Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 77
________________ પાહુડ-૧૩ બાસઠિયા છેતાલીસ ભાગ થાય છે. અમાવાસ્યાથી અમાવાસ્યા એક શુકલાદિ ચાંદ્રમાસ થાય છે. તેનું પ્રમાણ ઓગણત્રીસ રાતદિવસ તથા એક રાતદિવસના બાસ ઠિયા બત્રીસભાગ થાય છે. પુનમથી પુનમ પર્યન્તનો સમય પણ કૃણાદિ ચાંદ્રમાસ હોય છે, તેથી અહીંયા પણ મુહૂર્તપરિમાણ એ જ પ્રમાણે થાય છે, પૂર્વ પ્રતિપાદિત મુહૂર્તપરિ માણ આઠસો પંચાશી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બત્રીસ ભાગ આટલા મુહૂતપ્રમાણનો એક ચાંદ્રમાસ થાય છે. પહેલાં કહેલ ચાંદ્રમાનો અર્ધો ભાગ અથતુ એક પક્ષમાં ચંદ્ર કેટલા મંડળને પુરે છે. ચૌદ મંડળોમાં ચંદ્ર ગમન કરે છે, ચૌદ મંડળો પુરા અને પંદરમા મંડળના ચોથા ભાગ અથતિ સવા ચૌદ મંડળમાં ભ્રમણ કરે છે. સૌર સંક્રાંતિની અવધિરૂપ અધમાસ પ્રમાણવાળા સમયમાં ચંદ્ર કેટલા મંડળમાં સંચરણ કરે છે ? આદિત્ય અધમાસથી ચંદ્ર સોળ મંડળમાં ભ્રમણ કરે છે. સોળ મંડળચારી એજ ચંદ્રનો ઉદય થાય છે. અને બીજા બે અષ્ટક એકસો ચોવીસભાગ આઠભાગ તુલ્ય કે જેને કોઈ બીજા ચંદ્ર ભોગવેલ હોય એજ ચંદ્ર સ્વયં પ્રવેશ કરીને ગતિ કરે છે. આ બે અષ્ટકો એકસોચોવીસના આઠમાભાગ પ્રમાણને કોઈએ પહેલાં ઉપભોગ ન કરેલમાં ચંદ્ર સ્વયં પ્રવેશિને ગમન કરે છે. એ અષ્ટકના સમયનું પ્રતિપાદન આ પ્રમાણે છે. સવવ્યંતર મંડળથી ધીરેધીરે બહાર નિકળતો ચંદ્ર જ્યારે અમાસના અંતમાં ગમન કરે છે. ત્યારે એક અષ્ટક આ રીતે થાય છે, જેનો પહેલાં કોઇએ ઉપભોગ કરેલ ન હોય ત્યારે ચંદ્ર સ્વયં ત્યાં પ્રવેશ કરીને સંચરણ કરે છે. આ પ્રમાણે બધા બાહ્ય મંડળથી ધીરેધીરે દરની તરફ પ્રવેશ કરીને ચંદ્ર જ્યારે પૂર્ણિમાના અંતમાં આવે છે. ત્યારે કોઈએ ઉપભોગ ન કરેલ હોય એવા બીજા મંડળમાં પ્રવેશ કરીને ગમન કરે છે. આ પ્રમાણે બે અષ્ટકો હોય છે. આ પહેલાં કહેવામાં આવેલા અમાસની અંતમાં તથા પૂર્ણિમાની અંતમાં રહેલા બે અષ્ટકો એવા હોય છે કે જેને બીજા કોઈએ પહેલા ભોગવેલ ન હોય કે જ્યાં ચંદ્ર પોતે પ્રવેશ કરીને ગતિ કરે છે. પહેલાં અયનમાં પ્રવેશેલ ચંદ્ર દક્ષિણ ભાગથી અત્યંતર મંડળની તરફ પ્રવેશ કરે ત્યારે સાત અર્ધમંડળો થાય છે. જેને ચંદ્ર દક્ષિણ ભાગથી અત્યંતરાભિમુખ પ્રવેશ કરીને આકમિત. કરે છે. એ મંડળમાં ગમન કરે છે. વાસ્તવિક રીતે બે ચંદ્ર એક ચાંદ્રમાસથી ચૌદમંડળો. પૂરા કરીને પંદરમા મંડળના એક સોચોવીસીયા બત્રિસિયાભાગને પોત પોતાના ભ્રમણથી પુરિત કરે છે. આ પ્રકારના એજ સાત અધમંડળો હોય છે. કે જેમાં ચંદ્ર અભ્યતરાભિમુખ ગમન કરીને મંડળોના દક્ષિણભાગથી તેતે મંડળોમાં પ્રવેશ કરીને સંચરણ કરે છે. હવે એજ મંડળોને બતાવે છે. દક્ષિણ ભાગથી અત્યંતર મંડલાભિમુખ પ્રવિષ્ટ થયેલ ચંદ્રના એજ સાત અધમંડળો હોય છે. કે જે મંડળોનું અહીં પ્રતિપાદન કરેલ છે. અને યુગ્મ સાત અધી મંડળો હોય છે. બીજું અર્ધમંડળ, ચોથું અર્ધમંડળ છઠ્ઠ, અર્ધમંડળ આઠમું અર્ધમંડળ દસમું અર્ધમંડળ, બારમું અધમંડળ, અને ચૌદમું અર્ધમંડળ આ પ્રમાણે સાત અધ મંડળો હોય છે. પહેલાં કહેલ બીજું ચોથા ઈત્યાદિ યુગ્મ અધમંડળો સાત થાય છે. જે મંડળીમાં ચંદ્ર સર્વ બાહ્ય નામના પંદરમા મંડળથી આરંભ કરીને અંતરાભિમુખ પ્રવેશ કરીને ગમન કરે છે. પહેલા અયનમાં ગમન કરતો ચંદ્ર પૂર્વોક્ત મંડળોમાં ઉત્તર ભાગથી આરંભ કરીને અંતરાભિમુખ પ્રવેશ કરીને ચંદ્ર વફ્ટમાણ પ્રકારના છ અર્ધમંડળ પુરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102