________________ પાહુડ-૧૮ ગાઉ આયામ વિખંભથી તેનાથી ત્રણ ગણો પરિધિથી તથા દોઢ ગાઉ બાહલ્યથી કહેલ છે. તારા વિમાનના વિખંભાદિ કેટલા કહેલ છે ? તારા વિમાનના આયામ વિખંભનું પરિમાણ અધઈ ગાઉનું કહેલ છે. તથા અર્ધ ગભૂત ઉચ્ચત્વનું પરિમાણ કહેલ છે. એક કોસનો ચોથો ભાગ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ તારાદેવના વિમાનની હોય છે. તથા જઘન્ય સ્થિતિ વાળા તારા દેવના વિમાનનો આયામ વિખંભનું પરિમાણ પાંચસો ધનુષનું હોય છે ઉચ્ચત્વનું પરિમાણ અઢીસો ધનુષનું કહેલ છે. સૂર્ય અને ચંદ્ર વિમાનને સોળહજાર દેવો વહન કરે છે. આઠહજાર દેવ ગ્રહવિમાનને વહન છે. કરે છે. નક્ષત્ર વિમાનને ચારહજાર દેવ વહન કરે છે તારા વિમાનને બે હજાર દેવો વહન કરે છે. ચંદ્ર વિમાનને સોળહજાર દેવો વહન કરે છે. પૂર્વદિશામાં સિંહના રૂપ ધારણ કરીને ચારહજાર દેવો વહન કરે છે. દક્ષિણ દિશામાં ગજના રૂપો ધારણ કરીને ચાર હજાર દેવો વહન કરે છે. વૃષભના રૂપો ધારણ કરીને ચાર હજાર દેવો પશ્ચિમ દિશામાં વહન કરે છે. ઉત્તર દિશામાં અશ્વનારૂપો ધારણ કરીને ચાર હજર દેવો વહન કરે છે. આ રીતે બધાને મેળવવાથી સોળહજાર દેવ ચંદ્ર વિમાનનું વહન કરે છે. ચંદ્ર વિમાનના ક્રમ પ્રમાણે સોળહજાર દેવો સૂર્ય વિમાનનું વહન કરે છે ગ્રહ વિમાનને કેટલા હજાર દેવો ખેંચે છે? આઠહજાર દેવો વહન કરે છે. જે આ પ્રમાણે છે. પૂર્વદિશામાં સિંહના રૂપોને ધારણ કરીને બે હજાર દેવો વહન કરે છે. એ જ પ્રમાણે યાવતું ઉત્તર દિશામાં અશ્વ-ઘોડાના. રૂપોને ધારણ કરીને બે હજાર દેવો વહન કરે છે. નક્ષત્ર વિમાનનું કેટલા હજાર દેવો વહન કરે છે? નક્ષત્ર વિમાનનું ચારહજાર દેવો વહન કરે છે. પૂર્વદિશામાં સિંહના રૂપોને ધારમ કરવાવાળા એક હજાર દેવો વહન કરે છે. એ જ પ્રમાણે યાવતુ ઉત્તર દિશામાં અશ્વરૂપને ધારણ કરીને એક હજાર દેવો વહન કરે છે. તારા વિમાનનું કેટલા હજાર દેવો વહન કરે છે? બે હજાર દેવો વહન કરે છે. પૂર્વ દિશામાં સિંહના રૂપોને ધારણ કરવાવાળા પાંચસો દેવો તારા વિમાનનું વહન કરે છે. દક્ષિણ દિશામાં ગજના રૂપોને ધારણ કરીને પાંચસો દેવો તારા વિમાનનું વહન કરે છે, અને ઉત્તર દિશામાં ઘોડાનારૂપોને ધારણ કરવાવાળા પાંચસો દેવો તારા વિમાનનું વહન કરે છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓની સ્થિતિ વિશેષવશાતુ ચંદ્રથી સૂર્ય શીઘગમન વાળા હોય છે. સૂર્યથી શીઘ્ર ગતિવાળા ગ્રહો હોય છે. ગ્રહોથી નક્ષત્રો શીધ્ર ગમનવાળા હોય છે. અને નક્ષત્રોથી તારાઓ શીધ્રગતિવાળા હોય છે. આ પ્રકારના ક્રમથી સૌથી આદિ સ્થિતિવાળો ચંદ્ર સૌથી અલ્પ ગતિવાળો છે તથા સૌથી અંતિમ સ્થિતિવાળા તારા ગણ સૌથી શીધ્ર ગતિવાળા હોય છે. સમૃદ્ધિના સંબંધમાં ઉલ્ટી સ્થિતિ હોય છે. જેમકે સૌથી અલ્પ સમૃદ્ધિવાળા તારાગણ હોય છે. તેનાથી અધિક સમૃદ્ધિવાળા નક્ષત્ર હોય છે. નક્ષત્રોથી અધિક સમૃદ્ધિવાળા ગ્રહગણ હોય છે. તેનાથી વધારે સમૃદ્ધિશાલી સૂર્ય હોય છે. અને સૂર્યથી પણ અધિક સમૃદ્ધિ શાલી ચંદ્ર હોય છે. એ પ્રમાણે સ્વશિષ્યોનેઉપદેશ કરવો. તારા રૂપ વિમાનનું અંતર બે પ્રકારથી પ્રજ્ઞપ્ત કરેલ છે. તેમાં એક પ્રકારનું વ્યાઘાતિમ અંતર કહ્યું છે. પર્વત વિગેરેથી પડવું તેને વ્યાઘાત કહે છે. એ પ્રકારથી વ્યાઘાત જેમાં હોય તે વ્યાઘાતિમ અંતર કહેવાય છે. તથા બીજું વ્યાઘાત વિનાનું અથતુ. સ્વાભાવિક આ રીતે બે પ્રકારનું અંતર કહ્યું છે. જે વ્યાધિતમ અંતરજઘન્યથી બસો બાસઠ યોજનાનું હોય છે. જે નિધાતિમ- સ્વાભાવિક અંતર હોય છે. તે જઘન્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org