________________ પાહુડ-૧૦ પાહુડ-પાહુડ-૨૨ આઠસો ઓગણીસ મુહૂર્ત તથા ક મુહૂર્તના ખાસ ઠિયા ચોવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ આ રીતે નક્ષત્રોના વિભાગ કરીને ફરીથી એજ ચંદ્ર બીજા સમાન અર્થબોધક નામવાળા નક્ષત્રની સાથે નિવાસ કરે છે. વિવક્ષિત દિવસ માં ચંદ્ર જે નક્ષત્રની સાથે યોગ કરે છે. તથા જે મંડળ પ્રદેશમાં આ રીતે યોગાદિ કાર્ય કરતો ચંદ્ર આ પ્રકારના 138 મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણ પચ્ચાસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને વિભાગ કરવામાં આવેલ એ મંડળ પ્રદેશના પાંસઠ ચૂર્ણિકા ભાગને ગ્રહણ કરીને એટલા પ્રમાણવાળા પ્રદેશનું અતિક્રમણ કરીને ફરીથી ભ્રમણ કરતો ચંદ્ર એજ નક્ષત્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. આ વિવક્ષિત દિવસમાં જે મંડળ પ્રદેશમાં જે નક્ષત્રની સાથે ચંદ્ર યોગ પ્રાપ્ત કરે છે. એજ મંડળમાં એજ સ્વકક્ષાષામાં ભ્રમણ કરતા ચોપન હજાર નવસો મુહૂર્ત ગ્રહણ કરીને ફરીથી ભ્રમણ કરતો ચંદ્ર બીજા એજ પ્રકારના નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં યોગ પ્રાપ્ત કરે છે, વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે જે કોઇ મંડળ પ્રદેશમાં ચંદ્રયોગ કરે છે. ભ્રમણ કરતો એજ ચંદ્ર એક લાખ નવહજાર આઠસો મુહૂર્તને ગ્રહણ કરીને ફરીથી. મંડળ પ્રદેશને પૂરિત કરીને એજ ચંદ્ર એ પૂર્વોક્ત નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં યોગ. કરે છે. વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે સૂર્ય જે મંડળ પ્રદેશમાં યોગ પ્રાપ્ત કરે છે, સ્વમંડળમાં ભ્રમણ કરતો એજ સૂર્ય આ ત્રણસો છાસઠ અહોરાત્રને ગ્રહણ કરીને ફરીથી પરિભ્રમણ કરીને સૂર્ય એજ મંડળ પ્રદેશમાં તેના જેવા બીજા નક્ષત્રોની સાથે યોગ કરે છે. વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે રહેલ સૂર્ય જે મંડળ પ્રદેશમાં યોગ કરે છે. તે પછી ધીરે ધીરે સ્વ કક્ષામાં ભ્રમણ કરતો એજ સૂર્ય એજ નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં ફરીથી બીજા સૂર્ય સંવત્સરના અંતમાં યોગ પ્રાપ્ત કરે છે તે સમયે અહોરાત્રીની. સંખ્યાનું પ્રમાણ જેમકે-સાતસો બત્રીસ અહોરાત્ર સંખ્યા થાય છે, આ વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે જે મંડળ પ્રદેશમાં સૂર્ય યોગ કરે છે. એજ મંડળ પ્રદેશમસ્વ કક્ષામાં ભ્રમણ કરતો સૂર્ય 1830 અહોરાત્ર પ્રમાણને પ્રહણ કરીને ફરીથી બીજા યુગારંભ કાળમાં એજ સૂર્ય બીજા નક્ષત્રોની સાથે એજ મંડળ પ્રદેશમાં યોગ કરે છે, વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે સૂર્ય યોગ પ્રાપ્ત કરે છે, એ મંડળ પ્રદેશમાં 3660 રાત્રિ દિવસ પ્રમાણ થાય છે. પ્રમાણને અતિક્રમણ કરીને ફરીથી પણ બીજા યુગના અંતમાં એજ સ્વ કક્ષામાં ભ્રમણ કરતો સૂર્ય એજ નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં યોગ પ્રાપ્ત કરે છે. જે સમયે આ પ્રત્યક્ષથી ઉપલભ્ય માન ભરતક્ષેત્રને પ્રકાશિત કરતો વિવક્ષિત એક ચંદ્ર વિવક્ષિત મંડળમાં ગમન કરીને ગતિયુક્ત થાય છે. એ સમયે બીજો ચંદ્રમાં ઐરાવત ક્ષેત્રને પ્રકાશિત કરીને એજ વિવક્ષિત મંડળમાં ગતિયુક્ત થાય છે, જે સમયે અને જે મંડળ પ્રદેશમાં અન્ય અર્થાતુ ઐરાવતક્ષેત્ર પ્રકાશક ચંદ્ર પણ ગતિયુક્ત થાય છે, એ સમયે આ ભરતક્ષેત્ર પ્રકાશક ચંદ્ર પણ વિવક્ષિત કાળમાં અને વિવક્ષિત મંડળ પ્રદેશમાં ગતિ સમાપનક થાય છે, કારણકે બેઉ ચંદ્રની મંડળ ગતિ સરખીજ હોય છે. જે કાળે આ પ્રત્યક્ષ દ્રશ્યમાન વિવક્ષિત સૂર્ય ભરતક્ષેત્રને પ્રકાશિત કરીને મંડળ પ્રદેશમાં ગતિયુક્ત થાય છે. એજ વિવક્ષિત કાળમાં તથા વિવક્ષિત મંડળ પ્રદેશમાં બીજો ઐરવત ક્ષેત્ર પ્રકાશક અન્ય સૂર્ય પણ ગતિયુક્ત થાય છે, એ જ પ્રમાણે વિવક્ષિત કાળમાં જે વિવક્ષિત મંડળ પ્રદેશમાં ઐરાવત ક્ષેત્ર પ્રકાશક સૂર્ય પણ ગતિયુક્ત થાય છે. એજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org