________________ પાહુડ-૨,પાહુડ-પાહુડ-૩ 27 પ્રમાણે કહેલ છે. એ દિવસમાં અડતાલીસહજાર યોજન પ્રમાણવાળું તાપક્ષેત્ર કહેલ છે. એ સમયે સૂર્ય ચાર ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં ગમન કરે છે. એમાં જેઓ એમ કહે છે કે-છ, પાંચ અગર ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં સૂર્ય ગમન કરે છે, એ વાદી નીચે જણાવેલ પ્રકારથી પોતાનો મત પ્રગટ કરે છે. સૂર્ય ઉદય કાળના મુહૂર્તમાં અને અસ્તમાનકાળના મુહૂર્તમાં શધ્રગતિવાળા હોય છે. ત્યારે એક એક મુહૂર્તમાં છ છ હજાર યોજન પ્રમાણ ગમન કરે છે, ચોથો મતવાદી સૂર્યની ગતિના સંબંધમાં આ રીતે પ્રરૂપણા કરે છે, ઉદય કાળમાં અને અસ્તના સમય સૂર્યમાં શીઘ્રગતિશીલ હોય છે. તેથી એક એક મુહૂર્તમાં છ છ હજાર યોજન જાય છે. તે પછી વચલા તાપક્ષેત્રને પ્રાપ્ત કરીને સૂર્ય મધ્યમ ગતિવાળો થાય છે, ત્યારે એક એક મુહૂર્તમાં પાંચ પાંચ હજાર યોજન ગમન કરે છે. મધ્યમ તાપક્ષેત્રને પ્રાપ્ત કરીને સૂર્ય મંદગતિવાળો થઈ જાય છે. ત્યારે એક એક મુહૂર્તમાં ચાર ચાર હજાર યોજન ગમન કરે છે. હે ભગવનું ! આ પ્રમાણેની વસ્તુતત્વની વ્યસ્થા થવામાં શું કારણ છે ? આ જંબુદ્વિપ નામનો દ્વીપ યાવતુ પરિક્ષેપથી કહેલ છે. જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળમાં જઈને ગતિ કરે છે ત્યારે રાત્રિનું પ્રમાણ એ જ પ્રમાણે થાય છે, એ દિવસમાંએકાણુ હજાર યોજનનું તાપક્ષેત્ર કહેલ છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે રાત્રિ દિવસનું પ્રમાણ એ જ પ્રમાણેનું હોય છે, એ દિવસમાં એકસઠ હજાર યોજનનું તાપક્ષેત્ર કહેલ છે ત્યારે છે, પાંચ ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં ગમન કરે છે. હવે ભગવાનું પોતાના મતના સંબંધમાં કથન કરે છે. આ પ્રમાણે કહું છું એ સાતિરેક પાંચ પાંચ હજાર યોજન એક એક મુહૂર્તમાં સૂર્ય ગમન કરે છે. તેમાં શું હેત છે તે કહો! આ જંબૂઢીપ નામનો દ્વીપ યાવતુ પરિક્ષેપથી કહેલ છે. જ્યારે સૂર્ય સવવ્યંતર મંડળમાં ઉપસક્રમણ કરીને ગમન કરે છે, ત્યારે પાંચ પાંચ હજાર યોજન અને બસો એકાવન યોજન તથા એક યોજનનો સાઠિયા ઓગણત્રીસમો ભાગ આટલા પ્રમાણથી એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે અહીંયાં રહેલા મનુષ્યોને 4723 તથા એક યોજનના એકસઠિયા એકવીસ ભાગ પ્રમાણ થી સૂર્ય શીઘ્ર વૃષ્ટિગોચર થાય છે. ત્યારે રાત દિવસનું પ્રમાણ એ જ પ્રમાણે થાય છે. નિષ્ક્રમણ કરતો સૂર્ય નવીન સંવત્સને પ્રાપ્ત કરીને પહેલા અહોરાત્રમાં અભ્યન્તરના પછીના મંડળમાં ઉપસિંક્રમણ કરીને ગમન કરે છે. એ સૂર્ય સવભિંતર મંડળથી પૂર્વકથિત પ્રકારથી બહાર નીકળીને નવા સંવત્સરને પ્રાપ્ત કરીને નવીન સંવત્સરના પહેલા અહોરાત્રમાં સવન્જિંતર મંડળની પછીના બીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સમીપસ્થ મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પ૨૫૧ યોજન તથા એક યોજનના સાઠિયા સુડતાલીસ ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યોને 47179 યોજન તથા એક યોજનના સાઠિયા સતાવન ભાગ તથા સાઠ ભાગને એકસઠથી છેદીને છેદીને ઓગણીસ ચૂર્ણિકા ભાગોથી સૂર્ય શીધ્ર ચક્ષુગોચર થાય છે. સવવ્યંતરની પછીના બીજા મંડળના સંચરણ સમયમાં દિવસરાત્રીનું પરિમાણ પૂર્વકથિત પ્રકારથી થાય છે. નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં અત્યંતરના ત્રીજા મંડળમાં ઉપસક્ર મણ કરીને ગતિ કરે છે. સવવ્યંતરમંડળની બહાર નીકળીને ત્રીજા મંડળમાં ઉપસ ક્રમણ કરીને એ ત્રીજા મંડળમાં ભ્રમણ કરે છે. જ્યારે સૂર્ય અત્યંતરના ત્રીજા મંડળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org