________________ પર સૂરપનતિ-૧૦૧૧/૫૪-૫૫ વ્યવસ્થિત થઈને યોગ કરે છે, એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ સદા ચંદ્રની ઉત્તર દિશામાં વર્તમાન છે, એવા પણ નક્ષત્રો હોય છે કે જે ચંદ્રની દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં વ્યવસ્થિત થઈને યોગ કરે છે, એવા પણ નક્ષત્રો હોય છે કે જે સદ્ય ચંદ્રની, દક્ષિણમાં પણ વ્યવસ્થિત થઈને યોગ કરે છે. જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણ દિશામાં વ્યવસ્થિત થઈને યોગ કરે છે તે નક્ષત્રો મૃગશિરા આદ્ર, પુષ્ય, અશ્લેષા, હસ્ત અને મૂળ છે, જે નક્ષત્રો સદા ચંદ્રની ઉત્તર દિશામાં યોગ કરે છે તેવા નક્ષત્રો અભિજીતુ શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ્ય, ઉત્તરાભાદ્રપદા રેવતી અશ્વિની, ભરણી પૂર્વ ફાલ્ગની ઉત્તરાફાલ્ગની અને સ્વાતી આ પ્રમાણે હોય છે. જે ચંદ્રની દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં પ્રમર્દ રૂપ યોગ પણ કરે છે. એવા નક્ષત્રો સાત છે, કૃત્તિકા, રોહિણી પુન ર્વિસુ, મઘા, ચિત્રા, વિશાખા અને અનુરાધા પૂર્વાષાઢા, અને ઉત્તરાષાઢા આ બે નક્ષત્રો, ચંદ્રની દક્ષિણ દિશામાં પણ યોગ કરે છે. અને પ્રદરૂપ પણ યોગ કરે મૃગશિરા, આદ્રા, પુષ્ય, અશ્લેષા, હસ્ત, અને મૂળ આ બાહ્ય મંડળના છ નક્ષત્રો છે. જે બાર નક્ષત્રો ઉત્તર દિશામાં યોગ કરે છે, તે સર્વાભ્યન્તર મંડળમાં ગતિ કરે છે. આ મંડળ ગતિથી પરિભ્રમણ રૂપ ચંદ્રમાર્ગનું પ્રતિપાદન કરેલ છે. હે ભગવનું ચંદ્રમંડળ કેટલા કહેલ છે? હે ચંદ્રમંડળો પંદર પ્રતિપાદિત કરેલ છે. તેમાં પાંચ ચંદ્રમંડળો જેબૂદ્વીપમાં કહેલા છે. બાકીના દસ ચંદ્રમંડળો લવણસમુદ્રમાં હોય છે. જેબૂદ્વીપમાં આઠ હજાર યોજન ગયા પછી ત્યાં પાંચ ચંદ્રમંડળો કહેલા છે લવણ સમુદ્રમાં 3033 યોજના ગયા પછી દસ ચંદ્રમંડળો કહેલા છે. આ પૂર્વોક્ત પંદર ચંદ્ર મંડળોમાં એવા મંડળો હોય છે, કે જે મંડળ સદા નક્ષત્રો વિનાના હોય, પૂર્વપ્રતિપાદિત પંદર ચંદ્રમંડળોમાં એવા પ્રકારના મંડળો હોય છે, કે જે સૂર્ય ચંદ્રના નક્ષત્રોમાં સાધારણ પ્રકારના હોય તથા પંદર મંડળોમાં એવા પણ મંડળો હોય છે, કે જે બે સૂર્યોથી રહિત હોય છે. પંદર ચંદ્રમંડળોમાં એવા પણ મંડળો હોય છે કે જે સદા અભિજીતાદિ નક્ષત્રોથી. અવિરહિત રહે છે, એવા નક્ષત્રો આઠ કહ્યા છે, પહેલા ચંદ્રમંડળમાં અભિજીત વિગેરે બાર નક્ષત્રો હોય છે. પંદર ચંદ્રમંડળોમાં કેટલાક ચંદ્રમંડળો એવા હોય છે, કે જે મંડળો. સદા નક્ષત્ર યોગથી રહિત હોય છે. એવા મંડળો સાત છે. જેમકે-બીજું, ચંદ્રમંડળ, ચોથું ચંદ્રમંડળ, પાંચમું ચંદ્રમંડળ, નવમું ચંદ્રમંડળ, બારમું ચંદ્રમંડળ, તેરમું ચંદ્રમંડળ, અને ચૌદમું ચંદ્રમંડળ, પંદર ચંદ્રમંડળોમાં કેટલાક ચંદ્રમંડળો એવા હોય છે કે જે ચંદ્ર સૂર્ય નક્ષત્રોમાં સાધારણ હોય છે. પહેલું ચંદ્રમંડળ. બીજું ચંદ્રમંડળ, અગીયારમું ચંદ્રમંડળ, અને પંદરમું ચંદ્રમંડળ, પંદર મંડળોમાં કેટલાક મંડળો એવા હોય છે કે જે સદા બેઉ સૂર્યોથી રહિત હોય આવા પાંચ મંડળો કહેલા છે. જેમકે છä ચંદ્રમંડળ સાતમું ચંદ્રમંડળ, આઠમું ચંદ્રમંડળ, નવમું ચંદ્રમંડળ, અને દસમું ચંદ્રમંડળ એક સૂર્યમંડળથી બીજા સૂર્યમંડળનું અંતર અબાધથી બે યોજનનું પ્રતિપાદિત કરેલ છે. પાંત્રીસ યોજન તથા એક યોજના એકસઠિયા ત્રીસભાગ એકસઠના એક ભાગના સાત ભાગ કરીને ચાર ચૂર્ણિકાભાગ શેષ રહે એટલું અંતર એક ચંદ્રમંડળથી બીજા ચંદ્રમંડળનું અબાધાથી પ્રતિપાદિત કરેલ છે, પાહુડ-૧૦૧૧ ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org