________________ સૂરપન્નતિ-૧૯૧૨૯-૧૯૩ છે અને ચંદ્રથી અંતરિત સૂર્ય હોય છે. એ ચંદ્ર સૂર્ય કેવા પ્રકારના હોય છે? તે માટે કહે છે, અનેક વર્ષથી વર્ણવાળા પ્રકાશરૂપ લેશ્યાવળા ચંદ્ર સૂર્યથી અંતરિત હોવાથી ચિત્ર અંતરવાળા કહ્યા છે. અને સૂર્ય ચંદ્રાન્તરિત હોવાથી ચિત્ર અંતર એમ કહેલ છે. ચંદ્ર શીતલેશ્યાવાળો હોવાથી અને સૂર્ય ઉલેશ્યાવાળો હોવાથી ચિત્ર વેશ્યાવાળા કહેવાય છે. ચંદ્રની સુખ લેયા હોય છે. તથા સૂર્યની ચંદ્ર વેશ્યા હોય છે. મનુષ્ય ક્ષેત્રમાં જે ચંદ્ર -સૂર્યગ્રહગણ નક્ષત્ર તારારૂપ દેવો છે તેઓ શું ઉર્ધ્વપપન્નક હોય છે ? અથવા વિમા નોપપન્નક હોય છે? અથવા, ચારોપપન્નક હોય છે? અથવા ચાર સ્થિતિક અભાવવાળા હોય છે? અથવા ગતિરતિક હોય છે? એ ચંદ્રાદિ દેવો ઉધ્ધપ પન્નક હોતા નથી. અને કલ્પોપપન્નકપણ નથી હોતા. પરંતુ વિમાનોપપનક હોય છે. તથા ચારોપપનક હોય છે. ચાર સ્થિતિક એટલેકે ગતિરહિત હોતા નથી. તથા સ્વભાવથીજ ગતિરતિક એટલે કે સાક્ષાત્ ગતિયુક્ત હોય છે. એ ચંદ્રાદિ દેવો ઉપરની તરફ મુખ કરેલ કલંબુકા પુષ્પના જેવા આકારવાળું તથા હજારો યોજન પ્રમાણવાળા તાપક્ષેત્ર સાહગ્નિકોથી અનેક હજાર સંખ્યાવાળા બાહ્યપર્ષદાઓથી વિમુર્વિત અનેકરૂપ ધારિયોથી કરેલ આહત એટલેકે અવિચ્છિન્ન નાટ્યગીત વાજિંત્ર તથા જે તંત્રી તલતાલ અને ત્રુટિત તથા બાકીની તૂર્ય ધનમૃદંગ ના તુમુલ શબ્દો કે જેને નિપુણ પુરૂષોદ્વારા શ્રેષ્ઠ પ્રકારથી વગાડવામાં આવેલ મૃદંગદિની ધ્વનિથી તથા ગતિ રતિવાળા, બાહ્ય પર્ષદની અંતર્ગતના દેવો દ્વારા વેગથી જતા વિમાનોમાં ઉત્કર્ષથી કરવામાં આવેલા સિંહનાદ તથા બોલ કલકલ એટલે કે વ્યાકુલિત શબ્દસમૂહને તેના અવાજથી મેરૂને લક્ષ કરીને પરિભ્રમણ કરે છે. ઈન્દ્રના. વિરહકાળમાં ચાર કે પાંચ સામાનિક દેવો. એ સ્થાનને પ્રાપ્ત કરીને વિચરે છે. તે વિરહિત ઈન્દ્રસ્થાન જઘન્યથી એક સમય યાવતું ઉત્કૃષ્ટથી છમાસ પર્યન્ત એ ઈન્દ્ર વિનાના સ્થાનની સામાનિક દેવો રક્ષા કરે છે. મનુષ્યક્ષેત્રની બહાર રહેલા જે ચંદ્ર સૂર્ય મહ-નક્ષત્ર અને તારાઓ જ્યોતિષ્ક દેવ છે, એ ઇન્દ્રાદિદેવો ઉધ્ધપપન્નક હોતા નથી. તથા કલ્પોપપનક પણ હોતા નથી. પરંતુ વિમાનોપપન્નક હોય છે. તથા ચારોપપનક નથી હોતા અથતિ મંડળગતિથી ચાર કરતા નથી. પરંતુ ચાર સ્થિતિક ચાર રહિત હોય છે. તેથી જ તેઓ ગતિરતિક હોતા નથી. તથા ગતિસમાપનક પણ હોતા નથી. પાકેલ ઈટના આકારથી સંસ્થિત થઈને એક લાખ યોજનવાળા તાપક્ષેત્રથી હોય છે. એ જ પ્રમાણે મનુષ્ય ક્ષેત્રની બહાર રહેલ એ ચંદ્રસૂર્ય-ગ્રહ-નક્ષત્ર અને તારા રૂપોનું તાપક્ષેત્ર પણ આયામથી અનેક લાખ યોજના પ્રમાણવાળું અને વિસ્તારથી એક લાખ યોજન પરિમિત હોય છે. શુભલેશ્યાવાળા અર્થાત્ આનંદદાયક પ્રકાશયુક્ત આ વિશેષણ ચંદ્રમાનું છે. તેથી તે અત્યંત ઠંડા તેજ વાળો નહીં પણ સુખોત્પાદક હેતુભૂત પરમલેશ્યાવાળો, મંડલેશ્યા એટલેકે અતિ ઉષ્ણ. લેશ્યાવાળો નહીં. આ વિશેષણ સૂર્ય સંબંધી છે. તેજ કહે છે. મંદાતપલેશ્યા, અનતિઉષ્ણ સ્વભાવની તડકારૂપ લેશ્યાવાળો, તે ચંદ્ર ચિત્રાન્તર લેશ્યા આ પ્રકારના તે ચંદ્ર સૂર્ય અન્યાન્ય અવગાઢ એટલેકે મળેલી લેશ્યાવાળા હોય છે. ચંદ્રાદિ દેવોનો ઈદ્ર જ્યારે વિત થાય છે, જ્યાં સુધી બીજો ઈન્દ્ર એ સ્થાન પર ન આવે એટલા કાળ પર્યન્ત ચાર કે પાંચ સામાનિક દેવો પરસ્પર મળીને ઈન્દ્ર શૂન્ય એ સ્થાનનું જે પ્રમાણે ઈન્દ્ર પાલન કરતો હોય એજ પ્રમાણે રક્ષણ કરે છે પુષ્કરવર નામનો દ્વીપ અને પુષ્કરોદ નામનો સમુદ્ર વૃત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org