________________ સૂરપનતિ-૧૩-૧૦૭-૧૦૯ ભાગોમાં મેળવે તો ઓગણચાલીસ ભાગો થાય છે, ત્યારે પણ સાત ચોપન ભાગો પૂર્વ દિશામાં થાય છે, તથા જે બીજા અયન ઉપર ચાંદ્રમાસની અવધિ કરીને પછીથી થાય છે. તેમાં એક તેરમો ભાગ પંદરમા સર્વબાહ્ય મંડળથી પછીના બીજા પાશ્ચાત્ય અર્ધ મંડળમાં પૂરિત થાય છે. અને બીજો તેરમો ભાગ મેરૂની પૂર્વદિશામાં સર્વબાહ્ય મંડળની પછીના ત્રીજા અધ મંડળમાં થાય છે. જે તેરભાગ ચંદ્ર સ્વયં પોતે ભોગવેલને ફરીથી. ભોગવે છે. એ તમામ ક્ષેત્રો બીજા અયનમાં થાય છે. તેમાં પણ સાતતેર મેરૂની પૂર્વ દિશા માં છ મેરૂની પશ્ચિમ દિશામાં સમજવાં તથા ચુમ્માલીસમાં બોંતેરભાગ તથા સડ સઠિયા આઠભાગ તથા સડસઠિયા એક ભાગ ને એકત્રીસથી વિભક્ત કરીને તેના અઢાર ભાગ આટલા ક્ષેત્રને ચંદ્ર પોતે તથા અન્ય દ્વારા વ્યાપ્ત કરેલને ફરીથી વ્યાપ્ત કરે છે. તેમાં એક એકતાલીસનો અને એક તેરનો ભાગ બીજા અયનના સર્વબાહા મંડળની. સમીપના બીજા પાશ્ચાત્ય અધમંડળમાં થાય છે. બીજો એકતાલીસિયા ભાગ તથા બી તેરમો ભાગ પંદરમાં સર્વબાહ્ય મંડળની પછીના ત્રીજા અધમંડળમાં મેરની પૂર્વ દિશામાં સમજવા. બાકીના બધા ક્ષેત્રો પાશ્ચાત્ય સર્વબાહ્ય મંડળની પછીના ચોથા અધમંડળમાં સમજવા જોઈએ. પહેલા કહેલ પ્રકારની ચંદ્રની સંસ્થિતિ હોય છે. સર્વ અવસ્થાન થાય છે. તે બતાવે છે. અભિગમન સર્વબાહ્ય મંડળથી અભ્યતરાભિમુખ પ્રસ્થાન થાય છે. એ જ રીતે નિષ્ક્રમણ સંસ્થિતિ અને પોતાના શિષ્યોને કહેવા. પાહુડ-૧૩નીમુનિદરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૪) [110 હે ભગવનું કયે સમયે ચંદ્રમાનો પ્રકાશ વધારે પ્રમાણમાં પ્રતિપાદિત. કરેલ છે? અથતુ શુકલપક્ષમાં ચંદ્રનો પ્રકાશ વધારે હોય છે. તેમ શિષ્યોને કહેવું. કૃષ્ણપક્ષ કરતાં શુકલપક્ષમાં વધારે પ્રમાણમાં પ્રકાશ હોય છે. જ્યારે ચંદ્ર કૃષ્ણપક્ષમાંથી શુકલપક્ષમાં પ્રવેશ કરે ત્યારે ચારસો બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસભાગ પ્રકાશ ધીરે ધીરે નિરંતર વધતો જાય છે. શુકલપક્ષની એકમ તિથિએ પહેલો પંદરમો ભાગ એટલે કે-બાસઠિયાભાગ સંબંધી ચોથા ભાગ પ્રમાણ યાવતું રાહુ વિમાનથી ચંદ્રમંડળનો આટલો પ્રદેશ પ્રકાશિત થાય છે. બીજના દિવસે બીજો પંદમાં થાવતું પંદરમી પૂર્ણિમા તિથિમાં પંદરમોભાગ રાહુ વિમાનથી ખુલ્લો થાય છે. અર્થાત્ સંપૂર્ણપણાથી પ્રકાશિત થાય છે. પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી કૃષ્ણપક્ષ કરતાં શુકલપક્ષમાં વધારે પ્રકાશ હોય છે. તેમ સ્વશિષ્યોને ઉપદેશ કરવો. જ્યોત્સનાનું પ્રમાણ સંખ્યાતીત હોય છે. તેમ પ્રતિપાદિત કરેલ છે. કૃષ્ણપક્ષમાં વધારે પ્રમાણમાં અંધકાર હોય છે. તેમ સ્વશિષ્યોને કહેવું. શુકલપક્ષની અપેક્ષાએ કૃષ્ણપક્ષમાં વધારે પડતો અંધકાર હોય છે. તેમ પ્રતિપાદિત કરેલ છે. શુકલપક્ષ કરતાં કૃષ્ણપક્ષમાં ગમન કરતો ચંદ્ર ચારસો બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસભાગોને આટલા મુહૂર્ત પ્રમાણ ચંદ્ર રાહુવિમાનથી ઢંકાઈ જાય છે. અંધકારના વધારે પણાનો ક્રમ આ પ્રમાણે છે. પ્રતિ પદા નામની પહેલી તિથિમાં પહેલો પંદરમો ભાગ ચારસોબેંતાલીસ મુહૂર્ત ભાગ તથા. એક મુહૂર્તના બાઠિયા બેંતાલી સભાગ યાવતું ચંદ્ર રાહુ વિમાનથી ઢંકાઈ જવાથી એટલા પ્રમાણવાળો ભાગ ચંદ્રનો કૃષ્ણવર્ણવાળો થાય છે. એ જ પ્રમાણે બીજની તિથિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org