________________ 55 પાહુડ-૧૦,પાહુડ-પાહુડ-૧૭ (પાહુડપાહુડ-૧૭) [70] નક્ષત્રોનું ભોજન કેવા પ્રકારનું કહેલ છે? કૃતિકા નક્ષત્ર દહીં અને ભાત ખાઈને રોહિણીનક્ષત્રનું ધતુરાના ફળનું ચૂર્ણ ખાઈને મૃગશિરા નક્ષત્ર ઈન્દ્રાવરૂણી ચૂર્ણનું આદ્ર નક્ષત્ર માખણ ખાઈને પુનર્વસુ નક્ષત્ર ઘી ખાઈને પુષ્ય નક્ષત્ર ખીર ખાઈને અશ્લેષા નક્ષત્ર અજમો નું ચૂર્ણ ખાઇને મઘાનક્ષત્ર કસ્તુરી ખાઈને પૂવષ્ણુની નક્ષત્ર મંડૂકપર્ણી વનસ્પતિનું ચૂર્ણ ખાઈને ઉત્તરાફાલ્વની નક્ષત્ર વાઘનખી નામની વનસ્પતિનું ચૂર્ણ ખાઈને હસ્તનક્ષત્ર વત્સાનીક અથ રાંધેલ ચોખાનું પાણી કાંજી ખાઈને ચિત્રા નક્ષત્ર મગની દાળ ખાઈને સ્વાતી નક્ષત્ર ફળ ખાઈને વિશાખા નક્ષત્ર આસક્તિ વસ્તુ ખાઈને અનુરાધા નક્ષત્ર મિશ્રીકૃત કચ્છ અન જ્યેષ્ઠા નક્ષત્ર બોરનું ચૂર્ણ ખાઇને મૂલનક્ષત્ર શાક ખાઈને પૂરાષાઢા નક્ષત્ર આમળાના ફળ ખાઈને ઉત્તરાષાઢા નક્ષત્ર બીલાના ફળ ખાઈને અભિજીતુ નક્ષત્ર પુષ્પ મેળવેલ વસ્તુ ખાઈને શ્રવણ નક્ષત્ર ખીર ખાઈને ધનિષ્ઠા નક્ષત્ર ફળ ખાઈને શતભિષાનક્ષત્ર તુવેરની દાળ ખાઈને પૂવૌષ્ઠપદાનક્ષત્ર કારેલા ખાઈને ઉત્તરપ્રૌષ્ઠપદા નક્ષત્ર વરાહકંદ વનસ્પતિનું ચૂર્ણ ખાઈને રેવતિનક્ષત્ર જલચર કુંભિકા નામની વનસ્પતિ વિશેષનું ચૂર્ણ ખાઈને કાર્ય સિદ્ધ કરે છે. પાહડપાહુડ-૧૦૧૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૧૮) [71] હે ભગવન્! કેવી રીતે આપે ચંદ્ર સૂર્યના ગતિભેદ પ્રતિપાદિત કરેલ છે? ચંદ્ર સૂર્યની ગતિ બે પ્રકારના ગતિભેદે પ્રતિપાદિત કરેલ છે, સૂર્યની ગતિનો ભેદ અને ચંદ્રની ગતિનો ભેદ પાંચ સંવત્સરાત્મક યુગ નામના કાળમાં અભિજીતુ નામનું નક્ષત્ર સડસઠ પ્રકારની ગતિભેદથી ચંદ્રનીયોગ પ્રાપ્ત કરે છે, પાંચ સંવત્સરાત્મક યુગમાં શ્રવણ નક્ષત્ર સડસઠ સંખ્યાત્મક ચાર કરે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર યાવતુ બધા નક્ષત્રોની સડસઠ સંખ્યાવાળી ગતિનું પ્રતિપાદન કરેલ છે, ચંદ્રાદિ પાંચ સંવત્સર પ્રમાણવાળા યુગમાં અભિજીતુ નક્ષત્ર પાંચ પ્રકારથી સૂર્યની સાથે યોગ કરે છે, અહીંયાં યોગને લઈને સૂર્યના સમગ્ર નક્ષત્રમંડળના ભ્રમણની સમાપ્તિ એક સૂર્ય સંવત્સરથી થાય છે, સૂર્યના. પૂર્તિનો કાળ જ સૌરસંવત્સર પદથી કહેવાય છે. ભગણપૂર્તિમાં એક જ વાર અભિજીતુ નક્ષત્ર આવે છે, એક યુગમાં એવા સંવત્સર પાંચ હોય છે. આ કારણથી દરેક નક્ષત્ર પયયનો એક એક વાર અભિજીતુ નક્ષત્રની સાથે યોગનો સંભવ હોવાથી અભિજીતુ. નક્ષત્રની સાથે રહેલ સૂર્ય એક યુગમાં પાંચવાર યોગ કરે છે. આ પૂર્વપ્રતિપાદિક ક્રમથી ઉત્તરાષાઢા નક્ષત્ર યાવતું દરેક નક્ષત્ર પાંચ પ્રકારથી સૂર્યની સાથે યોગ કરે છે, પાહુડ-૧૦૧૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ હુડ-૧૯) [72-74] હે ભગવન્! કઈ રીતે આપે મહિનાઓના નામ પ્રતિપાદિત કરેલ છે? દરેક વર્ષના બારબાર માસ કહેલ છે, તેના બે પ્રકારના નામો પ્રતિપાદિત છે. લૌકિકમાસ લોકોત્તરમાસ આ રીતે લૌકિક અને લોકોત્તર રૂપથી બે ભેદોમાં લૌકિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org