________________ સૂરપન્નત્તિ-૧૦૨૨૮૭-૯૭ વિવક્ષિત કાળમાં તથા વિવક્ષિત મંડળ પ્રદેશમાં આ પ્રત્યક્ષથી ઉપલભ્ય માન ભરતક્ષેત્ર પ્રકાશક પહેલો સૂર્ય પણ ગતિ સમાપનક થાય છે. આ પૂર્વોક્ત પ્રકારથી ગ્રહના વિષયમાં તથા નક્ષત્રના વિષયમાં પણ બે-બે આલાપકો કહી લેવા પાહુડ-૧૦/૨૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | પાહુડ-૧૦-ગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૧) [98] સંવત્સરીનો પ્રારંભ સમય કઈ રીતે પ્રતિપાદિત કરેલ છે ? તે કહો પાંચ સંવત્સરવાળા યુગમાં પાંચ સંવત્સરોના નામ આ પ્રમાણે છે. ચાંદ્ર, ચાંદ્ર. અભિવર્ધિત. ચાંદ્ર અને અભિવર્ધિત ! આ પાંચ સંવત્સરોમાં પહેલા ચાંદ્ર સંવત્સરનો આદિ એટલે કે પ્રારંભ કાળ કયો કહેલ છે? શ્રીભગવાનું કહે છે. પાછલા યુગમાં રહેલ ચંદ્રના ભ્રમણ ક્રમથી રહેલ પાંચમા અભિવર્તિત નામના સંવત્સરના સમાપ્તિ કાળ પછી આગળ રહેલ જે સમયે તેજ સવદિ ચાંદ્ર સંવત્સરનો આદિ થાય છે. પૂર્વપ્રતિપાદિત યુક્તિથીજ વૃત્ત પરિધિમાં ચંદ્રાકારથી રહેલ બીજા ચાંદ્ર સંવત્સરનો જે આરંભ કાળ હોય છે, તેનાથી વગર વ્યવધાનથી જે સમય એજ કાળ પહેલા ચાંદ્ર સંવત્સરનો પ્રથમ સંવત્સા રની સમાપ્તિકાળ હોય છે. અહીં ઉત્તરાષાઢા નક્ષત્ર છે, તેથી પહેલાં ચાંદ્ર સંવત્સરના અંત સમયમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યોગ કરે છે. પહેલા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમમમાં ચંદ્રની સાથે રહેલ ઉત્તરાષાઢા નક્ષત્રના છવ્વીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છવ્વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચોપન ભાગ આટલો ભાગ વીતી ગયા પછી બાકીના ભાગોમાં પહેલું ચાંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે, પહેલા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિકાળમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ યુક્ત રહે છે, પહેલા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ સમયમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રના સોળ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસયિા આઠ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગો કરીને વીસ ચૂર્ણિકા ભાગ શેષ રહે એટલે કે પુનર્વસુ નક્ષત્રના આટલા ભાગ વીતી ગયા બાદ બાકીના ભાગમાં પહેલું ચાંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે. જે પહેલા ચાંદ્ર સંવત્સરનો સમાપ્તિકાળ હોય છે એજ બીજા ચાંદ્ર સંવત્સરનો આરંભકાળ હોય છે. સમય પણ એજ અવ્યવહિત હોય છે. અહીં પણ પૂર્વકથન પ્રમાણે પ્રારંભ અને સમાપ્તિકાળ એક જ હોવાથી ત્રીજા અભિવધિત સંવત્સરનો જે પ્રારંભ સમય છે એજ બીજા ચાંદ્ર સંવત્સરનો સમાપ્તિકાળ કહેલ છે, બીજા ચંદ્ર સંવત્સરની સમાપ્તિ કાળમાં ચંદ્ર પૂવષાઢા નક્ષત્રની સાથે યોગ યુક્ત હોય છે. બીજા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિકાળમાં ચંદ્રની સાથે રહેલ પૂર્વાષાઢા નક્ષત્રના સાત મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રેપન ભાગ તથા બાસ ઠિયા એક ભાગના સડસ ઠિયા ભાગ કરીને તેના એકતાલીસ ચૂર્ણિકા ભાગ અથતું બાઠિયા એક ભાગના સડસઠિયા એકતાલીસ ભાગ શેષ રહે એ સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ યુક્ત હોય છે. બીજા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્યના યોગવાળા પુનર્વસુ નક્ષત્રના બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સાત ભાગ આટલા ભાગ વીત્યા પછી અને બાકીના ભાગ શેષરૂપ રહે ત્યારે બીજું ચાંદ્રસંવત્સર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org