________________ પાહુડ-૧૦,પાહુડ-પાહુડ-૧૦ પ૧ પષમાસમાં ચોવીસ આંગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પરાવર્તિત થાય છે, પોષ માસના અન્તના દિવસમાં રખાસ્થ પદના અંદરની સીમા ત્યાંથી આરંભ કરીને ચાર પગ તુલ્ય પૌરૂષી થાય છે. પુષ્ય અશ્લેષા અને મઘા એ ત્રણ નક્ષત્ર ત્રીજા માઘમાસમાં સ્વર્ય અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરે છે પુષ્ય નક્ષત્ર માઘમાસના પહેલા વિભાગના ચૌદ અહોરાત્રને આશ્લેષા નક્ષત્ર પંદર અહોરાત્રને છેલ્લા એક દિવસને ત્રીજુ મઘા નક્ષત્ર પોતે પૂરિત કરે છે. માઘમાસમાં વીસ આગળથી કંઈ વધારે પૌરૂષી છાયાથી સૂર્ય પ્રતિદિન પરાવર્તિત થાય છે, માઘમાસના છેલ્લા દિવસમાં આઠ આંગળ અધિક ત્રિપદા પૌરૂષી હોય છે, મઘા પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની એ ત્રણ નક્ષત્રો હેમંત કાળના અન્તિમ ફાગણમાસને સ્વયે અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરીને પૂર્ણ કરે છે, મઘા નક્ષત્ર ફાગણમાસના પ્રથમ વિભાગના ચૌદ અહોરાત્રને પૂવફાળુની નક્ષત્ર પંદર અહોરાત્રને છેલ્લી એક અહોરાત્રીને ઉત્તરાફાલ્વની નક્ષત્ર સમાપ્ત કરે છે. ફાગણ માસમાં સોળ આગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પરિવર્તિત થાય છે. ફાગણમાસના અન્તિમ દિવસમાં ચાર આંગળ અધિક ત્રણપાદની પૌરૂષી હોય છે, ઉત્તરાફાલ્ગની હસ્ત અને ચિત્રા એ ત્રણ નક્ષત્રો ચૈત્રમાસને સ્વયં અસ્ત થઈને અહોરાત્રને પરિસમાપ્ત કરીને એ ચૈત્ર માસને સમાપ્તિ તરફ લઈ જાય છે. ઉત્તરાફાલ્વની નક્ષત્ર ગ્રીષ્મકાળના પહેલા ચૌદ અહોરાત્રને હસ્ત નક્ષત્ર બીજા પંદર અહોરાત્રને સ્વયં બાકીના છેલ્લા એક અહોરાત્રને ચિત્રા નક્ષત્ર સમાપ્તિ તરફ લઈ જાય છે. ચૈત્ર માસમાં બાર બાર આગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પરા વર્તિત થાય છે. ચૈત્રમાસના છેલ્લા દિવસમાં ત્રણ પાદ પ્રમાણ પૌરૂષી થાય છે. પહેલું ચિત્રા વૈશાખ માસના પહેલા વિભાગના ચૌદ અહોરાત્રને સ્વાતી નક્ષત્ર બીજા પંદર અહોરાત્રને બાકીના છેલ્લા એક અહોરાત્રને વિશાખા નક્ષત્ર સમાપ્ત કરે છે. એમાસની આઠ આંગળની પૌરૂષી છાયા હોય છે, અંતના દિવસમાં બે પાદ અને આઠ આંગળ, પૌરૂષી થાય છે. વિશાખા અનુરાધા અને જ્યેષ્ઠા આ ત્રણ નક્ષત્રો એ જેઠ માસને પૂરિત. કરે છે. વિશાખા નક્ષત્ર જેઠ માસના પહેલા ચૌદ અહોરાત્રને પંદર અહોરાત્રને અનુ રાધા નક્ષત્ર છેલ્લા એક અહોરાત્રને જ્યેષ્ઠા નક્ષત્ર સમાપ્ત કરે છે. જેઠ માસમાં ચાર આંગળ અધિક પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પરાવર્તિત થાય છે. અંતમાં ચાર આંગળ અધિક દ્વિપદા પૌરૂષી હોય છે. મૂળ, પૂવષાઢા અને ઉત્તરાષાઢા એ ત્રણ નક્ષત્રો ગ્રીષ્મકાળના છેલ્લા અષાઢ માસને સમાપ્ત કરે છે, મૂલનક્ષત્ર અષાઢમાસના પહેલા ચૌદ દિવસોને બીજા પંદર અહોરાત્રીને પૂર્વાષાઢા નક્ષત્ર અને એક દિવસને ત્રીજું ઉત્તરાષાઢા નક્ષત્ર પૂરિત કરે છે. અષાઢ માસમાં વૃત્તાકાર સમતદુરસ્ત્ર ન્યગ્રોધ પરિ મંડળ સરખી મંડલાકાર રહેલ વસ્તુ પ્રકાશિકા છાયાથી સૂર્ય પ્રતિદિવસ પરાવર્તિત થાય છે. અષાઢમાસના અન્જિત દિવસમાં દ્વિપાદથી અધિક પૌરૂષી હોય છે. પાહુડ-૧૦/૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૧૧) [54-55] કયા પ્રકારથી ચંદ્રનો ગમનમાર્ગ કહેલ છે ? હે ગૌતમ ! અભિજીતું વિગેરે અઠ્યાવીસ નક્ષત્રોમાં એવા નક્ષત્રો છે કે જે સર્વદા ચંદ્રની દક્ષિણ દિશામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org