________________ પાહુડ-૧૨ એ ચાંદ્રમાસ નવસો મૂહૂર્ત પરિમાણવાળો પ્રતિ પાદિત કરેલ છે. પૂર્વોક્ત રાત્રિદિવસના પ્રમાણ અને મુહૂર્તના પ્રમાણરૂપ કાળનો બારથી ગુણાકાર કરે તો તુસંવત્સર થાય છે. ઋતુસંવત્સરના અહોરાત્રનું પરિમાણ ત્રણસોસાઠ રાત્રિ દિવસના પરિમાણવાળું પ્રતિપાદન કરેલ છે. એ તુ સંવત્સરમાં દસ હજાર અને આઠસો મુહૂર્ત પરિમાણ હોય છે. ત્રીસ અહોરાત્ર પૂરા તથા એક રાત્રિદિવસનો અધભાગ અથતુ સાડી ત્રીસ અહો રાત્રવાળા રાત્રિદિવસના પરિમાણથી એક સૂર્યમાસ અથતુ સૌરમાસ પ્રતિપાદિત કરેલ છે, એક સૂર્યમાસ નવસો પંદર મુહૂર્તપરિમાણવાળો પ્રતિપાદિત કરેલ છે. આ પૂર્વ કથિત રાત્રિ દિવસના પરિમાણવાળા કે મુહૂર્ત પરિમાણવાળા અદ્ધા અથતિ કાળનો બારથી ગુણાકાર કરે તો સૂર્ય સંબંધી સૌર સંવત્સર થાય છે, ત્રણસો છાસઠ અહોરાત્ર પરિમાણવાળું આદિત્ય સંવત્સર પ્રતિપાદિત કરેલ છે આદિત્યસંવત્સરનું મુહૂર્તપરિમાણ 10980 મુહૂર્ત પરિમાણવાળું આદિત્ય સંવત્સર કહેલ છે. એ અભિવર્ધિતમાસનું મુહૂર્ત પરિમાણ એકત્રીસ અહોરાત્ર તથા ઓગણત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સત્તર ભાગ આટલા પ્રમાણવાળા રાત્રિદિવસના પરિમાણથી યુક્ત પ્રતિપાદિત કરેલ છે, તેમ સ્વશિષ્યોને કહેવું. નવસો ઓગણસાઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સત્તરભાગ વાળો કહેલ છે. અર્થાત્ આ અભિવધિત માસ નવસો ઓગણસાઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસયિા સત્તર ભાગ આટલા પરિમાણ વાળો આભિવર્ધિતમાસ પૂર્ણ થતો પ્રતિપાદિત કરેલ છે. આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. આ પૂર્વ રાત્રિદિવસના પરિમાણવાળી કે મુહૂર્ત પરિમાણ વાળી અદ્ધા અથતુ પરિભાષા રૂપથી સિદ્ધ કાળ વિશેષ નો બારથી ગુણાકાર કરે તો ગુણન ફળ જે આવે એટલા પરિમાણ વાળું અભિ વર્ધિત સંવત્સર કહેલ છે. આ અભિ વર્ધિત સંવત્સર ત્રણસો વ્યાશી અહોરાત્ર તથા એકવીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બા. સઠિયા અઢાર ભાગ આટલા રાત્રિ દિવસના પરિમાણવાળું અભિવર્ધિત સંવત્સર પ્રતિપાદિત કરેલ છે. એ અભિવર્ધિતસંવત્સરનું મુહૂર્તપરિમાણ ૧૧પ૧૧ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાઠિયા અઢાર ભાગ આટલું મૂહૂર્ત પરિમાણ એક અભિવર્ધિત સંવત્સ રનું થાય છે. અથવા બીજી રીતે મુહૂર્ત પરિમાણ કહેવામાં આવે છે. જેમકે અભિવધિત સંવત્સરનું ખાસ ઠિયા અઢાર ભાગ થાય છે. 11511 મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસ ડ્યિા અઢાર ભાગ આટલા પ્રમાણવાળા મુહૂર્ત પરિમાણથી અભિવર્ધિત સંવત્સર યથો ક્ત પરિમાણથી પરિપૂર્ણ થાય છે. આ રીતે પાંચે સંવત્સરોનું પરિમાણ કહેવામાં આવેલ છે. હે ભગવનું ! સઘળા પાંચે સંવત્સરથી મળેલ સંપૂર્ણ યુગ કેટલા રાત્રિ દિવસના પરિમાણવાળો કહેલ છે ? સંપૂર્ણ યુગનું પરિમાણ સત્તરસો એકાણુ અહોરાત્ર તથા ઓગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા સત્તાવન ભાગ થાય છે તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના પંચાવન ચૂર્ણિકા ભાગ અથતુ આટલા સાવવા અહોરાત્ર પરિમાણથી સંપૂર્ણ એક યુગનું પરિમાણ થાય છે. પહેલા નાક્ષત્રસંવત્સરનું પરિમાણ 327 અહોરાત્ર તથા એક અહોરાત્રના સડસઠિયા એકાવન ભાગ છે. બીજા ચંદ્રસંવત્સરનું પરિમાણ ત્રણસો ચોપન અહોરાત્ર તથા એક રાત્રિદિવસના બાસઠિયા બાર ભાગ આ રીતે ચાંદસંવત્સરનું પરિમાણ ત્રીજા ઋતુ સંવત્સરનું પરિમાણ ત્રણસોસાઠ રાત્રિ દિવસ પરિમાણવાનું કહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org