Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ સૂરપનત્તિ -9-40-45 તથા જઘન્યા એટલે બાર મુહૂર્તપ્રમાણવાળી રાત્રી હોય છે, તે દિવસમાં ભ્રમણ કરતો સૂર્ય ચાર પુરૂષ પ્રમાણવાળી બધી પ્રકાશ્ય વસ્તુની ચાર ગણી છાયા ઉત્પન્ન કરે છે, તથા ઉદયકાળ અને અસ્તકાળમાં ચાર પુરૂષપ્રમાણવાળી છાયા ઉત્પન્ન કરે છે. તથા વેશ્યાને વધારીને પ્રકાશ્ય વસ્તુની ઉપર ઉપર રહીને દૂર ઘણે દૂર જઈને તેને નિર્વેષ્ટિત કર્યા વિના એટલે કે પ્રકાશ્ય વસ્તુની ઉપર રહીને નજીકની વસ્તુને છોડ્યા વિના જે સમયે પોતાના માર્ગમાં ભ્રમણ કરતો સૂર્ય સર્વબાહ્યમંડળમાં ગતિ કરે છે તે સમયે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત પરમ દક્ષિણાયનગત સવધિકા અઢાર મૂહૂર્તપ્રમાણની રાત્રી હોય છે. તથા સર્વ લઘુ બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે એ પરમ દક્ષિણાયનકાળમાં સૂર્ય બે પુરૂષપ્રમાણ વાળી બમણી છાયા ને ઉત્પન્ન કરે છે. તથા તે દિવસે ઉદયકાળમાં અને અસ્તમન કાળમાં વેશ્યાની વૃદ્ધિ કરીને બે પૌરૂષી છાયાને ઉત્પન્ન કરે છે, આ બે મતાન્તરવાદીયોમાં જે મતાન્તરવાદી આ પ્રમાણે કહે છે કે એવો દિવસ હોય છે, કે જે દિવસે સંચાર કરતો સૂર્ય પુરૂષદ્વય પ્રમાણની કે બમણી છાયા ઉત્પન્ન કરે છે, તથા એવો પણ દિવસ હોય છે કે જે દિવસે કોઈ પણ પ્રકારની પૌરૂષી છાયાને ઉત્પન્ન કરતો નથી. આ રીતના કથનના સમર્થનમાં કહે છે, જે દિવસે સૂર્ય સવભ્યતરમંડળમાં ગતિ કરે છે, એ દિવસે પરમ પ્રકર્ષને પ્રાપ્ત કરીને ઉત્તરદક્ષિણમાં હોય છે તેથી એ સમયે પરમઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા તે દિવસમાં જઘન્યા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. એ દિવસે સૂર્ય બે પુરૂષપ્રમાણવાળી એટલે કે બમણી છાયા ઉત્પન્ન કરે છે. જેમ કે ઉદયકાળમાં અને અસમનકાળમાં બમણી છાયા કરે છે. એટલે કે વેશ્યાને વધારીને સૂર્ય પોતાની ગતિ કરે છે, જે સમયે સૂર્ય સર્વબાહ્ય મંડળ અહોરાત્ર માં જઈને ગતિ કરે છે, એ દિવસે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત સવિિધકા અઢાર મુહૂર્ત પ્રમાણવાળો દિવસ હોય છે. એ સર્વબાહ્યમંડળના સંચરણ દિવસમાં ભ્રમણ કરતો સૂર્ય કોઇ પણ પ્રકારની પૌરૂષી છાયાને ઉત્પન્ન કરતો નથી. તથા એ દિવસમાં ઉદયના સમયમાં તથા સૂર્યાસ્તકાળમાં લેશ્યાને વધારતો નથી, હે ભગવાન જો પરતી ઈંકોની આવી રીતની માન્યતા છે તો સૂર્ય કેટલા પ્રમાણવાળી પૌરૂષી છાયાને નિયતિત કરે છે, તે યથાર્થ સ્થિતિ આપ કહો. એ પ્રકારના દેશ વિભાગથી પ્રતિદિવસે પ્રતિનિયત પ્રમાણવાળી પૌરૂષી છાયાના સંબંધમાં છનું સંખ્યાવાળી મતાન્તર રૂપ પ્રતિપત્તિયો છે, કોઈ એક કહે છે, એવો પ્રદેશ છે કે જે ભૂભાગમાં પોતાની કક્ષાથી પરિભ્રમણ કરતો સૂર્ય જ્યારે ત્યાં આવે છે ત્યારે ત્યાં આવીને એક પુરૂષપ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, કોઈ એક બીજો કહે છે, કે-એવો પણ ભૂભાગને પ્રદેશ છે કે જે ભૂભાગમાં ભ્રમણ કરતો સૂર્ય બે પુરૂષપ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, આ પૂર્વોક્ત પ્રકારથી બાકીની પ્રતિપત્તિયોનું યોજના કરીને કહી લેવું. એ છનું પ્રતિપરિયોવાળા જે મતાન્તર વાદી આ પ્રમાણે કહે છે કે- એવો ભૂભાગ છે કે જે પ્રદેશમાં પોતાના માર્ગમાં ભ્રમણ કરતો સૂર્ય એક પુરૂષપ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે. એક પુરૂષપ્રમાણની છાયાનું કથન કરવાવાળા કહે છે કે સૂર્યના સૌથી નીચેના સ્થાનથી સૂર્યના પ્રતિઘાતથી બહાર નીકળેલ જે વેશ્યા એ વેશ્યાથી તાડિત થતી આ રત્નપ્રભા પૃથ્વીના સમતલ ભૂભાગથી જેટલા પ્રમાણવાળા પ્રદેશમાં સૂર્ય ઉપર વ્યવસ્થિત થાય છે, એટલા પ્રમાણથી સરખા માર્ગથી એક સંખ્યાપ્રમાણવાળા છાયાનુમાન પ્રમાણવાળી પ્રકાશ્ય વસ્તુના પ્રમાણનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102