિ રક્ત ન હોય તેવી પત્નીની સાથે એકાન્તમાં જે રમણમાં રક્ત અન્યત્ર મન ન કરતો ઈષ્ટ શબ્દ સ્પર્શ રસ, રૂપ, અને ગંધ રૂપ પાંચ પ્રકારના મનુષ્ય ભવસંબંધી કામ ભોગોનો ઉપભોગ કરીને વિચરે છે, એ નામ ગોત્ર વિનાના પુરૂષના કામભોગનું જે આટલા પર્યન્ત યાવતુ વર્ણવેલા છે. તેનાથી પણ અનંત ગણું વધારે વ્યંતર દેવના કામભોગ હોય છે. વ્યંતર દેવોના. કમ ભોગોથી પણ અનંત ગણું વિશિષ્ટતર કામભોગનું સુખ અસુરેન્દ્રવર્ય દેવોનું હોય છે. તેનાથી પણ અનંતગણું વિશિષ્ટતર ઈદ્રરૂપ અસુરકુમાર દેવોના કામ ભોગનું હોય છે. અસુરેન્દ્ર દેવોથી પણ અનંતગણું વિશિષ્ટતર કામભોગનું સુખ ગ્રહ નક્ષત્ર, અને તારારૂપ દેવોનું હોય છે. તેનાથી પણ અનંત ગણું વિશિષ્ટતર ચંદ્ર સૂર્ય દેવોના. કામભોગનું હોય છે. જ્યતિષેન્દ્ર જ્યોતિશ્કરાજ ચંદ્ર સૂર્ય દેવ આ પ્રકારના ઉપર વર્ણવેલ કામભોગોને ભોગવીને સુખપૂર્વક પોત પોતાના વિમાનોમાં વિચરે છે. પહેલાં કરેલ અાશી ગ્રહના કેવળ નામમાત્રનું અહીં પ્રતિપાદન કરેલ છે. અંગારક વિકાલક લોહિત્ય શનૈશ્ચર આધુનિક પ્રાધુનિક કણ કણ કણ કણ કણક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102