________________ પાહુડ-૬ 35 ક્ષેત્રના પ્રકાશને એક ભાગને ન્યૂન કરીને અને રાત્રિક્ષેત્રના એક ભાગને વધારીને ગતિ કરે છે, ત્યારે એટલે કે સવભિંતર મંડળના સંચરણ સમયમાં એકસઠિયા બે મુહૂર્ત ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, તથા એકસઠિયા બે મુહૂર્વભાગ અધિક બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. બીજા મંડળથી નિષ્ક્રમણ કરતો એ સૂર્ય પહેલા છ માસના બીજી અહોરાત્રીમાં સર્વવ્યંતર મંડળના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. એ સમયે બે રાત દિવસથી દિવસ ક્ષેત્રના બે ભાગોને કામ કરીને અને રાત્રિ ક્ષેત્રના બે ભાગોને વધારીને ગતિ કરે છે મંડળને અઢાર સો ત્રીસથી ભાગીને ઈત્યાદિ પ્રકારથી પૂર્વોક્ત કથન પ્રમાણે સમજી લેવું. ત્રીજા મંડળના ભ્રમણ કાળમાં એ પ્રકારના તાપક્ષેત્રમાં દિનમાન એકસઠિયા ચાર મુહૂર્ત ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને એકસઠિયા ચાર મુહૂર્તભાગ. અધિક બાર મુહૂર્ત પ્રમાણ વાળી રાત્રી હોય છે. આ પ્રમાણે પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી નિષ્ક્રમણ કરતો એટલે કે બીજા મંડળમાંથી બહાર નિકળતો સૂર્ય-ત્રીજા મંડળથી ચોથા મંડળમાં ચોથા મંડળથી પાંચમા મંડળમાં પાંચમા મંડળથી છઠ્ઠા મંડળમાં છઠ્ઠા મંડળથી સાતમા મંડળમાં આ પ્રમાણે ક્રમ ક્રમથી એક મંડળથી બીજા મંડળાન્તરમાં એ એ મંડળ માં સંક્રમણ કરતાં કરતાં એક એક મંડળમાં એક એક રાત દિવસથી એટલે કે અહોરા ત્રીથી પ્રકાશના એક એક ભાગના વિભાગ ક્રમથી પૂર્વપ્રતિ પાદિત પદ્ધતિથી કહેલ દિવસ ક્ષેત્રના એક એક ભાગને ઓછા કરીને અને રાત્રિ વિભાગના એક એક ભાગને વધારીને સર્વબાહ્યમંડળના એક સો વ્યાશીમાં મંડળમાં જઈને ગતિ કરે છે, સૂર્યના. સંચરણ કાળની વિચારણામાં જ્યારે પૂર્વ સભ્યતર મંડળ માંથી સર્વબાહ્ય મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે મંડળના સંચરણ સમયમાં સૂર્ય ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત હોય છે. એટલે કે દક્ષિણ દિશામાં પ્રવૃત્ત થાય છે. પૂવોક્ત લક્ષણથી યુક્ત જે કાળ હોય છે, તે પહેલા છ માસ છે. તેમાં પણ આ પરમ અધિક રાત્રિમાન અને પરમ અ૫ દિવસમાન વાળી સમય પહેલા છ માસના અંતનો કાળ હોય છે. એ પ્રવેશ કરતો સંય સવશ્વેિતર મંડળનું ભ્રમણ કરીને બીજા છ માસના પહેલી અહોરાત્રીમાં સર્વબાહ્યમંડળમાંથી તે પછીના બીજા મંડળમાં જઈને ગતિ કરે છે. જે દિવસે સૂર્ય બાહ્યમંડળની અંદરના બીજા. મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે, તે દિવસે એક અહોરાત્રમાં પોતાના પ્રકાશથી રાત્રિ ક્ષેત્રના એક ભાગને મ કરીને તથા દિવસ ક્ષેત્રના એક ભાગને વધારીને ગતિ કરે છે. સવવ્યંતરમંડળના બીજા મંડળમાં એકસઠિયા બે મુહૂર્ત ભાગ ન્યૂન અઢાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. તથા એકસઠિયા બે મુહૂર્ત ભાગ વધારે ભાર મુહૂતપ્રમાણનો દિવસ હોય છે. સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય અંદરની તરફ ગમન કરીને બીજા છ માસના બીજા અહોરાત્રમાં સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળમાં જઈને ગતિ કરે છે. ત્યારે બે અહોરાત્રીથી પહેલાં પ્રતિપાદન કરેલ રાત્રિક્ષેત્રના પ્રકાશના બે ભાગને કમ કરીને તથા દિવસક્ષેત્રના પ્રકાશના બે ભાગોને વધારીને ગમન કરે છે. સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળના સંચરણકાળમાં એકસઠિયા ચાર મુહૂર્વભાગ ન્યૂન અઢાર મુહૂર્તપ્રમાણ ની રાત્રી હોય છે. અને 461 મુહૂર્તભાગ વધારે બાર મુહૂર્તનો દિવસ હોય છે. રાતદિવસના લાસ અને વૃદ્ધિઝમના કહેલા ઉપાયથી મંડળની અંદર પ્રવેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org