Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ પાહુડ-૧૦,પાહુડ-પાહુડ-૮ (પાહુડપાહુડ-૮) [51] હે ભગવાન અઠ્યાવીસ નક્ષત્રોની સંસ્થિતિ કેવા પ્રકારનો કહેલ છે ? હે ગૌતમ ! અભિજીતુ નક્ષત્રનું સ્વરૂપ આકાર ગોશીષની પંક્તિ જેવો કહેલ છે. શ્રવણ નક્ષત્ર કાહલના જેવા આકારવાનું કહેલ છે. ત્રીજું ધનિષ્ઠા નક્ષત્ર શકની પલીનકના જેવા આકારવાનું કહેલ છે. ચોથું શતભિષાનક્ષત્ર પુષ્પોપચાર અથતિ પાત્રમાંસજ્જ કરેલ પુષ્પના આકારના સમાન આકારવાળું છે. પાંચમું પૂર્વાભાદ્રપદ્ય નક્ષત્ર અપાઈ વાવના જેવા આકારનું કહેલ છે. ભાદ્રપદા નક્ષત્રના સંસ્થાન જેવા સંસ્થાનવાળું છ ઉત્તરાભાદ્રપદા નક્ષત્રને પણ સમજવું. રેવતી નક્ષત્ર નૌકાના આકાર જેવું કહેલ છે. આઠમું અશ્વિની નક્ષત્ર ઘોડાના ગળાના જેવા આકારવાનું કહેલ છે, નવમું ભરણીનક્ષત્ર ભગસંસ્થિત કહેલ છે. દસમું કૃત્તિકા નક્ષત્ર આકાશમાં અસ્તરાના ઘરના જેવું. જાણવું. રોહિણી નક્ષત્ર ગાડાની ઉંધ જેવા આકારથી કહ્યું છે. મૃગશિરા નક્ષત્ર મૃગોના જે મસ્તક તેની જે પંક્તિ તેના જેવા આકારવાળું આદ્ર નક્ષત્ર આકાશમાં લોહીના ટીપાના જેવું છે. પુનર્વસુ નક્ષત્ર ત્રાજવાના આકારના જેવું છે. પુષ્ય વર્ધમાન અથતુિ સાથિયાના આકાર વાળું કહેલ છે, અશ્લેષા નક્ષત્ર પતાકા સમાન દેખાય છે. મઘાનક્ષત્ર પ્રકારના જેવા સંસ્થાનવાળું છે, પૂવફાગુનીનક્ષત્ર અધપિલંગના જેવા આકારવાનું કહેલ છે. પૂર્વાફાલ્ગનીનક્ષત્રના સંસ્થાનના જેવું ઉત્તરાફાલ્ગનીનક્ષત્રનું સ્વરૂપ જાણવું, હસ્ત. નક્ષત્ર હાથના આકારના જેવું જાણવું. ચિત્રા નક્ષત્ર પ્રસન્ન મુખના સરખું હોય છે. સ્વાતી નક્ષત્ર ખીલાના આકાર જેવું છે. વિશાખા નક્ષત્ર દામનીના જેવા આકારવાળું કહેલ છે, અનુરાધા નક્ષત્ર એકાવલી હારના આકાર કહેલ છે. જ્યેષ્ઠા નક્ષત્રનો આકાર હાથીના દાંત જેવો પ્રતિપાદિત કરેલ છે. મૂળ નક્ષત્ર વીંછીના પંછના જેવા આકારવાળું છે પૂવષાઢા નક્ષત્ર હાથીના કુંભના જેવું છે. ઉત્તરાષાઢા નક્ષત્ર સાદિ સંસ્થાનના જેવું છે. | પાહુડ-૧૦૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (પાહુડપાહુડ-૯) [52] હે ભગવાઆપે કેવી રીતે અઠ્યાવીસ તારાઓનું પ્રમાણ કહેલ છે ? અભિજીતનક્ષત્ર ત્રણ તારાઓવાળું કહેલ છે. શ્રવણ નક્ષત્ર ત્રણ તારાઓથી યુક્ત છે. ધનિષ્ઠા નક્ષત્ર પાંચ તારાઓવાળું છે. શતભિષા નક્ષત્ર સો તારાઓ વાળ છે, પૂવ ભાદ્રપદા નક્ષત્ર બે તારાઓથી યુક્ત છે. ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર પણ બે તારાઓવાળું કરેલ છે, રેવતીનક્ષત્ર બત્રીસ તારાઓથી યુક્ત કરેલ છે. અશ્વિની નક્ષત્ર ત્રણ તારા ઓવાળું છે, ભરણી નક્ષત્ર ત્રણ તારાઓવાળું છે. કૃત્તિકા નક્ષત્ર છ તારાઓવાળું છે. રોહિણી નક્ષત્ર પાંચ તારાઓવાળું છે. મૃગશિરાનક્ષત્ર ત્રણ તારાઓવાળું છે. આદ્રા નક્ષત્ર એક તારાવાળું છે. પુનર્વસુ નક્ષત્ર પાંચ તારાઓવાળું છે. પુષ્યનક્ષત્ર ત્રણ તારા ઓવાળું છે. અશ્લેષા નક્ષત્ર છ તારાઓવાળું છે. મઘાનક્ષત્ર સાત તારાઓવાળું છે. પૂવફાળુનીનક્ષત્ર બે તારાવાળું છે. ઉત્તરાફાલ્ગનીનક્ષત્ર પણ બે તારાવાળું છે. હસ્ત નક્ષત્ર પાંચ તારાવાળું છે. ચિત્રા નક્ષત્ર એક તારાવાળું છે. સ્વાતી નક્ષત્ર એક તારાવાળું છે. વિશાખા નક્ષત્રના પાંચતારાઓ છે. અનુરાધા નક્ષત્ર પાંચતારાઓવાળું છે. જ્યેષ્ઠા નક્ષત્ર ત્રણ તારાઓવાળું છે. મૂલનક્ષત્ર એકજ તારાથી છે. પૂવષાઢા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102