________________ - પાહુડ-૧૪ 9 બીજો પંદરખેભાગ યાવતુ ધીરે ધીરે રાહુ વિમાનથી ઢંકાઈ જવાથી ચંદ્રમંડળનો અંધકારવાળો ભાગ વધતો જાય છે. પ્રતિક્ષણે અંધકારની વૃદ્ધિ પ્રાપ્ત કરેલ ચંદ્ર પક્ષના અંતમાં પંદરમી અમાવાસ્યા તિથિને પ્રાપ્ત કરે છે. ત્યારે પુરેપૂરો પંદરમો ભાગ કૃષ્ણવર્ણવાળો થઈ જાય છે. આ પૂર્વ કથિત પ્રકારથી શુકલપક્ષ કરતાં કૃષ્ણપક્ષમાં અંધ કારનું અધિકપણું કહેલ છે. તેમ સ્વશિષ્યોને કહેવું. વિભાગ કરવાને યોગ્ય પરિમિત, નિર્વિભાગ અસંખ્યાત ભાગ કહેલ છે. એ પ્રમાણે શિષ્યોને કહેવું. શુકલપક્ષની પ્રતિ પદ્ય તિથિમાં જ્યોત્સના પ્રકાશ પરિ ચ્છિન્ન કહેલ છે. તથા કૃષ્ણપક્ષની પ્રતિપદા તિથિમાં અંધકાર પરિચ્છિન્ન હોય છે. | પાહુડ-૧૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૫). [111-114 હે ભગવનું ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારાઓની ગતિમાં કોની ગતિ કોના કરતાં અલ્પ કે અધિક હોય છે? ચંદ્રગતિ ક્ષેત્ર પરિમાણથી સૂર્યના ગતિ ક્ષેત્ર અધિક હોય છે. સૂર્ય કરતાં ગ્રહો શીઘ્રગતિવાળા હોય છે. ગ્રહોથી નક્ષત્રો શીઘ ગતિવાળા હોય છે. નક્ષત્રોથી પણ તારાઓ શીધ્રગતિવાળા હોય છે. તેમ પ્રતિપાદિત કરેલ છે. આ રીતે પહેલાં કહેલ ગતિ ક્રમવાળા ચંદ્ર-સૂર્ય-ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચમાં સૌથી નજીક હોવાથી સૌથી અલ્પગતિવાળો ચંદ્ર છે તથા સૌથી દૂર હોવાથી બધાથી શીઘ્રગતિવાળા તારાગણ હોય છે ગમન કરતો ચંદ્ર એક એક મુહૂર્તમાં મંડળના. કેટલામાં ભાગ ક્ષેત્રોને વ્યાપ્ત કરે છે ? ઉત્તરદિશાથી અથવા દક્ષિણ દિશાથી ગમન કરતો ચંદ્ર જે જે મંડળને પ્રાપ્ત કરીને ગમન કરે છે, તે તે મંડળ સંબંધી પરિધિના 1768 ભાગોને અથતુિ આટલા પ્રમાણવાળા અંશ પ્રદેશમાં યાવતુ ગમન કરે છે. તે પછી મંડલ 'પરિધિને એક લાખ નવહજાર આઠસોથી ભાગ કરીને જેટલો ભાગ આવે એટલા પ્રમાણવાળા ભાગોમાં યાવતું ચંદ્રગમન કરે છે. ભ્રમણ કરતો સૂર્ય પોતાના મંડળના કેટલા સોભાગો માં એક મુહૂર્તમાં ગમન કરે છે ? સૂર્ય જેજે મંડળોને પ્રાપ્ત કરીને ગમન કરે છે, તેમાં મંડળની પરિધિના 1830 ભાગોમાં ગમન કરે છે. જે જે મંડળ અશાંત, પોતાના પરિભોગ કાળ પર્યત્તના પ્રતિનિયત ક્ષેત્રમાં ગમન કરે છે. તે તે પોતાના મંડલ સંબંધી પરિધિના ૧૮૩પ ભાગોમાં ગમન કરે છે. મંડળને 109800 છેદીને આ સંખ્યાથી ભાગ કરવો જેથી પૂર્વોક્ત સંખ્યા મળી જાય છે. જે સમયે ચંદ્રને ગતિપૂર્ણતાવાળો જોઈને સૂર્ય ગતિસમાપનક વિવલિત થાય છે, અર્થાત્ ચંદ્રગતિ સાપેક્ષ સૂર્યગતિની અપેક્ષા રહે છે. તે સમયે એ સૂર્યના એક મુહૂર્તગત ગતિ પરિમાણથી કેટલા ભાગો વિશેષિત કરવામાં આવે છે ? અથતુ એક મુહૂર્તમાં ચંદ્રથી આ આ કમિત ભાગોથી કેટલા વધારે ભાગોને સૂર્ય આકમિત કરે છે ? કેવળ બાસઠભાગ અધિક પ્રદેશને આકમિત કરે છે. જ્યારે ચંદ્રને ગતિસમાપનક જોઈને નક્ષત્ર ગતિસમા પન્નક વિવક્ષિત થાય છે. તે સમયે તે નક્ષત્ર મુહૂર્ત ગતગતિ પરિમાણ થી કેટલાં ભાગ વધારે હોય છે ? સડસઠ ભાગ વધારે ગમન કરે છે. જ્યારે સૂર્યને ગતિસમાપનક જોઈને નક્ષત્રને ગતિસમાપનક વિવક્ષિત કરે છે. સૂર્યથી આક્રમિત ભાગથી નક્ષત્રાક્રમિત ભાગ પાંચ ભાગ વધારે હોય છે. હવે ચંદ્રની સાથે અભિજીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org