________________ 36 સૂરપતિ- 6137 કરતો સૂર્ય તદનંતરમંડળથી તદનંતરમંડળમાં ક્રમથી એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ કરતો એક એક રાત દિવસથી એક એક ભાગને એ પ્રકારે નિરૂપિત કરેલ રાત્રિ વિભાગના ભાગને કમ કરતા કરતા તથા દિવસક્ષેત્રના પ્રકાશક્ષેત્રના ભાગને વધારતા. વધારતા ક્રમ ક્રમથી અંદર જઈને સવવ્યંતરમંડળના એકસો ચોર્યાશી સંખ્યાવાળા મંડળીમાં સભ્યતરમંડળમાં ઉપસિંક્રમણ કરીને ગમન કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળથી સવવ્યંતરમંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ કરે છે. એટલા પ્રમાણના કાળમાં સર્વબાહ્યમંડળને અવધી રૂપ કરીને અને બહારની તરફ જતી વખતે સવવ્યંતર મંડળ અવધિરૂપ થાય છે, એકસો ત્રાશી રાત્રિ દિવસથી એકસો વ્યાશીના એક ભાગને રાત્રિ વિભાગથી ઓછા કરીને તથા દિવસ વિભાગના પ્રકાશક્ષેત્રને વધારીને ગમન કરે છે. તે વખતે સૂર્ય ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત હોય છે, તેથી ઉત્કર્ષ એટલે કે પરમ અધિક અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્યા બાર મુહૂતપ્રમાણની રાત્રી હોય છે, આ પ્રમાણે બીજા છ માસ થાય છે, એજ બીજા છ માસનું પર્યવસાન છે, અને એનેજ આદિત્યસવંસ્તર કહે છે, તથા આજ આદિત્યસંવત્સરનું પર્યવસાન હોય છે. ફરીથી અહીંયાં નવ પ્રકારના કાળમાનમાં આ કયો કળ છે? એ સંદેહની નિવૃત્તિ માટે કહે છે કે આ આદિત્યસંવત્સર એટલે સંચરણકાળ કહેલ છે, | પાહુડ-ક-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પાહુડ-૭) | [38] સૂર્યનું વરણ કોણ કરે છે? આ વિષયમાં વીસ પ્રતિપરીયો કહેવામાં આવેલ છે. તેમાં પહેલી આ પ્રમાણે છે.- મંદર પર્વત સૂર્યનું વરણ-સ્વીકાર કરે છે, બીજો કહે છે કે મેરૂપર્વત સૂર્યનું વરણ કરે છે. આ પ્રમાણેના અભિલોપથી સમજી લેવું યાવતું પર્વતરાજ પર્વત સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે, હું આ વિષયમાં આ પ્રમાણે કહું છું મન્દર પર્વત કહે છે અને વાવતુ પર્વતરાજ પણ કહે છે, અર્થાત્ જે આ પર્વતો સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે, તે પ્રમાણે મંદરપર્વત પણ કહે છે, અને મેરૂપર્વત પણ કહે છે, યાવતુ પર્વતરાજપી પણ સૂર્યને પોતાના પ્રકાશક તરીકે કહે છે, જે પુદ્ગલો સૂર્યની વેશ્યાનો સ્પર્શ કરે છે. તે પુગલો સૂર્યનો સ્વીકાર કરે છે, અદ્રષ્ટ પુદ્ગલો પણ સૂર્યનો સ્વીકાર કરે છે. ચરમ લેશ્યાન્તર્ગત પુદ્ગલો પણ સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે એ સર્વ પૂર્વોક્ત પ્રકારથી સમજી લેવું. પાહુડ-૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (પાહુડ-૮) [39] સૂર્યની ઉદયસ્થિતિ કેવી રીતની કહેલ છે ? આ વિષયમાં ત્રણ પ્રતિ પત્તિયો છે એમ કહે છે જ્યારે જમ્બુદ્વીપના દક્ષિણાર્ધમાં અઢાર મૂહૂર્તનો દિવસ થાય છે. ત્યારે ઉત્તરાર્ધમાં પણ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. જ્યારે જંબૂદ્વીપના ઉત્તર ભાગના અર્ધભાગમાં અઢાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે ત્યારે જેબૂદીપના દક્ષિણ અર્ધ ભાગમાં પણ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. જ્યારે જબૂદ્વીપના દક્ષિણાર્ધમાં સત્તર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે, તે વખતે ઉત્તરાર્ધમાં પણ સત્તર મુહૂર્તપ્રમાણનો દિવસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org