________________ 46 સૂરપનરિ-૧૦૪૪૬ પ્રાતઃકાળમાં જ ચંદ્રની સાથે પ્રથમ યોગથી અહોરાત્રનો પ્રથમ ભાગ ત્રીસ મુહૂર્ત પ્રમાણ કાળ વ્યાપ્ત ત્યાંથી પ્રથમ આરંભ થવાથી પ્રાતઃકાળમાં ચંદ્રની સાથે યોગ કરે છે. પૂવભાદ્રપદા નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પ્રમાણવાળું હોવાથી તથા પ્રાતઃકાળે પ્રવૃત્ત થતું હોવાથી અહોરાત્ર પરિમિત કાળ પર્યન્ત નિવાસ કરે છે. પૂર્વાભાદ્રપદ નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ કરીને એ યોગને પરિવર્તિત કરે છે. બીજા દિવસના સૂર્યોદય સમયે ચંદ્રને ઉત્તરાભાદ્રપદા નક્ષત્રને સમર્પિત કરે છે. ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનો યોગ થવાથી તેના પ્રારંભ કાળથી દોઢ અહોરાત્ર તુલ્યક્ષેત્ર ગત થઈને રહે છે. પૂર્વોક્ત પ્રકારથી ઉત્તરાભાદ્રપદાનક્ષત્ર પિસ્તાલીસ મુહૂર્ત વ્યાપ્ત હોવાથી બે દિવસ અને એક રાત સુધી ચંદ્રની સાથે વ્યાપ્ત રહે છે. ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર બે દિવસ અને એક રાત ચંદ્રની સાથે યોગ કરે છે, આ રીતે યોગ કરીને કંઈક પશ્ચાતુ ભાગમાં ચંદ્રને રેવતી નક્ષત્રને સમર્પિત કરે છે, રેવતી નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પરિમિત કાળ વ્યાપ્ત એ યોગના પ્રારંભ કાળ રૂપ સાયંકાળમાં ચંદ્રની સાથે નિવાસ કરે છે. યોગનો વિનિમય કરીને બીજા દિવસના સાંજ ના સમયે ચંદ્રને અશ્વિની નક્ષત્રને સમર્પિત કરે છે. આ અશ્વિની નક્ષત્ર પણ સાયંકાળમાં ચંદ્રની સાથે યોગ કરે છે. એ નક્ષત્રના યોગના આરંભ કાળથી સાંજના સમયમાં ચંદ્રની સાથે યોગ કરે છે. રાત્રી સમાપ્ત થયા પછી બીજો એક દિવસ ચંદ્રની સાથે રહે છે. આ રીતે યોગનો વિનિમય કરીને સાંજના સમયે ચંદ્રને ભરણી નક્ષત્રને સમર્પિત કરે છે. ભરણી નક્ષત્ર કેવળ એક રાત્રી રહેવાવાળું અથતુ મુહૂર્ત પ્રમાણ કાળ વ્યાપી કહેલ છે. તેથી બીજે દિવસે ચંદ્રની સાથે યોગ કરતું નથી. સૂર્યોદયની નજીકના સમયે પોતાની સાથે નિવાસ કરતા એ ચંદ્રને કૃતિકા નક્ષત્રને ભોગને માટે આપી દે છે. કૃત્તિકા નક્ષત્ર પૂવલથી પ્રારંભ થતું હોવાતી અહોરાત્રિના પૂર્વ ભાગવત તથા સંપૂર્ણ અહોરાત્ર કાળ વ્યાપી એ યોગનો વિનિમય કરે છે. પ્રભાત કાળમાં ચંદ્રને રોહિણી નક્ષત્રને સમર્પિત કરે છે. રોહિણી નક્ષત્ર પિસ્તાલીસ મુહૂર્ત પ્રમાણવાળું હોવાથી પ્રભાતકાળમાં ચંદ્રની સાથે યોગ કરે છે. તથા તે પછીની એક રાત અને બીજા દિવસ પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. સાંજના સમયે ચંદ્રને મૃગશીર્ષ નક્ષત્રને સમર્પિત કરે છે, આ બધું જ પહેલાં વ્યાખ્યાત થઈ ગયેલ છે, આ રીતે બાહલ્યને અધિકૃત કરીને પૂર્વોક્ત સવિસ્તર પ્રકારથી થોક્ત સમયમાં અભિજીત વિગેરે બધા નક્ષત્ર ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે, તેમાં કોઈ પૂર્વભાગવાળા હોય છે અને કોઈ પશ્ચાતુ ભાગવાળા હોય છે. તેમજ કોઈ નક્તભાગ હોય છે. અને કેટલાક ઉભય ભાગવાળા હોય છે. | પાહુડ-૧૦૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૧) [47] હે ભગવાન્ ! કેવી રીતે કુલસંશક નક્ષત્રો કહેલા છે? બાર નક્ષત્ર કુલસંજ્ઞક છે, તથા ચાર નક્ષત્રો કુલીપકુલ સંજ્ઞાવાળા કહ્યા છે, આ નીચે બાર નક્ષત્ર કુલસંજ્ઞક હોય છે. ધનિષ્ઠાકુલ, ઉત્તરાભાદ્રપદકુલ, અશ્વિનીકુલ, કૃત્તિકા,કુલ, સંસ્થાનકુલ, પુષ્પકુલ, મઘાકુલ, ઉત્તરાફાલ્વનીકુલ, ચિત્રાકુલ, વિશાખા કુલ મૂલકુલ, ઉત્તરાષાઢાકુલ, આ બાર નક્ષત્રો ઉપકુલ સંજ્ઞક હોય છે, શ્રવણ ઉપકુલ પૂર્વપ્રૌષ્ઠપદાઉપકુલ, રેવતીઉપકુલ ભરણીઉપકુલ, પુનર્વસૂઉપકુલ અશ્લેષા ઉપકુલ, પૂર્વાશુનીઉપકુલ હસ્તઉપકુલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org