Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ પાહુડ-૪ છે. એ સોળ પુરતીથિકોમાં એક પહેલો તીથન્તરીય આ પ્રમાણે ચંદ્ર સૂર્યના તાપક્ષેત્રની સંસ્થિતિના સંબંધમાં કહે છે કે ચંદ્ર સૂર્યના તાપક્ષેત્રની સ્થિતિ વાસ્તુવિધિથી કરવામાં આવેલ ઘરના સમાન કહેલ છે. આ પ્રમાણે વાલાઝપોતિકાના સંસ્થાન જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે, કોઈ એક બીજો મતાત્તિવાદી આ પ્રમાણે કહે છે કે ગેહાપણ સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ ત્રીજો અન્યમતવાદી કહે છે કે પ્રાસાદની જેમ સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. કોઈ ચોથો મતાવલંબી કહે છે કે ગોપુરના સંસ્થાન જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે, છઠ્ઠો કોઈ એક મતવાદી કહે છે કે વલભીના સંસ્થાનની જેમ તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ એક સાતમો તીર્થોત્તરીય કહે છે કે હમ્પતલના જેવા સંસ્થાનથી સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે કોઈ કહે છે કે-વાલાઝપોતિકાના સંસ્થાનથી સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. કોઈ એક કહે છે કે જેવી રીતે આ જંબૂઢીપ સંસ્થિત છે, એવા જ પ્રકારના સંસ્થાનથી તાપક્ષેત્રની સંસ્થિતિ પ્રજ્ઞપ્ત કરેલ છે. કોઈ એમ કહે છે કે જેવા સંસ્થાનથી આ ભારત વર્ષ સંસ્થિત છે એ સંસ્થાનથી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ ઉદ્યાનના સંસ્થાનની જેમ સંસ્થિત જેનું હોય એવા પ્રકારથી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ એક કહે છે કે- નિયણના સંસ્થાનના જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે કોઈ એક મતવાદી કહે છે કે- એકતઃ નિષધ સંસસ્થાનથી સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે, કોઈ એક મતવાદી કહે છે કે-રથના બન્ને પાર્શ્વ ભાગોમાં રહેલ નિષધાન જેવા સંસ્થાનથી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ એક કહે છે કે જેવી રીતે જૈનક નામના પક્ષિનું સંસ્થાન હોય છે. એ પ્રમાણેની તાપક્ષેત્રની, સંસ્થિતિ હોય છે. કોઈ એક કહે છે કે બૅનક પક્ષીના પીઠના ભાગ, જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ હોય છે, હું આ વિષયના સંબંધમાં આ પ્રમાણે કહું છું ઉર્ધ્વમુખ કલંબુકા પુષ્પના સંસ્થાન જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. અંદર સંકુચિત બહારની બાજું વિસ્તૃત અંદર ગોળ તથા બહાર વિસ્તારવાળું અંદર અંક મુખના જેવું સંસ્થિત અને બહાર સ્વસ્તિકના મુખ સરખું સંચિત બન્ને બાજુમાં તેના બે વાહાઓ. અવસ્થિત થાય છે, તથા 45-45 હજાર યોજન આયામથી એના બન્ને પડખાઓ અવસ્થિત હોય છે. ભગવાન કદંબના પુષ્પની સંસ્થિતિને બતાવે છે- 45-45 હજાર યોજનનો આયામ છે એ તાપક્ષેત્ર સંસ્થિતિની બે વાહા અવસ્થિત હોય છે તે આવી રીતે છે. જેમ કે એક સવવ્યંતરની અને બીજી સર્વબાહ્ય મંડળની વાહા તો તેવી રીતે એ વાહાઓ હોવાનું શું કારણ છે? સવભ્યિન્ત રની વાહા જે મેરૂ સમાન વિખંભને વ્યાપ્ત કરીને જે વાહા હોય છે તે સવભ્યન્તર વાહા કહેવાય છે તે વાહા પદથી, ઝરણાઓના ગમનથી જાણવામાં આવે છે, તથા જે જંબૂદ્વીપના પર્યન્ત ભાગમાં વિખંભને અધિકૃત કરીને લવણ સમુદ્રની દિશામાં જે વાહા એટલે કે અયનગતિ થાય છે. તે સર્વબાહ્ય પદથી ઓળખાય છે. આ જંબૂદ્વીપ નામનો દ્વીપ યાવતું પરિક્ષેપથી કહેલ છે. તો જ્યારે સૂર્ય સવવ્યંતરમંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે ઉર્ધ્વમુખ કલંબુક પુષ્પની સંસ્થિતિ જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે, તેમ કહેવું. આ સંસ્થિતિ અંદરની તરફ સંકુચિત બહારની તરફ વિસ્તારવાળી અંદર વૃત્ત બહાર પૃથુલ અંદર અંકમુખની સમાન સંસ્થિત અને બહાર સ્વસ્તિકના મુખની જેમ સંસ્થિત બન્ને પાર્થોમાં તાપક્ષેત્રસંસ્થિતિનું કથન પૂર્વોક્ત પ્રકારથી જ યાવત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102