Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 75
________________ પાહુડ-૧૨' ભાગના સડસઠિયા તેત્રીસ ભાગ આટલું પ્રમાણ પુષ્ય નક્ષત્રનું જ્યારે શેષ રહે છે. ત્યાં જ વર્તમાન રહીને ચંદ્ર ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. ઉત્તરાષાઢા નક્ષત્રના અન્તભાગમાં વર્તમાન રહીને સૂર્ય ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. ચોથી આવૃત્તિના પ્રવર્તન કાળમાં ચંદ્ર મૂળ નક્ષત્રની સાથે રહે છે. ચોથી આવૃત્તિના પ્રવર્તનકાળમાં મૂળ નક્ષત્રના છ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઠાવન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસ ઠિયા વીસ ભાગ આટલા પ્રમાણના મુહૂતદિ શેષ રહે ત્યારે ચંદ્ર ચોથી આવૃત્તિના પ્રવર્તન કાળમાં ત્યાં વર્તમાન રહે છે. ઉત્તરાષાઢા નક્ષત્રના અંતભાગમાં વર્તમાન રહીને માઘમાસાભાવિની હેમન્તકાળની ચોથી આવૃત્તિને સૂર્ય પ્રવર્તિત કરે છે. સંવત્સરોમાં માઘમાસભાવિની હેમંતકાળની પાંચમી આવૃત્તિમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ કરીને પ્રવર્તિત કરે છે. કૃત્તિકા નક્ષત્રની સાથે ચંદ્રયોગ કરે છે. પાંચમી આવૃત્તિના પ્રવ નકાળમાં કૃતિકાનક્ષત્રના અઢાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છ ચૂર્ણિકા ભાગ આટલું મુહૂતાદિ પ્રમાણ કૃતિકા નક્ષત્રનું જ્યારે શેષ રહે ત્યાં આગળ વર્તમાન રહીને ચંદ્ર માઘમાસભાવિની પાંચમી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. પાંચમી આવૃત્તિના પ્રવર્તનકાળમાં ઉત્તરાષાઢા, નક્ષત્રના અંતના ભાગમાં સૂર્ય અભિજીતુ વિગેરે નક્ષત્રની સાથે રહે છે. પાંચ વર્ષના પ્રમાણવાળા યુગમાં આ દસ પ્રકારનો રોગ પ્રતિપાદિત કરેલ છે. વૃષભનું જાત યોગ વેણુકાનુજાત યોગ મંચ યોગ મંતાતિમંચ યોગ છત્ર યોગ છત્રાતિછત્ર યોગ યુગનદ્ધ યોગ ધનસંમર્દ યોગ પ્રીણિત યોગ મંડૂકલ્પયુત યોગ ચંદ્ર સૂર્ય અને નક્ષત્ર પ્રતિનિયત ગતિવાળા હોય છે. અને ગ્રહો અનિયત તિવાળા હોય છે. પહેલાં કહેલ પાંચ સંવત્સરોમાં જે છત્રાતિછત્ર નામનો છઠ્ઠો યોગ છે તેને ચંદ્ર કયા પ્રદેશ વિશેષમાં રહીને યોગ કરે છે? જંબૂદ્વપ નામના દ્વીપના પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણના ક્રમથી લંબાય માન જીવા અથતું દોરીથી મંડળના એકસો ચોવીસ વિભાગ કરીને દક્ષિણ પશ્ચિમમાં એટલેકે નૈઋત્ય ખૂણામાં મંડળના ચતુથાશ પ્રદેશમાં સત્યાવીશ અંશોને ભોગવીને તથા અઠ્યાવીસમા ભાગને વીસથી ભાગીને તેના અઢાર અંશોને ગ્રહણ કરીને તે ત્રણ અંશો અને બે કળાથી નૈઋત્ય કોણને પ્રાપ્ત કર્યા પહેલાં અથતું. નૈઋત્ય કોણની નજીક ચંદ્ર રહે છે, આ પ્રમાણે ભ્રમણ કરતો એ ચંદ્ર છત્રાતિ છત્ર નામના છઠ્ઠા યોગને પૂરિત કરે છે. છત્રાતિછત્ર નામના યોગના ઉત્પત્તિ કાળમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ કરીને રહે છે? ચિત્રા નક્ષત્રના અંત ભાગમાં વર્તમાન રહે છે. પાહુડ-૧૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૩) [107-109] હે ભગવનું આપે કેવા પ્રકારથી ચંદ્રમાની ક્ષયવૃદ્ધિ પ્રતિપાદિત કરેલ છે ? આઠસોપંચાશી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રીસ ભાગ ચંદ્રમાનો વૃદ્ધિક્ષય પ્રતિપાદિત કરેલ છે. આ સંપૂર્ણ ચાંદ્રમાસની વ્યવસ્થા કહેલ છે. જ્યોત્સના પક્ષથી અર્થાતુ શુકલપક્ષથી અંધકારપક્ષ એટલેકે કૃષ્ણપક્ષમાં ગમન કરીને ચંદ્ર ચારસો બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસયિા છેંતાલીસ ભાગ યાવતુ અપવૃદ્ધિ-ક્ષય કરે છે. આટલા મુહૂર્ત પ્રમાણમાં ચંદ્ર રાહુના વિમાનની પ્રભાથી રેજીત થાય છે. એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102