Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ પાહુડ૯ થઇને તેના પછીના એટલે કે સંતપ્યમાન પુદ્ગલોના અવ્યવધાનથી રહેલા જે પુદ્ગલો છે, એ તદનંતર પુદ્ગલો કહેવાય છે. એવા બહાર રહેલા પુદ્ગલોને સંતાપિત કરે છે. કોઈ એક બીજો કહે છે કે-જે પુદ્ગલો સૂર્યનીલેશ્યાનો સ્પર્શ કરે છે, તે પુદ્ગલો સંતાપિત થતા નથી. તો પીઠ ફલકાદિમાં ઉષ્ણપણું શી રીતે દેખાય છે? કે સૂર્યની વેશ્યાના સંસ્પર્શથી જે પીઠ ફલકાદિમાં સંતપ્તપણું દેખાય છે, તે તેમાં આશ્રય ભૂત સૂર્યની ગ્લેશ્યાના પગલો સ્વરૂપ ભેદથી જણાય છે. પીઠફલકાદિમાં રહેલા યુગલોનું સતતપણું નથી, કોઈ એક ત્રિીજો કહે છે કે-જે પુદ્ગલો સૂર્યની ગ્લેશ્યાનો સ્પર્શ કરે છે એવા કેટલાક પુદ્ગલો હોય છે, કે જે સુર્યની વેશ્યાના સંસ્પર્શથી સંતાપિત થાય છે, તથા કેટલાક પુદગલો એવા હોય છે કે જે સંતપ્ત થતા નથી, તેમાં જે સંતપ્યમાન પુદ્ગલો હોય છે તે તેઓની પછીના કેટલાક પુદગલોને સંતાપિત કરતા નથી, ભગવાન કહે છે, જે આ પ્રત્યક્ષ દેખાનારા ચંદ્ર દેવોના વિમાનોની લેયા નીકળે છે એજ વેશ્યા બહારના આકાશમાં રહેલ યથોચિત પ્રકાશ ક્ષેત્રને તથા વસ્તુસમૂહને પ્રકાશિત કરે છે. એ લેડ્યા એની પાછળની બીજી છિન્ન લેશ્યાઓ હોય છે, તેથી એ છિન્ગલેશ્યા સંમૂચ્છિત એટલે કે તેની પછીના બાહ્ય પુદુ ગલોને સંતાપિત કરે છે. આ પ્રમાણેનું એ સૂર્યનું સમિત અથતું ઉત્પન્ન થયેલ તાપ ક્ષેત્રનો સંભવ ઉત્પત્તિ સમજવો. કેટલા પ્રમાણના પ્રકર્ષવાળી પૌરૂષી છાયા સૂર્ય નિવર્તિત કરે છે ? પૌરૂષી છાયાના સંબંધમાં લશ્યાના પ્રકરણમાં કહ્યા પ્રમાણે પ્રતિપત્તિયો છે. કોઈ એક મતાન્તરવાદી પોતાનો મત પ્રગટ કરે છે, અનુસમય એટલે કે પ્રત્યેક ક્ષણમાં સૂર્ય પૌરૂષી છાયા કે પુરૂષની છાયાને ઉત્પન્ન કરે છે, બીજો કોઈ પોતાના મતનું કથન કરે છે કે પ્રત્યેક મુહૂર્તમાં સૂર્ય પુરૂષ સંબંધી છાયાને નિવર્તિત કરે છે, એ રીતે આ હવે પછી કહેવામાં આવનાર અભિલાપ વિશેષથી બધે જ પાઠનો ક્રમ બનાવીને સમજી લેવું, ઓજસંસ્થિ તિના વિષયમાં એટલે કે પ્રકાશની સંસ્થિતિના સંબંધમાં પચ્ચીસ પ્રતિ પરિયો કહેલ છે એ બધી જ અહીંયાં પણ કહી લેવી એ પ્રતિપત્તિયો યાવતુ અનુસ પિણી પર્યન્ત સૂર્ય પૌરૂષી છાયાને નિવર્તિત કરે છે આ પ્રમાણે ભગવાનું કહે છે સૂર્યથી ઉત્પન્ન થતી વેશ્યા ના ઉચ્ચત્વના સંબંધમાં યથાર્થ રીતે જાણીને છાયોદ્દેશ કહું છું. એ પૌરૂષી છાયાના પરિમાણના સંબંધમાં આ વક્ષ્યમાણ સ્વરૂપવાળી બે પ્રતિપત્તિયો છે, પહેલો પરતીર્થિક કહેવા લાગ્યો કે એવો દિવસ હોય છે, કે જે દિવસમાં સૂર્ય ઉદયકાળમાં અને અસ્તમન મુહૂર્તમાં ચાર પુરૂષપ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, એવો પણ દિવસ હોય છે કે જે દિવસે સૂર્યના ઉદયના સમયમાં અને અસ્ત થવાના સમયમાં બે પુરૂષ પ્રમાણવાળી છાયા હોય છે. એવો દિવસ હોય છે કે જે દિવસે સંચાર કરતો સૂર્ય ઉદયના સમયમાં અને અસ્તમાન સમયમાં બે પુરૂષ પ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, તથા એવો પણ દિવસ હોય છે કે-જે દિવસે બ્રમણ કરતો સૂર્ય ઉદયના સમયમાં અને અસ્ત થવાના સમયમાં કોઈ પણ પ્રમાણની પૌરૂષી છાયાને ઉત્પન્ન કરતો નથી. એ બેમાં જે આ પ્રમાણે કહે છે કે એવો દિવસ હોય છે કે જે દિવસમાં સૂર્ય ચાર પુરૂષ પ્રમાણની છાયા ઉત્પન્ન કરે છે. તથા એવો પણ દિવસ હોય છે કે જે દિવસે સૂર્ય બે પુરૂષ પ્રમાણની છાયાને ઉત્પન્ન કરે છે, એ વાદી સૂર્ય સવભ્યિ તરમંડળ અથતુ મિથુનાન્ત અહોરાત્રવૃત્તિમાં ગતિ કરે છે, એ દિવસમાં સૂર્ય ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત હોય છે. તેથી અઢાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102