Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ પાહુડ-૧,પાહુડ-પાહુડ-૫ કહો. તેમાં આ પાંચ પ્રતિપત્તિયો કહેવામાં આવેલ છે. કોઈ એક પરતીર્થિક પોતાના મતનું સ્વરૂપ બતાવે છે, એક હજાર યોજન તથા એકસો તેત્રીસ યોજન દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે. કોઈ એક પરતીથિક આ પૂર્વોક્ત મતનું પ્રતિપાદન કરે છે. બીજો કોઈ પરમતવાદી કહે છે, એક 2134 યોજન પરિમિત દ્વીપ અને સમુદ્રને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે. કોઈ એક ત્રીજો અન્ય મતવાદી કહે છે- ૧૧૩પ યોજન વાળા દ્વીપ અને સમુદ્રને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે. કોઈ એક ચોથો મતાવલમ્બી કહેવા લાગ્યો અધ દ્વીપ અને સમુદ્રને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે, કોઈ એક પાંચમો મતવાદી કહે છે 1133 યોજનના પ્રમાણવાળા દ્વીપ સમદ્રોને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે, તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે એક હજાર એકસો તેત્રીસ યોજન દ્વીપ અને સમુદ્રોનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે, તેનો તેમ કહેવાનો હેતુ આ પ્રમાણે છે કે જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે જંબૂદ્વીપને 1133 યોજન સૂર્ય પોતાની ગતિ કરે છે. ત્યારે પરમ પ્રકર્મને પ્રાપ્ત ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા બાર મુહૂર્ત પ્રમાણવાળી જઘન્ય એટલે કે રાત્રી હોય છે. ત્યાં જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળનું ઉપક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે લવણસમુદ્રને 1133 યોજનનું અવગાહન કરીને ગતિ કરે છે. ત્યારે ઉત્થા અઢાર મુહૂર્તની રાત્રી હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે. આજ પ્રમાણે એકસો ચોત્રીસ યોજનાના પ્રમાણ. વિષે અને એકસો પાંત્રીસ યોજનના પ્રમાણ સંબંધમાં પણ સમજી લેવું. એકસો પાંત્રીસ યોજનની અવગાહના ક્ષેત્રના પક્ષમાં પણ સૂર્ય સભ્યન્તરમંડળમાં આવે ત્યારે દિનમાન અઢાર મુહૂર્ત પ્રમાણવાળો હોય છે. તથા રાત્રિમાન કે બાર મુહૂર્તનું હોય છે. તેઓમાં જેઓ એવું કહે છે કે અપાઈ દ્વીપ અને સમુદ્રોનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે. તેમના કહેવાનો અભિપ્રાય એ છે કે અર્ધ અધ ભાગથી રહિત સૂર્ય ત્યાં પોતાની ગતિ કરતો દ્રષ્ટિગોચર થાય છે. એ અન્યમતવાદિયો નિમ્નોક્ત પ્રકારથી કહે છે જ્યારે સૂર્ય સ ભ્યત્તર મંડળનું ઉપક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે અધ જંબૂકપનું અવગાહન કરીને ગતિ કરે છે. ત્યારે ઉત્તમ કાષ્ટા પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. તથા જઘન્યા બાર મુહૂર્તની રાત હોય છે. આજ પ્રમાણે સર્વબાહ્યમંડલના સંબંધમાં પણ સમજી લેવું વિશેષતા એ છે કે લવણ સમુદ્રના અધ ભાગને છોડીને જ્યારે સૂર્ય અવગાહન કરે છે. ત્યારે પણ દિવસરાત્રીની વ્યવસ્થા એ જ પ્રમાણે કહેવામાં આવેલ છે. તેમાં જેઓ એવું કહે છે કે કોઈ પણ દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરતો નથી. તેઓ વક્ષ્યમાણ કથનના પ્રકારથી કહે છે. જ્યારે સૂર્ય સભ્યન્તર મંડળનું ઉપ સંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે તે કોઈ પણ દ્વીપ કે સમુદ્રને અવગાહિત કરીને ગતિ કરતો નથી. તો પણ ત્યારે પરમ પ્રકમાં પ્રાપ્ત ઉત્કર્ષથી અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, તથા જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે, એજ પ્રમાણેનું સઘળું કથન સર્વબાહ્યમંડળના સંબંધમાં પણ કહેલ સમજવું. વિશેષમાં લવણસમુદ્રને અવગાહિત કરીને પણ સૂર્ય ગતિ કરતો નથી તથા રાત્રિ દિવસની વ્યવસ્થા પણ એજ પૂર્વોક્ત પ્રકારના પ્રમાણે જ છે. કોઈ પરમતવાદી એ પ્રમાણે કહે છે. [27] હે ગૌતમ હું આ સંબંધમાં કહું છું જ્યારે સૂર્ય સવભ્યિન્તરમંડળમાં ઉપસંક્રમણ કરીને એટલે જ્યારે સંચાર કરે છે ત્યારે તે મંડળના ભ્રમણકાળમાં એકસો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102