________________ સૂરપનરિ-૧૩-૧૦૧૦૯ ચાંદ્રમાસમાં બે પક્ષો હોય છે. તેમાં એક પક્ષમાં ચાંદ્રમાસ ની વૃદ્ધિ થાય છે. અને બીજા પક્ષમાં અપવૃદ્ધિ-ક્ષય થાય છે. ચાંદ્રમાસનું પરિમાણ ઓગણત્રીસ અહોરાત્ર સુધીનું હોય છે. એક અહોરાત્રના બાસઠિયા બત્રીસભાગ થાય છે. આ અહોરાત્રના ત્રીસ મુહૂર્ત કરવા માટે ઓગણત્રીસનો ત્રણથી ગુણાકાર કરવાથી આઠસોસીતેર મુહૂર્ત થાય છે. તથા જે અહોરાત્રના બાસયિા બત્રીસ ભાગ છે. તેનો પણ મુહૂતત્મિક ભાગ કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવાથી નવસોસાઈઠ આવે છે, તેનો બાસઠથી ભાગાકાર કરવાથી પંદર મુહૂર્ત થાય છે. તથા બાસઠિયા ત્રીસ ભાગ શેષ રહે છે. જે પંદર મુહૂર્ત થાય છે તેને પહેલાં કહેલ આઠસોસિત્તેરની સાથે મેળવાથી આઠસોપંચાસી મુહૂર્ત થાય છે. તથા બાસ ઠિયા ત્રીસભાગ શેષ વધે છે. આ રીતે આઠસોપંચાસી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસ ઠિયા ત્રીસભાગ થાય છે.. તે પહેલાં એટલેકે પક્ષની આદિ પ્રતિપાદાતિથી સમાપ્ત થાય તો પુરેપુરો પંદરમો ભાગ રક્ત થાય છે. બીજની તિથિ સમાપ્ત થાય તો બીજો પંદરમો ભાગ પરે પુરો પંદરમો ભાગ રક્ત થાય છે. બીજની તિથિ સમાપ્ત થાય તો બીજો પંદરમો ભાગ. પુરેપુરો લાલ થાય છે. ત્રીજ તિથિ સમાપ્ત થાય તો ત્રીજો પંદરમો ભાગ લાલ થાય છે આ પ્રમાણે ક્રમથી યાવતુ પંદરમી તિથિ સમાપ્ત થાય તો પંદરમો ભાગ લાલ થાય છે. આ પંદરમી તિથિના અંતના સમયમાં પંદર ચંદ્ર સવત્મના રાહુ વિમાનની પ્રભાથી લાલ થાય છે. આ પંદરમી તિથિ કૃષ્ણપક્ષમાં અમાવાસ્યા નામની તિથિ હોય છે. કૃષ્ણપક્ષથી શુકલપક્ષમાં ગમન કરતો ચંદ્ર ચારસોબેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાઠિયા છેંતાલીસ ભાગ યાવતુ આટલા કાળ પર્યન્ત ચંદ્ર વધે છે. યથોક્ત સંખ્યાવાળા મુહૂર્તમાં ચંદ્ર ધીમે ધીમે ગમન કરવાથી વિરક્ત એટલે કે પ્રકાશની વૃદ્ધિ કરે છે. પ્રકાશ વૃદ્ધિનો ક્રમ આ પ્રમાણે છે શુકલ પક્ષના આરંભની એકમની તિથિએ પહેલો ભાગ એટલે કે પૂરેપૂરો પંદરમો ભાગ પ્રકાશિત થાય છે, તે પછી બીજને દિવસે બીજો પુરેપુરો પંદરમો ભાગ યાવતુ પ્રકાશિત થાય છે. એ જ પ્રમાણે ત્રીજના દિવસે તે તે ભાગના વૃદ્ધિના ક્રમથી લાલ થાય છે, યાવતુ પંદરમી તિથિએ પંદરે ભાગથી યાવતુ ચંદ્ર પ્રકાશિત થાય છે. પૂર્ણિમા તિથિના અંતના સમયને છોડીને શુકલપક્ષના પ્રથમ સમયથી આરંભ કરીને બાકીના સમયમાં ચંદ્ર લાલ પણ થાય છે અને વિરક્ત પણ થાય છે. એક યુગમાં પહેલાના કથન પ્રમાણે બાસઠ પૂર્ણિમા હોય છે, અને બાસઠ અમાસ હોય છે, ચંદ્રમાના પૂર્વકથિત સંપૂર્ણ વિરાગ એટલે કે રાગનો અભાવ છે, આજ ચંદ્રમાનું પૂર્વકથિત સ્વરૂપાત્મક રાગપણ કહેવામાં આવેલ છે, બાસઠ અમાવાસ્યાવાળા યુગમાં ચંદ્રનો સમગ્ર દેખાતો ભાગ રાહુ વિમાનથી ઢંકાઈ જવાથી એટલે કે સંપૂર્ણ રાગયુક્ત બાસઠ અમાવાસ્યામાં થાય છે, તથા આ પહેલા કહેલ સ્વરૂપવાળા યુગમાં ચંદ્રમાનું સર્વપ્રકાર નું રાગરહિતપણું બાસઠ પૂર્ણિમામાં હોય છે. અમાસ અને પૂર્ણિમારૂપ પર્વો એકસો ચોવીસ થાય છે. આ પહેલા કહેલ સઘળું રાગવિરાગનું સ્વરૂપ રક્ત સ્વચ્છયોગ પણ એકસોચોવીસ થાય છે. પાંચ સંવત્સરોનો જેટલી સંખ્યાવાળો સમય અતિ એકસો ચોવીસ પ્રમાણ સમયથી યાવતું કાલ ન્યૂન અથતુ એકસોતેવીસથી કંઈક વધારે સમય આટલો પરિમિત સમય અસંખ્યાતા અથવુ અપરિચિત દેશરાગ વિરાગ સમય હોય છે. અમાવાસ્યા અને પૂર્ણિમાનું અંતર ચારસોએ બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org