Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 86
________________ સરપન્નતિ-૧૮-૧૧૧૨૮ તે પછી, ચક્રવાલગતિથી જયોતિશ્ચક્રમાં ભ્રમણ કરે છે. લોકાત્તની પછીના કેટલા ક્ષેત્રને અબાધાથી અંતર વિના જ્યોતિ પ્રાપ્ત કરેલ છે ? 1111 યોજનાનું અપાન્તરાલ કરીને અથતિ સ્વાતંત્ર્ય રૂપથી જ્યોતિશ્ચક્ર પ્રતિપાદિત કરેલ છે. જંબૂઢીપ નામના દ્વીપમાં કેટલા નક્ષત્રો સવવ્યંતર મંડળમાં ગમન કરે છે? કેટલા નક્ષત્રો સર્વબાહ્ય મંડળમાં ગમન કરે છે ? કેટલા નક્ષત્રો સર્વોપરિતન મંડળમાં ગમન કરે છે? કેટલા નક્ષત્રો સવધસ્તન મંડળમાં ગમન કરે છે ? અભિજીતુ નક્ષત્ર જંબૂદ્વીપના સવભિંતર મંડળમાં ગમન કરે છે, મૂલનક્ષત્ર સર્વબાહ્ય મંડળને અપેક્ષિત કરીને ગમન કરે છે. સ્વાતી નક્ષત્ર જબૂદ્વીપના સર્વોપરિતન નક્ષત્ર મંડળને અપેક્ષિત કરીને ગમન કરે છે. તથા ભરણી નક્ષત્ર જમ્બુદ્વીપના સર્વાધિસ્તન નક્ષત્ર મંડળ ને અપેક્ષિત કરીને ગમન કરે છે. ચંદ્ર વિમાન કેવા પ્રકારના સંસ્થાનવાળું થાય છે? અધાં કોંઠાના ફળની સમાન જે સંસ્થાન તેના જેવા આકારવાનું હોય છે. આની અર્થબોધિની દીપિકા વાતોધૂત એટલે પવનથી કંપાયમાન જેને સૂચિત કરવાવાળી વૈજયન્તી નામની જે પતાકા અથતુ ધજા અથવા વિજ્યા એ વૈજયન્તીની બાજુની કણિકા હોય છે તે જ્યાં મુખ્ય હોય એવી જે વૈજયન્તી નામની પતાકા તેજ વિજયરહિત વૈજયંતિ તથા છત્રાતિછત્ર ઉંચાઈવાળી એટલા માટેજ આકાશતલને ઓળંગનારૂં શિખર જેનું આવા પ્રકારની ભવનપત્તિમાં લોકમાં પ્રસિદ્ધ એવા રત્નો ને તેના અંતરાસામાં વિશેષ શોભાને માટે જડેલ હોવાથી રત્નોની જાળ જેવું, - તથા પાંજરાથી બહાર નીકળતા ન હોય એવા જેમ કોઈ પણ વસ્તુ વાંસ વિગેરેના. બનાવેલા ઢાંકણ વિશેષથી બહાર નીકળતી અવિનષ્ટ છાયાની જેમ જે પ્રમાણે શોભે એજ પ્રમાણે એ વિમાન પણ શોભિત થાય છે. તથા મણિકનક રૃપિકા ખીલેલ જે શતપત્ર પુંડરીક દ્વારાદિમાં પ્રતિકૃતિ રૂપે રહે છે. તથા ભીત વિગેરેમાં રત્નમય અર્ધચંદ્ર અને દ્વારાદિમાં ખીલેલા શતપત્રો પુંડરીકો, તિલક અને અધાં ચંદ્રના ચિત્રવાળા તથા બહાર અને અંદર ગ્લણ તથા તપનીય સુવર્ણ વિશેષથી અને મણિમય વાલુકા વાળા, તથા સુખ સ્પર્શવાળા શુભસ્પર્શવાળા શોભાયમાન નર યુગ્માદિના. રૂપવાળા પ્રસન્નતા જનક અત એવ દર્શનીય તથા અસાધારણ રૂપવાળો વિમાનનો આકાર હોય છે. આ પ્રમાણે ચંદ્રના વિમાનના વર્ણનની જેમજ સૂર્યના વિમાનનો આકાર હોય છે. તેજ પ્રમાણે ગૃહવિમાન નક્ષત્રના વિમાન અને તારા વિમાનોનું વર્ણન પણ કરી લેવું. ચંદ્રનું વિમાન કેટલા પ્રમાણના આયામ વિખંભ એટલેકે કેટલા વ્યાસવાળા કહ્યા છે ? તથા તેનો પરિક્ષેપ એટલેકે પરિધિ કેટલો છે? તથા તેનું ક્ષેત્રફલ કેટલા પ્રમાણનું પ્રજ્ઞપ્ત કરેલ છે? ચંદ્ર વિમાનનો વ્યાસ એક યોજનાના એકસાઠિયા ભાગ અધિક છપ્પન ભાગ યોજન થાય છે. આ વ્યાસને ત્રણ ગણા કરે તો પરિધિ થાય છે. ચંદ્ર વિમાનની આટલી પરિધિ થાય છે. તથા અઠ્યાવીસ યોજના અને એક યોજનના એકસઠ ભાગ જેટલું બાહલ્ય એટલેકે વિસ્તાર હોય છે. આ જ પ્રમાણે બધે વિખંભના માપથી ત્રણ ગણું માપ પરિધિનું થાય છે. પરિધિ વ્યાસનો ઘાત ફલ થાય છે. સૂર્ય અડતાલીસ યોજન તથા એક યોજનના એકસઠ ભાગ સૂર્ય વિમાનનો વ્યાસ થાય છે. આનાથી કંઈક વધારે ત્રણ ગણું પરિધિનું પરિમાણ થાય છે. તથા આનું બાહલ્ય ચોવીસ યોજન તથા એક યોજનના એકસઠિયા ભાગ જેટલું હોય છે. નક્ષત્રોના વિમાનનો આયામવિખંભ કેટલો હોય ? તેની પરિધિનું પ્રમાણ કેટલું હોય છે? તેનું બાહુલ્ય કેટલા પરિમાણવાળું હોય છે? એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102