Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ સૂરપનત્તિ- ૧૦૯પર ઉત્તરાષાઢા નક્ષત્ર ચાર તારાઓવાળું છે. પાહુડ-૧o૯ની મુનિદીપરત્નસાગર કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૧૦) પિ૩] સ્વયં અસ્ત થઇને અહોરાત્રને સમાપ્ત કરતા નક્ષત્ર રૂપ નેતા કઈ રીતે કહેલ છે ? તે આપ કહો શ્રાવણમાસને ઉત્તરષાઢા અભિજીતુ શ્રવણ અને ધનિષ્ઠા એ ચાર નક્ષત્રો પોતે અસ્ત થઇને અહોરાત્રીને સમાપ્ત કરીને એ શ્રાવણમાસને પૂર્ણ કરે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર પહેલાના ચૌદ અહોરાત્રીના પૂર્ણ કરે છે. અભિજીતુ નક્ષત્ર સાત અહોરાત્રને પૂર્ણ કરે છે. શ્રવણ નક્ષત્ર આઠ અહોરાત્રીને પૂર્ણ કરે છે. બાકીના એક દિવસને ધનિષ્ઠા નક્ષત્ર સ્વયં અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરે છે. શ્રાવણમાસમાં ચાર આંગળ પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પાછો વળે છે. શ્રાવણમાસના છેલ્લા બે પાદ અને ચાર આંગળની પૌરૂષી થાય છે. ધનિષ્ઠા શતભિષા પૂર્વભાદ્રપદા ઉત્તરા ભાદ્રપદા ભાદરવા માસને પૂર્ણ કરે છે, ધનિષ્ઠા નક્ષત્ર ભાદરવા માસના પહેલાના ચૌદ અહોરાત્રને શતભિષાનક્ષત્ર બીજા વિભાગના સાત અહોરા ત્રને આઠ અહોરાત્રને ત્રીજું પૂવભિાદ્રપદા નક્ષત્ર તે પછી બાકીના એક અહોરાત્રને ઉત્તરપ્રૌષ્ઠા નક્ષત્ર સમાપ્ત કરે છે. ભાદરવામાસમાં આઠ આંગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય પ્રતિદિવસ પ્રતિનિવૃત્ત એટલે કે પરાવર્તિત થાય છે. ભાદરવા માસના છેલ્લા દિવસમાં આઠ આગળ અધિક બે પાદ પ્રમાણની પૌરૂષી થાય છે, આસોમાસને ઉત્તરાભાદ્રપદા રેવતી અને અશ્વિની એ ત્રણ નક્ષત્રો સ્વયં અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરીને એ આશ્વિનમાસને સમાપ્ત કરે છે. ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર આશ્વિનમાસના પહેલાના ચૌદ અહોરાત્રને તે પછી બીજા પંદર અહોરાત્રને રેવતી નક્ષત્ર બાકીના એક અહોરાત્રને અશ્વિની નક્ષત્ર પૂરિત કરે છે, આસો માસમાં બાર આંગળી કંઈક વધારે છાયાથી સૂર્ય દરરોજ પરાવર્તિત થાય છે, અશ્વિની ભરણી અને કૃતિકા એ ત્રણ નક્ષત્ર કાર્તિક માસને પોતાના અસ્તગમન પૂર્વક અહોરાત્રિને સમાપ્ત કરીને પૂરિત કરે છે. અશ્વિની નક્ષત્ર કાર્તિક માસના ચૌદ અહોરાત્રને પંદર અહોરાત્રને બીજું ભરણી નક્ષત્ર તે પછી બાકીના એક અહોરાત્ર ને ત્રીજું કૃત્તિકા નક્ષત્ર સ્વયં અસ્ત થઈને પૂરિત કરે છે. કાર્તિક માસમાં સોળ આગળની પૌરૂષછાયથી સૂર્ય દરરોજ પરાવર્તિત થાય છે. કાર્તિકમાસના છેલ્લા દિવસમાં ત્રણપાદ પરિમિત અને ચાર આંગળ પૌરૂષી હોય છે કૃત્તિકા રોહિણી અને મૃગશિરા એ ત્રણ નક્ષત્રો ક્રમથી સ્વર્ય અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરીને હેમન્ત કાળના પહેલા માર્ગશીર્ષ માસને સમાપ્ત કરે છે. કૃતિકા નક્ષત્ર માગશર માસના ચૌદ અહોરાત્રને પંદર અહોરાત્રને બીજું રોહિણી નક્ષત્ર છેલ્લા એક દિવસને મૃગશિરા નક્ષત્ર પૂરિત કરે છે. માર્ગશીર્ષમાસને વીસ ગળથી કંઈક વધારે પૌરૂપીછાયાથી સૂર્ય દરરોજ પરાવર્તિત થાય છે. માગશર માસના છેલ્લા દિવસમાં આઠ આંગળથી વધારે ત્રિપદા પ્રમાણની પૌરૂષી થાય છે. મૃગશિરા, આદ્ર, પુનર્વસુ અને પુષ્ય આ ચાર નક્ષત્રો હેમંતકાળના બીજા પોષમાસને સ્વયં સમાપ્તિ તરફ લઈ જાય છે, મૃગશિરા નક્ષત્ર પોષ માસના પ્રથમ વિભાગના ચૌદ અહોરાત્રીને આદ્રા નક્ષત્ર સાત અહોરાત્રને પુનર્વસુ નક્ષત્ર આઠ અહોરાત્રને બાકીના એક દિવસને પુષ્ય નક્ષત્ર પૂરિત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102