________________ પાઠ-૧૮ (પાહુડ-૧૮). [117-128 હે ભગવનું આપે ચંદ્રાદિની ભૂમિથી ઉપર કેટલી ઉંચાઈ કહેલ છે? તે કહો ચંદ્રાદિ ભૂમીની ઉપર ઉંચાઈ સંબંધી વિચારણામાં આ પચીસ પ્રતિપત્તિયો છે. એ પરતીર્થિકોમાં પહેલો પરતીર્થિક આ પ્રમાણે કહે છે-ભૂમિની ઉપર એક હજાર યોજન સૂર્ય સ્થિત રહે છે. તથા દ્વયર્ધ અથતુ બીજાનું અધું એટલે કે દોઢ હજાર યોજન જમીનના ઉપર ચંદ્ર વ્યવસ્થિત રહે છે. બીજા કહે છે. જમીનની ઉપર બેહજાર યોજન સૂર્ય વ્યવ સ્થિત રહે છે. તથા અઢી હજાર યોજન જમીનની ઉપર ઉંચાઈએ ચંદ્ર વ્યવસ્થિત રહે છે. એજ પ્રમાણે બીજા મતવાદિયોના કથન પ્રકારના સૂત્રો ભાવિત કરી લેવા એક એક હજાર યોજનના વધારાથી સૂર્ય સંબંધી અને સૂર્યથી પાંચસો યોજન વધારે ઉપર ચંદ્ર હોય છે. તેમ સમજવું. પચીસમાં મતાવલંબીના કહે છે. પચીસ હજાર યોજનની ઉંચાઈએ સૂર્ય વ્યવસ્થિત રહે છે તેથી સાડીપચીસહજાર યોજનાની ઉંચાઈએ ચંદ્ર વ્યવસ્થિત હોય છે. શ્રીભગવાન આ વિષયમાં કહે છે કે આ રત્નગપ્રભા પૃથ્વીના અધિક સમતલવાળા ભૂમિ ભાગથી શોભાયમાન જમીનની ઉપરમાં સાતસોનેવું યોજન જઈને ત્યાં નીચેના તારા વિમાનનું મંડળ ગતિથી પરિભ્રમણ કરે છે.આઠસો યોજન ઉંચે જઈને સૂર્ય વિમાન ભ્રમણ કરે છે. આઠસોએસી યોજન ઉપર જઈને ચંદ્ર વિમાન મંડળ ગતિથી પરિભ્રમણ કરે છે. નવસો યોજનપુરા ઉપર જઈને સર્વોપરિતન તારા વિમાનનું મંડળ ગતિથી પરિ ભ્રમણ કરે છે. તારા વિમાનની નીચે કેવલ દસ યોજન ઉપર જઈને સૂર્ય વિમાન ભ્રમણ કરે છે. એ સવધિસ્તન તારા વિમાનથી એકસોદસ યોજન ઉપર જઈને ત્યાં સવપરિતન તારાવિ માન ભ્રમણ કરે છે. સૂર્ય વિમાનથી 80 યોજન ઉપર જઈને ચંદ્રવિમાન ભ્રમણ કરે છે. એ સૂર્ય વિમાનની ઉપર સો યોજન ઉપર જઈને સર્વોપરિતન તારા રૂપવિમાન જયોતિશ્ચક્રને આશ્રિત કરીને ગમન કરે છે. એ ચંદ્ર વિમાનની ઉપર વીસ યોજન જઈને સવપરિતન તારારૂપ જ્યોતિ શ્વક ભ્રમણ કરે છે. પૂર્વ પશ્ચિમમાં વ્યાસ વિસ્તાર એકસો દસ યોજન ભ્રમણ કરે છે. હે ભગવનું ચંદ્ર સૂર્ય દેવના ક્ષેત્રની અપેક્ષાથી અધોભાગમાં રહેલ તારાવિમાં નના દેવ ધૃતિ, વિભવ લેશ્યાદિને લક્ષ્ય કરીને કોઈ અણુ હોય છે. એટલે કે કોઈ લઘુ હોય છે. તથા કોઈ તુલ્ય હોય છે, શ્રીભગવાનું કહે છે.- જે જે પ્રકારે એ દેવોના તારારૂપ વિમાનધિષ્ઠાતા દેવવિશેષોના પૂર્વભવમાં તપ,નિયમ, અને બ્રહ્મચર્યાદિ અધિક પ્રમાણ માં હોય છે, તેમ તેમ એ વિમાનધિષ્ઠાતા દેવોના એ તારા વિમાનના અધિષ્ઠાતા પણામાં આ પ્રમાણે થાય છે. જે પ્રમાણે કોઈ વસ્તુનું અણુપણ હોય એજ પ્રમાણે કોઈનું તુલ્યપણું પણ હોય છે. ચંદ્ર સૂર્યના વિમાનાધિષ્ઠાતા દેવોની નીચે તારારૂપ વિમાન પોતપોતાના કરેલ કર્મથી લઘુ પણ હોય છે, તુલ્ય પણ હોય છે. એ જ પ્રમાણે ઉપર પણ તારા વિમાનધિષ્ઠાતા દેવ પણ અણુ પણ હોય છે. અને તુલ્ય પણ હોય છે. અનેક ચંદ્રોમાં દેખાતા એક એક દેવરૂપ ચંદ્રનો ગ્રહપરિવાર કેટલી સંખ્યાવાળો પ્રતિપાદિત કરેલ છે? તથા એક ચંદ્રનો નક્ષત્ર પરિવાર કેટલો હોય છે ?- દરેક ચંદ્રદેવનો અદ્યાસી ગ્રહોનો ગ્રહોપ ગ્રહરૂપ પરિવાર હોય છે. તથા ચંદ્રદેવનો અઠ્યાવીસ નક્ષત્ર પરિવાર સમંતતઃ વ્યાપ્ત થઈને પરિવારરૂપે સ્થિત રહે છે. તથા ૬૬૯૦પનક્ષત્ર પરિવાર તથા કોટી કોટી તારા ગણ સમંતતઃ વ્યાપ્ત થઈને રહે છે. મેરૂની ચારે બાજુ 1121 યોજનને છોડીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org