________________ 80 સૂરપનતિ-૧૫૧૧૧-૧૧૪ નક્ષત્રનોયોગ વિચાર કરવામાં આવે છે. જ્યારે ચંદ્રને ગતિયુક્ત જોઈને અભિજીત નક્ષત્રને ગતિસમાપન્ન વિવક્ષિત કરવામાં આવે એ વખતે પ્રથમ અભિજીત નક્ષત્ર મેરૂની પૂર્વદિશાના ભાગથી ચંદ્રમાને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરીને નવમુહૂર્ત તથા દસમા મુહૂર્તના સડસઠિયા સત્યા વીસ ભાગોને એટલે કે એટલા ભાગ બરાબરના પ્રદેશમાં ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. અંત સમયમાં ચંદ્રની સાથેના યોગને અનુપરિવર્તિત કરે છે, જ્યારે ચંદ્રને ગતિ સમાપક જાણીને શ્રવણ નક્ષત્રને ગતિસમાપન્નક વિવક્ષિત કરે, ત્યારે તે શ્રવણ નક્ષત્ર મેરૂની પૂર્વદિશાથી અથતુ પૂર્વભાગથી પહેલાં ચંદ્રમાને પ્રાપ્ત કરે છે. ચંદ્રને પ્રાપ્ત કરીને તે પછી ચંદ્રની સાથે ત્રીસ મુહૂર્ત પર્યન્ત કાળ સુધી યોગ કરે છે. આટલો સમય ચંદ્રની સાથે યોગ કરીને અંતના સમયે યોગનું અનુપરિવર્તન કરે છે. અથતિ ધનિષ્ઠા નક્ષત્રને યોગ સમર્પિત કરવાનો પ્રારંભ કરે છે. આ પૂર્વકથિત પ્રકારથી. એટલેકે નક્ષત્ર યોગાદિના ક્રમથી શતભિષક વિગેરે પંદર મુહૂતત્મિક નક્ષત્ર તથા જે ધનિષ્ઠા વિગેરે ત્રીસ મુહૂર્ત પરિમાણવાળા નક્ષત્રો તથા ઉત્ત- રાભાદ્રપદા વિગેરે નક્ષત્રો પિસ્તાલીસ મુહૂર્ત પરિમાણવાળા થાય છે. એ બધા નક્ષત્રો પહેલાં કહેલ ક્રમાનુસાર કહી લેવા આ કથન ઉત્તરાષાઢા નક્ષત્ર પર્યન્ત કરવું. જ્યારે ચંદ્રને ગતિમા પન્નક જાણીને ગ્રહોને ગતિસમાપનક વિવલિત કરે તો એ સમયે એ ગ્રહ મેરૂના. પૂર્વભાગથી પહેલાં ચંદ્રને પ્રાપ્ત કરે છે. ચંદ્રને પ્રાપ્ત કરીને યથા સંભવ પોતપોતાના ભોગ્યાનુકાળયોગ કરે છે. અથોતું એ નક્ષત્રનો ત્યાગ કરે છે. યથાસંભવ અન્ય ગ્રહોને યોગ આપવાનો આરંભ કરે છે. યોગનું અનુપરિવર્તન કરીને પોતાની સાથેના યોગનો ત્યાગ કરે છે. આ રીતના કમથી બધા પ્રહો ચંદ્રની સાથે યોગ વિગેરે કરે છે. જ્યારે સૂર્ય ગતિયુક્ત જોઈને અભિજીતુ નક્ષત્રને ગતિસમાપનક વિવક્ષિત કરે ત્યારે અભિજીત નક્ષત્ર પહેલા મેરૂના પૂર્વભાગથી સૂર્યને પ્રાપ્ત કરે છે. સૂર્યને પ્રાપ્ત કરીને પુરેપૂરા ચાર અહોરાત્ર તથા પાંચમી અહોરાત્રીના છ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. આટલા પ્રમાણ. કાળ પર્યન્ત યોગ કરીને અંત સમયે શ્રવણ નક્ષત્રને યોગનું સમર્પણ કરવાનો આરંભ કરે છે. પૂર્વ કથિત પ્રકારથી પંદર મુહૂર્તથી શતભિષા વિગેરે નક્ષત્ર છ અહોરાત્ર અને સાતમાં અહો રાત્રના એકવીસ મુહૂર્ત તથા ત્રીસ મુહૂર્તવાળા શ્રવણાદિના તેર અહોરાત્ર તથા ચૌદમી અહોરાત્રના બાર મુહૂર્ત તથા પિસ્તાલીસ મુહૂર્ત પ્રમાણવાળા ઉત્તરાભાદ્રપદાદિથી પુષ્ય પર્યન્તના નક્ષત્રો વીસ અહોરાત્ર તથા એકવીસમા અહોરાત્ર ના ત્રણ મુહૂર્ત આ પ્રમાણેના ક્રમથી બધાનક્ષત્રનો કાળ યાવત્ કહી લેવો એ ઉત્તરાષાઢા નક્ષત્ર આવે ત્યાં સુધીનો કાળમાન કહી લેવો જ્યારે સૂર્યને ગતિયુક્ત જાણીને નક્ષત્રને ગતિસમાપન વિવલિત કરે અથવા ગ્રહોને ગતિયુક્ત વિવક્ષિત કરે તો મેરૂની પૂર્વદિશા થી સૂર્યને પ્રાપ્ત કરે છે. સૂર્યને પ્રાપ્ત કરીને સૂર્યની સાથે યોગ કરે છે. સૂર્યની સાથે યોગ કરીને યોગનું અનુપરિવર્તન કરે છે. એટલે કે નજીકના બીજાને સમર્પિત કરે છે. એક નાક્ષત્રમાસમાં ચંદ્ર કેટલા મંડળોમાં ગમન કરે છે ? એક નાક્ષત્રમાસમાં ચંદ્ર તેર મંડળ પુરા તથા ચૌદમા મંડળના સડસઠયા તેર ભાગ યાવતુ પૂરિત કરે છે. એક નાક્ષત્રમાસમાં સૂર્ય તેરમંડળ પુરા તથા ચૌદમાં મંડળના સડસઠિયા ચુંમાલીસ ભાગ પોતાની ગતિથી પૂરિત કરે છે. એક નક્ષત્રમાસમાં નક્ષત્ર તેર મંડળ પુરા તથા ચૌદમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org