________________ પાહુડ-૧૮ 87 હોય છે. અને ઉત્કૃષ્ટથી અધપલ્યોપમકાળ પરિમાણ યાવતું ત્યાં તે તે વિમાનોમાં સ્થિતિ હોય છે. ચંદ્રવિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે? જઘન્યપણાથી એક પલ્યો પમ કાળના ચોથા ભાગ પ્રમાણ કાળની યાવત્ સ્થિતિ હોય છે. તથા ઉત્કરથી એટલે કે સવકિપણાથી એક પલ્યોપમ કાળની અર્થાત્ એક લાખ વર્ષથી કંઈક વધારે સમય ચંદ્રવિમાનમાં ચંદ્રવિમાનાધિષ્ઠાતા દેવોની અને તેમના સામાનિક અંગરક્ષકો વિગેરે ની સ્થિતિ હોય છે. ચંદ્રવિમાનમાં દેવીની કેટલા કાળની સ્થિતિ કહી. છે ? જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટથી અધપલ્યોપમથી જેટલા કાળથી કંઈક અધિક . કાળ પર્યન્તની સ્થિતિ કહી છે. સૂર્ય વિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને સવાધિકપણાથી એક પલ્યોપમ અથતુ એક હજાર વર્ષથી કંઈક વધારે સ્થિતિ હોય છે. સૂર્ય વિમાનમાં દેવીયોની સ્થિતિ કેટલા કાળની કહી છે? સૂર્ય વિમાનની અધિષ્ઠાત્રી દેવિયોની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ જેટલી હોય છે. અને ઉત્કૃષ્ટથી અધ પલ્યોપમ તથા પાંચસો વર્ષથી કંઈક વધારે કાળની હોય છે. ગ્રહવિમાનમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? જઘન્યથી પલ્યો પમના ચોથા ભાગ જેટલી સ્થિતિ હોય છે. અને ઉત્કથી અધ પલ્યોપમ કાળ જેટલી સ્થિતિ કહેલ છે. ગ્રહવિમાનમાં દેવિયોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? જાન્યથી પલ્યોપમના ચોથા ભાગ જેટલી અને ઉત્કર્ષથી અર્ધ પલ્યોપમ કાળની સ્થિતિ હોય છે. નક્ષત્ર વિમાનમાં દેવોની કેટલાકાળની સ્થિતિ કહી છે? જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ જેટલી સ્થિતિ હોય છે. અને ઉત્કૃષ્ટથી અધપત્યો પમ કાળ જેટલી સ્થિતિ કહેલ છે. નક્ષત્રવિમાનમાં તેઓની અધિષ્ઠાત્રી દેવીયોની સ્થિતિ કેટલા કાળની કહી છે? જઘન્યથી એક પલ્યોપમના આઠમા ભાગ જેટલા કાળની સ્થિતિ હોય છે. અને ઉત્કર્ષથી એક પલ્યોપમના ચોથા ભાગ જેટલા કાળની યાવતુ નક્ષત્ર વિમાનના દેવોની સ્થિતિ હોય છે. તારા વિમાનમાં તેના અધિષ્ઠાતા દેવોની સ્થિતિ કેટલાકાળની પ્રજ્ઞપ્ત કરેલ છે ? જઘન્યથી પલ્યોપમના આઠમા ભાગ જેટલી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના ચોથા ભાગ પર્યન્ત જેટલા કાળની ત્યાં સ્થિતિ રહે છે. તારા વિમાનમાં દેવિયોની સ્થિતિ કેટલા કાળ ની કહી છે? જઘન્યથી પલ્યોપમના આઠમા ભાગ જેટલી સ્થિતિ કહી છે અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે પલ્યોપમના આઠમા ભાગ જેટલી તારા વિમાનમાં દેવિયોની સ્થિતિ કહેવામાં આવી છે. ચંદ્ર અને સૂર્ય પરસ્પર તુલ્ય હોય છે. અર્થાત્ આકાર, પ્રકાર, પરિ માણ, તેજ, પ્રકાશ, પ્રભાવ પ્રમાણાધિકારાદિમાં સરખા હોય છે. તથા સૌથી ઓછા ગ્રહ, નક્ષત્ર, તારારૂપથી અલ્પ પરિમાણવાળા કહેલા છે. આ પ્રમાણે સ્વશિષ્યોને પ્રતિ પાદન કરીને કહેવું. ચંદ્ર-સૂર્ય એ બને બધા વિષયો માં સમાન હોય છે, તેમની અપેક્ષાએ નક્ષત્ર સંખેગણા કહ્યા છે. સંખ્યાતીતગણા હોતા નથી. | પાહુડ-૧૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૯) [129-1e આ લોકમાં સૂયોં કેટલા કહ્યા છે? હે ભગવાન કેટલા અને કેટલા પ્રમાણવાળા ચંદ્ર-સૂર્ય બધા લોકમાં અવભાસિત થાય છે? સર્વલોક સંબંધી ચંદ્ર સૂર્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org