________________ છે એ સમયે ઉના દિલમાં 40. સૂરપન્નત્તિ- 8-39 મંદર પર્વતની પશ્ચિમદિશામાં દક્ષિણાપન પ્રવર્તે છે એ સમયે ઉત્તર અને દક્ષિણદિશામાં પ્રથમ અયન પૂર્ણ થાય છે, જે પ્રમાણે અયનના સંબંધમાં આલાપકનો પ્રકાર બતાવેલ છે, એજ પ્રકારના ક્રમથી સંવત્સરના વિષયમાં પણ કહેવું જોઈએ. સંખ્યાવાચક શબ્દોના આલાપકની યોજના કરીને કહી લેવા જોઈએ. જ્યારે ઉત્તરાર્ધમાં ઉત્સર્પિણી પ્રવર્તમાન હોય છે ત્યારે જંબૂઢીપમાં મંદર પર્વતની પૂર્વપશ્ચિમ દિશામાં અવસર્પિણી હોતી નથી, તેમજ ઉત્સ ર્પિી હોતી નથી. આ પ્રમાણે કેમ હોય છે? પૂર્વપશ્ચિમ દિશામાં અવસ્થિત કાળ હોય છે જ્યારે જુબૂલીપના દક્ષિણાર્ધમાં પ્રથમ ઉત્સર્પિણી હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલી ઉત્સર્પિણી હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં પહેલી ઉત્સર્પિણી હોય છે, ત્યારે જંબૂઢી પમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં અવસર્પિણી. હોતી નથી. તથા ઉત્સર્પિણી પણ હોતી નથી જ્યારે લવણ સમુદ્રના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે. જ્યારે લવણસમુદ્રના ઉત્તરાર્ધમાં દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વપશ્ચિમ દિશામાં રાત્રી હોય છે, જે પ્રમાણે જંબુદ્વિપમાં સૂર્યના ઉદ્યના સંબંધમાં આલાપકો કહ્યા છે, એજ પ્રમાણે લવણસમુદ્રમાં ઉત્સપિ ણીના વિષયમાં આલાપકો કહેવા જોઈએ હવે ઘાતકી ખંડ નામના દ્વિીપમાં જંબૂઢીપના જેવી રાત્રિ દિવસ ની વ્યવસ્થા કહેવામાં આવે છે તે સાંભળો ઘાતકીખંડ દ્વીપના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ત્યારે ઉત્તર વિભાગાર્ધમાં પણ દિવસ હોય છે, તથા જ્યારે ઉત્તર વિભાગાધમાં દિવસ હોય છે ત્યારે ધાતકીખંડ દ્વીપમાં મંદર પર્વતની પૂર્વદિશામાં અને પશ્ચિમદિશામાં રાત્રી હોય છે. જે પ્રમાણે જંબૂદ્વીપમાં કથન કરેલ છે. એજ પ્રમાણે યાવતું ઉત્સર્પિણી પર્યન્ત કહી લેવું. લવણ સમુદ્રમાં જે પ્રમાણે દિવસ રાતનો નિયમ કહ્યો છે, એજ પ્રમાણે કાલોદ નામના સમુદ્રમાં પણ દિવસ રાતની વ્યવસ્થા થાય છે, તેમ ભાગના સમજવી, અત્યંતર પુષ્કરાઈ નામના દ્વીપમાં ભારત વર્ષનો અને એરવતક્ષેત્રવતિ એમ બન્ને સૂર્યો જે પ્રમાણે ઉત્તરપૂર્વદિશામાં ઉદિત થાય છે, એજ પ્રમાણે કાલોદધિ સમુદ્ર અને લવણ વિગેરે સમુદ્રમાં ઉદયને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેની ભાવના ભાવિત કરી લેવી. જ્યારે અત્યંતર પુખરાઈના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે અને ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, ત્યારે અત્યંતરપુષ્કરાર્ધમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમદિશામાં રાત્રી હોય છે. લવણસમુદ્રની ભાવના કરતી વખતે આ પ્રમાણેકહેવું. તથા ધાતકી ખંડના કથન સમયે એ પ્રમાણે કહેવું, પરંતુ ધાતકીખંડમાં બાર સૂર્યો હોય છે, બાકીનું દ્વીપ સંબંધી કે સમુદ્ર સંબંધી કંઈ પણ કથન કહ્યા વગરનું હોય તે તમામ કથન જંબૂદ્વીપપત્નત્તિ મુજબ જાણવું. પાહડ-૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડ-૯) [40-41] કેટલા પ્રમાણવાળી પુરૂષની છાયાનું સૂર્ય પરિભ્રમણ કરે છે? પૌરૂષી છાયાના સંબંધમાં તાપક્ષેત્રના વિષયમાં કહેલ ત્રણ પ્રકારની પ્રતિપત્તિયો આવેલ છે, પહેલો તીર્થોત્તરીય કહે છે કે જે પુદ્ગલો સૂર્યની વેશ્યાનો સ્પર્શ કરે છે, એજ પુદ્ગલો સૂર્યની વેશ્યાની સંસ્પર્શથી સંતાપિત થાય છે. તે પુદ્ગલો સંતાપિત થઈને એટલે કે ઉષ્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org