________________ 20 સુરપન્નતિ-૧/પર૦ એંસી યોજન જંબુદ્વીપને અવગાહિત કરીને અથતુ ગતિ કરે છે. ત્યારે પરમપ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે. આજ પ્રમાણે સર્વબાહ્યમંડળમાં સૂર્યના ભ્રમણ કાળમાં પણ સમજી લેવું. વિશેષતા કેવળ રાત્રી દિવસના પ્રમાણની વિષમતા એટલે કે ફેરકારવાળી ગતિને લઈને હોય છે, અહીયાં વિશેષતા એ છે કે-લવણ સમુદ્રમાં એકસો તેત્રીસ યોજનાનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્ત પ્રમાણવાળી રાત્રી હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે, પાહુડ૧પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૬) [28] હે ભગવન્! એક એક રાત્રિ દિવસમાં સૂર્ય પ્રવિષ્ટ થઈને ગતિ કરે છે તેમ કહેવામાં આવેલ છે ? આ વિષયના સંબંધમાં સાત પ્રતિપત્તીયો કહેવામાં આવેલ છે. કોઈ એક તીર્થાન્તરીય કહે છે બે યોજન તથા બેંતાલીસનો અધ ભાગ એવું એક યોજનના એકસો ત્રાશી ભાગ ક્ષેત્રનું એક એક રાત દિવસમાં વિકમ્પન કરતો સૂર્ય પોતાની ગતિ કરે છે, કોઈ બીજો પોતાના મતને પ્રગટ કરે છે. અર્ધ તૃતીય યોજન એક એક રાત દિવસમાં વિકલ્પના કરીને સૂર્ય ગતિ કરે છે. ત્રીજે પરમતવાદી કહે છે ત્રણ ભાગ ઓછા ત્રણ યોજન જેટલા ક્ષેત્રનું એક એક રાતદિવસમાં વિકમ્પન કરીને સૂર્ય ગતિ કરે છે. ચોથો મતવાદી કહેવા લાગ્યો, ત્રણ યોજના અને એક યોજનના સુડતાલી સનો અધ ભાગ તથા એક યોજનનો એકસો ત્રાશીમા ભાગ ક્ષેત્રનું એક એક રાત. દિવસમાં વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે. પાંચમો કહે છે. અર્ધ ચોથું યોજન એક એક રાતદિવસમાં વિક્રેપન કરીને સૂર્ય ગતિ કરે છે. છઠ્ઠો પરમતવાદી ચાર ભાગ ઓછા ચાર યોજન એક એક રાતદિવસમાં વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે. સાતમો અન્યતીર્થિક કહેવા લાગ્યો ચાર યોજન તથા પાંચમુ યોજન અર્ધ તથા એક યોજનનો૧૮૭મો ભાગ એક એક અહોરાત્રીમાં વિકમ્પન કરીને સૂર્ય ગતિ કરે છે. વીતરાગ ભગવાન મહાવીર સ્વામી કહે છે. બે યોજન તથા એક યોજનના એકસઠિયા એડતાલીસ ભાગ એક એક મંડળ ક્ષેત્રનું એક એક અહોરાત્રમાં વિકમ્પન કિરીને સૂર્ય ગતિ કરે છે. આ જબૂદ્વીપ નામનો દ્વીપ યાવતુ પરીક્ષેપથી કહેલ છે, તેમાં જ્યારે સૂર્ય સભ્યત્તર મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તનો દિવસ થાય છે તથા જઘન્યા બાર મુહૂર્તની રાત્રી થાય છે, નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરને પ્રવર્તાવતો પહેલા અહોરાત્રમાં અત્યંતરની પછીના મંડળમાં પ્રવેશ કરીને એ મંડળમાંથી બહાર જતો સૂર્ય નવા અયનનો પ્રારંભ કરતો નવા સંવત્સરના પહેલા અહોરાત્રમાં સવભ્યિન્તર મંડળની પછીના બહારના બીજા મંડળમાં એટલે કે કકન્ત અહોરાત્ર મંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ કરે છે. તે પછી જ્યારે સૂર્ય અભ્યતરની પછીના મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે બે યોજન અને એક યોજનના એકસઠિયા અડતાલીસ ભાગ એક એક અહોરાત્રમાં વિકંપન કરીને ગતિ કરે છે, ત્યારે અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. એક મુહૂર્તના એકસ ઠિયા બે ભાગ ન્યૂન તથા એકસઠિયા બે ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રી થાય છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org