________________ 66 સૂરપનત્તિ-૧૧-૯૮ છે. બીજા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ ચોવીસમી પૂર્ણિમા સમાપ્ત થાય ત્યારે થાય છે. સૂર્યની સાથે યોગયુક્ત પુનર્વસુ નક્ષત્રના બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સાત ભાગ શેષ રહે છે. અભિવર્ધિત સંવત્સર તેર મહીનામાં પૂરું થાય છે, તેથી ત્રીજા અભિવર્ધિત સંવત્સ રની સમાપ્તિ સાડત્રીસ પૂર્ણિમાથી થાય છે, તે સમયે સૂર્યની સાથે યોગયુક્ત પુનર્વસુ નક્ષત્રના બે મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છપ્પન ભાગ તથા બાસઠિયાં એક ભાગના સડસઠિયા સાઠ ભાગ શેષ રહે છે. ચોથા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિકાળમાં ઓગણપચાસ પુનમો થાય છે. તેથી અહીંયાં ઓગણપચાસ ગુણક હોય છે. હવે તે સમયે સૂર્યની સાથે રહેલ પુનર્વસુ નક્ષત્રના મુહૂર્ત વિભાગના સંબંધમાં કથન છે. ચોથા ચાંદ્રસંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્યની સાથે યોગ યુક્ત પુનર્વસુ નક્ષત્રના ઓગણ ત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકવીસ ભાગ તથા બાઠિયા એક ભાગને સડસઠ ભાગ કરીને તેના સુડતાલીસ ચૂર્ણિકા ભાગ શેષ વધે છે. હવે પાંચમા અભિ વર્ધિત સંવત્સરની સમાપ્તિ બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિ કાળમાં થાય છે. તેથી અહીં બાસઠ ગુણક હોય છે. ચંદ્ર નક્ષત્ર યોગ પરિમાણ તથા સૂર્ય નક્ષત્રયોગ પરિમાણ મૂળમાં જે કહેલ છે. એ જ પ્રમાણે જૂનાધિક વિના ક્રમથી અહીં પણ સમજી લેવા, પાહુડ-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ છે (પાહુડ-૧૨) 9i-106] હે ભગવાન કેટલા અને કયા નામવાલા સંવત્સરો કહ્યા છે? પાંચ નામવાળા પાંચ સંવત્સરો પ્રતિપાદિત કરેલ છે. નક્ષત્ર સંવત્સર, ચાંદ્ર સંવસ્તરતુ સંવત્સર, આદિત્ય સંવત્સર અને અભિવર્ધિત સંવત્સર પહેલું નક્ષત્ર સંવત્સર જે નક્ષત્ર માસ હોય છે, તે તીસ મુહૂર્ત પ્રમાણવાળા અહોરાત્રથી ગણત્રી કરવામાં આવે તો કેટલા અહોરાત્ર પરિણાણવાળા પ્રતિપાદિત કરેલ છે ? રાત્રિ દિવસના પરિમાણ વિશે કહે છે કે સત્યાવીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના સડસઠિયા એકવીસ ભાગ આ રીતે સાવયવ રાત દિવસના પ્રમાણથી એક નક્ષત્ર માસ પ્રતિપાદિત કરેલ છે તેમ સ્વશિષ્યોને ઉપદેશ કરવો, પૂર્વોક્ત નક્ષત્ર માસ કેટલા પરિમાણવાળો મુહૂતગ્રંથી પ્રતિ પાદિત કરેલ છે? આઠસો ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના સડસઠિયાં સત્યાવીસ ભાગ અથતુ એક નક્ષત્ર માસનું સમગ્ર મુહૂર્તપરિમાણ થાય છે. આ પહેલાં કહેલ નક્ષત્ર માસ સંબંધી મુહૂર્ત પરિમાણ રૂપ અંતરનો બાર થી ગુણાકાર કરવાથી નક્ષત્રસંવત્સરનું પરિમાણ થઈ જાય છે. નક્ષત્ર સંવત્સરનું પરિમાણ ત્રણસો સત્યાવીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા એકાવન, ભાગ આટલા રાત્રિદિવસથી નક્ષત્ર સંવત્સર પ્રતિપાદિત કરેલ છે, પૂર્વકથિત નક્ષત્ર સંવત્સ રનું પરિમાણ નવ હજાર આઠસો બત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના સડસઠિયા છપ્પન ભાગ આટલા મુહૂર્ત પરિમાણથી એક નક્ષત્ર સંવત્સર પ્રતિપાદિત કરેલ છે. આ મનુષ્ય લોકમાં જેબૂદીપમાં પ્રત્યેક સૂર્ય સંવત્સરમાં અને પ્રત્યેક ચંદ્રસંવત્સરમાં નિશ્ચયરૂપે આ કહેવામાં આવનાર છે ઋતુઓ પ્રતિપાદિત કરેલ છે. પ્રાવૃડુ વષરાત્ર શરદરૂઋતુ, હેમન્તતુ, વસંતઋતુ છઠ્ઠી. ગ્રીષ્મઋતુ એક ઋતુ માસ ત્રીસ અહોરાત્ર પ્રમાણનો હોય છે. ત્રીસ અહોરાત્રથી માસ પૂર્ણ થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org