________________ સરપનત્તિ-૧૨-૦૯-૧૦ અહોરાત્રના બાસઠિયા બાર ભાગ આ પ્રમાણે સંવત્સર પરિમાણના પરિજ્ઞાનથી અથતિ આ પ્રમાણેના ચાંદ્ર સંવત્સરના પ્રમાણને લઈને ગણવામાં આવતા બે માસ કંઈક વધારે બાઠિયા બે રાત્રિ દિવસથી કંઈક વધારે ઓગણસાઇઠ અહોરાત્રથી કહેવામાં આવેલ છે. તેમ સ્વશિષ્યોને ઉપદેશ કહેવો. કર્મસંવત્સરમાં ચાંદ્રસંવત્સરને અધિકૃત કરીને આ કથ્યમાન સ્વરૂપની છ અવમરાત્ર-ક્ષયતિથિ પ્રતિપાદિત કરેલ છે. એક કર્મસંવત્સરમાં ચોવીસ પર્વ હોય છે. કારણ કે સંવત્સરમાસ મા પ્રમાણનો હોય છે. દરેક માસમાં બે પર્વ અમાવાસ્યા અને પૂર્ણિમારૂપ હોય છે એ ચોવીસ પર્વોમાં ત્રીજા પર્વમાં, અગીયારમાં પર્વમાં પંદરમાં પર્વમાં ઓગણીસમાં પર્વમાં ત્રેવીસમાં પર્વમાં ક્ષય તિથિની સંભાવના હોવાથી છ અવ મરાત્ર-ક્ષય દિવસ કહેલા છે. પરંતુ રૂતુમાસ અથતિ કર્મમાસ અને ચાંદ્રમાસ પરસ્પર વિશ્લેષ અથતુ અંતર કરે તો જે અંશ પરસ્પરના અંતરનો ભાગ અથતુ અંતરના અંશ કે જે બાસઠિયા ત્રીસ ભારૂપ અંતરાંશ હોય છે. એજ એક માસ પ્રમાણવાળા કાળના અવમાત્રના ભાગ હોય છે જેમ કે કર્મ માસનું પ્રમાણ પૂરેપૂરા ત્રીસ અહોરાત્ર તુલ્ય હોય છે. ચાંદ્રમાસનું પ્રમાણ ઓગણત્રીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા બત્રીસ ભાગ હોય છે, અતએવા ચાંદ્રમાસના પરિમાણનો અને કર્મમાસના પરિમાણનો પરસ્પર વિશ્લેષ કરવામાં આવે છે. આવી રીતે વિશ્લેષ કરવાથી રહેલ અંશ બાસઠિયા ત્રીજા ભાગરૂપ હોય છે. આજ અવરાત્રના ભાગ હોય છે. આ જ પ્રમાણે અવમાત્રનો માસપૂર્ણ થતા સુધી હોય છે. એક બાસઠિયા ભાગ અવમરાત્ર-ક્ષય તિથિનો દિવસ થાય છે. એક અહોરાત્રમાં જે બે . તિથિનો પાત પંચાગમાં દેખાય છે તેમાં પહેલી તિથી હયમાન હોય છે. એટલે કે ક્ષય થાય છે. તેમ લોકવ્યવહારમાં કહેવાય છે. એ જ પ્રમાણે બાસઠ દિવસમાં એક એક દિવસ હીન-ઓછો થાય છે. અતિરાત્રની જીજ્ઞાસા કરવામાં આવે તો એક સંવત્સરમાં આ પ્રકારની છ છ સંખ્યાવાળી અતિરાત્રે એટલે કે વૃદ્ધિનો દિવસ પ્રતિપાદિત કરેલ છે. જે આ પ્રમાણે છે. ચોથું પર્વ વીત્યા પછી પહેલી વૃદ્ધિ તિથિ આવે છે. આઠમું પર્વ પુરૂં થયા પછી બીજી વૃદ્ધિ તિથિ આવે છે. બારમું પર્વ સમાપ્ત થયા પછી ત્રીજી વૃદ્ધિ તિથિ આવે છે. સોળમું પર્વ પુરૂં થયા પછી ચોથી અતિરાત્ર-વૃદ્ધિ તિથિ આવે છે. વીસમું પર્વ વીતી ગયા પછી પાંચમી વૃદ્ધિ તિથિ આવે છે. ચોવીસમું પર્વ વીત્યા પછી છઠ્ઠીવૃદ્ધિ તિથિ આવે છે. અવરાત્ર-ક્ષયતિથિ બેકમમાસની અપેક્ષાથી ચદ્રમાં સમાં થાય છે. અથતિ અમવરાત્રકમમાસની સજાતીય અથવું સાવન માસરૂપ હોય છે. તેમ સિદ્ધ થાય છે. ચાંદ્ર અને સાવનનું અંતર અવમ હોય છે. આ પ્રમાણે નિયમ કહેલ છે. આ છ અતિરાત્ર-અથતુિ અધિક તિથિ એક સંવત્સરમાં પ્રતિપાદિત કરેલ છે. તે સંવત્સર સૌરસંવત્સર છે. સૌર, સાવનના અંતરમાં અવમરાત્ર આવે છે. અહીંયાં પણ ચાંદ્ર માસની અપેક્ષાથી કર્મમાસની વિચારણા ભાવિત કરેલ છે. અતિરાત્ર-વૃદ્ધિ સૌરસંવત્સરમાં અને અવમાત્ર ક્ષયતિથિ ચાંદ્રસંવત્સરમાં થાય છે. સૂર્યની અપેક્ષાથી કર્મમાસની વિચારણામાં પ્રત્યેક વર્ષમાં છ અતિરાત્ર આવે છે. તેમ સમજવું. ચંદ્રમાસને અધિકૃત કરીને કર્મમાસની વિચારણામાં દરેક સંવત્સ રમાં છ અવમરાત્ર-ક્ષય આવે છે. તે પ્રમાણે જાણવું આનાથી એ સિદ્ધ થાય છે કે-જે અતિરાત્ર હોય છે તે સૌર સંવત્સરમાં હોય છે. તથા જે અવરાત્ર-ક્ષયતિથિ આવે છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org