Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 73
________________ પાહુડ-૧૨ ચાંદ્રસંવત્સરમાં આવે છે. પાંચ વર્ષવાળા યુગમાં આ પ્રકારવાળી પાંચ વષકાળમાં થનારી અને પાંચ હેમંતકાળ માં થવાવાળી આ પ્રમાણે દસ આવર્તનરૂપ એટલે કે વાર વાર દક્ષિણ ઉત્તરના ગમનરૂપ સંચલન અર્થાતુ અયન રૂ૫ ગતિ પ્રતિપાદિત કરેલ છે. પાંચ વર્ષવાળા એક યુગમાં સૂર્યની દસ આવૃત્તિયો થાય છે. તથા ચંદ્રની એકસોચોત્રીસ આવૃત્તિયો થાય છે. તેથી અહીંયાં સૂર્યના અને ચંદ્રના જેટલા અયન હોય છે, તેટલી આવૃત્તિ થાય છે. એ નિશ્ચિત છે. એક સંવત્સરમાં ત્રણસોછાસઠ દિવસ હોય છે, તથા. એક મંડળભ્રમણનું પરિમાણ એકસો ત્રાશી અહોરાત્ર હોય છે. એક યુગમાં અઢાર સોતીસ દિવસો હોય છે. વિગેરે તમામ પહેલાં પ્રતિપાદિત કરેલ જો સૂર્યની આવૃત્તિમાં તિથિ જાણવી હોય તો વિશેષ તિથિ યુક્ત જે આવૃત્તિ જાણવી હોય એ સંખ્યામાંથી એક કમ કરવો, તે પછી એ સંખ્યાથી એકસો ત્રાશીનો ગુણાકાર કરવો એકસો વ્યાશીમાંથી એક ન્યૂન કરેલ આવૃત્તિથી ગુણાકાર કરવો. ગુણાકાર કરીને જે સંખ્યાથી એકસો ત્રા શીનો ગુણાકાર કરેલ હોય તેને ત્રણગણા કરવા, ગુણાકાર કરીને તેમાં એક ઉમેરવો. પછી જેટલી સંખ્યા થાય તે સંખ્યાને આગળની સંખ્યામાં મેળવવી તે પછી પંદર થી. તેનો ભાગ કરવો. ભાગ કરવાથી જે ફલ આવે એ તિથિમાં એટલી સંખ્યાના પર્વ વીત્યા પછી તે વિવક્ષિત અયનગતિરૂપ આવૃત્તિ પરાવર્તિત થાય છે. અને જે અંશ શેષ રૂપ રહે છે. એટલા દિવસ સમજવા. એટલા દિવસના પછીના દિવસમાં આવૃત્તિ થાય છે, અહીં આવૃત્તિનો ક્રમ આ પ્રમાણે થાય છે અહીં યુગમાં પહેલી આવૃત્તિ દક્ષિ, ણાયન ચલનરૂપ પ્રવૃત્તિ શ્રાવણ માસમાં થાય છે. બીજી આવૃત્તિ ઉત્તરાયણ ગતિરૂપ માઘમાસ માં થાય છે. ત્રીજી આવૃત્તિ ફરીથી શ્રાવણમાસમાં થાય છે ચોથી આવૃત્તિ ફરીથી માઘમાસમાં પાંચમી આવૃત્તિ ફરીથી શ્રાવણ માસમાં છઠ્ઠી ફરીથી માઘ માસમાં, સાત મી પાછી શ્રાવણ માસમાં આઠમી ફરીથી માઘમાસમાં નવમી આવૃત્તિ ફરીથી શ્રાવણ માસમાં દસમી આવૃત્તિ ફરીથી માઘમાસમાં આ પ્રમાણેદસ આવૃત્તિ થી યુગની સમાપ્તિ થાય છે. તેથી સૂર્યની દસ આવૃત્તિ છે તેમ કહ્યું છે. સૂર્યની પહેલી આવૃત્તિના સમયે ચંદ્ર અભિજીત નક્ષત્રની સાથે યોગ યુક્ત થાય છે. અભિજીતુ નક્ષત્ર ના પહેલા સમયમાં પ્રવર્તમાન ચંદ્ર, સૂર્યની પહેલી આવૃત્તિમાં હોય છે. એ સમયે સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યોગ કરીને એ પહેલી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. પુષ્ય નક્ષત્રના. ઓગણત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથે બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના તેત્રીસ ચૂર્ણિકા ભાગ આટલું પ્રમાણ શેષ રહે ત્યારે સૂર્ય પહેલી વર્ષાકાલભાવિની આવૃત્તને પૂર્ણ કરે છે. સંસ્થાન શબ્દની પ્રસિદ્ધિ પ્રવચના દિમાં મૃગશિરા નક્ષત્રમાં દેખાય છે. તેથી આ પ્રમાણેનો ઉત્તર શ્રીભગવાને સંક્ષેપથી કહેલ છે. તે સમયે મૃગશિરા નક્ષત્રના અગીયાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણચાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ત્રેપન ચૂર્ણિકા ભાગ શેષ રહે બીજી આવૃત્તિના પ્રવર્તન સમમયાં સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યોગ કરીને રહે છે. પુષ્ય નક્ષત્રના મુહૂર્ત વિભાગ વિષે જે પ્રમાણે પહેલી વષકાળની આવૃત્તિના કથન સમયમાં મુહૂર્ત વિભાગનું પ્રતિપાદન કરેલ છે, એજ પ્રમાણે અહીં પણ સમજી લેવું. વિશાખા નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર શ્રાવણમાસ ભાવિની ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. ચંદ્રની ત્રીજી આવૃત્તિના સમયે વિશાખા નક્ષત્રના તેર મુહૂર્ત પુરા તથા એક મુહૂર્તના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102