________________ પદ સરપન્નત્તિ-૧૦/૧૯૭૨-૭૪ નામો આ પ્રમાણે છે. શ્રાવણ, ભાદ્રપદ, આસો, કાર્તિક, માગશીર્ષ પોષ. મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ લોકોત્તર નામો આ પ્રમાણ છે. પ્રથમ શ્રાવણમાસ રૂપ માસ અભિનંદ નામનો છે. બીજો સુપ્રતિષ્ઠિત નામનો ચોથો માસ છે, આસોમાસના સ્થાને વિજય નામનો ત્રીજો માસ છે. કાર્તિક માસના સ્થાને પ્રીતિવર્ધન નામનો ચોથો માસ છે. માગશર માસના સ્થાનમાં પાંચમો માસ શ્રેયાનું નામનો માસ છે. પોષ માસરૂપ છમાસ શિવ નામનો છે. માઘમાસના સ્થાનમાં સાતમો માસ શિશિર નામનો છે, આઠમાં ફાગણ માસના સ્થાનમાં આઠમા માસનું નામ હૈમવાનું પ્રતિપાદિત કરેલ છે, નવમા ચૈત્રમાસ રૂ૫ વસન્તમાસ પ્રજ્ઞપ્ત કરેલ છે. વૈશાખમાસના સ્થાનમાં દસમાં માસનું નામ કુસુમસંભવ પ્રતિપાદિત કરેલ છે અગ્યારમા જેઠમાસરૂપ નિદાધ નામનો માસ છે, બારમા અષાડ માસરૂપ વનવિરોધિ નામનો માસ પ્રતિપાદિત કરેલ છે. પાહુડ-૧૦૧૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૨૦) [5-85 હે ભગવાન કેવા પ્રમાણવાળા અને કયા નામવાળા સંવત્સર પ્રતિ પાદિત કરેલ છે? હે ગૌતમ! સંવત્સરો પાંચ પ્રતિપાદિત કરેલા છે, નક્ષત્ર સંવત્સર યુગ સંવત્સર પ્રમાણ સંવત્સર લક્ષણ સંવત્સર શનૈશ્ચર સંવત્સર નક્ષત્ર, સંવત્સર બાર પ્રકારના છે, શ્રાવણ માસ બોધક પ્રથમ ભેદ, ભાદરવા માસ રૂપ બીજો ભેદ, વાવતું અષાઢમાસ રૂપ બારમો ભેદ છે. બૃહસ્પતિ નામનો મહાગ્રહ જ્યારે પોતાની કક્ષામાં ભ્રમણ કરીને બધા નક્ષત્રમંડળોના ભગણને પૂર્ણ કરે છે, ત્યારે એ ભગણપૂર્તિ કાળ વિશેષ સમયનું નામ બાહસ્પત્ય સંવત્સર બાર વર્ષનું પ્રતિપાદિત કરેલ છે, યુગ સંવત્સર પાંચ પ્રકારથી પ્રતિપાદિત કરેલ છે. ચાંદ્ર ચાંદ્ર અભિવર્તિત છે. ચાંદ્ર સંવત્સર અભિવર્ધિત એ એક યુગમાં પહેલા ચાંદ્ર વર્ષના ચોવીસપર્વો હોય છે, બાર માસનું એક ચાંદ્ર સંવત્સર થાય છે, એક માસમાં અમાસ અને પુનમ આ રીતે બે પર્વો આવે છે. તેથી એક ચાંદ્ર સંવત્સરમાં બધા મળીને 24 ચોવીસ પ થાય છે. બીજા ચંદ્ર સંવત્સરના ચોવીસ પર્વો કહેલ છે, ત્રીજા અભિવર્ધિત સંવત્સરના છવ્વીસ પર્વ કહ્યા છે, ચોથા ચંદ્ર સંવત્સરના ચોવીસ પૂર્વે પ્રતિપાદિત કરેલ છે, પાંચમા અભિવર્ધિત સંવત્સરના છવ્વીસ પર્વે પ્રજ્ઞપ્ત કર્યા છે, પૂર્વોક્ત પ્રકારથી જ અથતું પહેલાં પ્રતિપાદિત કરેલ ગણિત પદ્ધતિ પ્રમાણે પૂવપર ગણિતનો મેળ કરવાથી પાંચ વર્ષ પ્રમાણ વાળા યુગમાં એકસો ચોવીસ પ થાય છે. આ પ્રમાણે સંવત્સરના પાંચ ભેદો કહ્યા છે. નક્ષત્ર સંવત્સર ચંદ્ર સંવત્સર ઋતુસંવત્સર સૂર્ય સંવત્સર અને અભિવર્ધિત સંવત્સર લક્ષણો Fથી યુક્ત સંવત્સર પાંચ પ્રકારના કહેલ છે. નક્ષત્ર, ચંદ્ર, ઉ, આદિત્ય, અભિવર્ધિતા સઘળા નક્ષત્રમંડળ, ચક્રના પરિભ્રમણના પૂતિકાળરૂપ જે સંવત્સર તે નક્ષત્રસંવત્સર છે. ચંદ્રના સઘળા નક્ષત્ર પરિભ્રમણથી એક ભગણની પૂર્તિ થાય છે. આ રીતે તેર ભગ જેટલા સમયમાં પૂરા થાય એટલા કાળ વિશેષને ચાંદ્રસંવત્સર કહેવામાં આવે છે. સૂર્ય સ્વ ચક્રના પરિભ્રમણથી વષ, હેમન્ત, અને ગ્રીષ્મ આ રીતે ત્રણ ભેટવાળા તુકાળને જેટલા સમયમાં પૂર્ણ કરે છે, એટલા કાળ વિશેષને ઋતુ સંવત્સર કહેવાય છે. આદિત્ય એટલે સૂર્યનો એક ભગણ ભોગકાળ રૂપકાળ સૌરવર્ષ અથવા આદિત્ય સંવત્સર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org