Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ 38 સૂરપનત્તિ- 8-39 પ્રમાણનો દિવસ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહુર્તનતરનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણવાળી રાત્રી હોય છે. આ પૂર્વોક્ત પ્રકારથી સમજી લેવું. આ પ્રકારનું કથન ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી તેર મુહૂતનંતર દિવસનું કથન આવી જાય. એક એક સત્તર સંખ્યા વિશેષ સમગ્ર મુહૂર્તની પછી કંઈક ન્યૂન બળે આલાપકો પ્રગટ કરતાં વાક્યવિશેષ કહી લેવા. જ્યારે જંબૂદ્વીપ નામના દ્વીપના દક્ષિ રાધ ભાગમાં સત્તર મુહૂર્તનો દિવસ હોય છે. ત્યારે ઉત્તર દિગ્વિભાગમાં બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં સત્તર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે. જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાધભાગમાં સત્તરમુહૂત નંતરનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં સત્તર મુહૂતીનંતરનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે, એજ પ્રમાણે બાર મુહૂર્તગત કાળના કથન પર્યન્ત નવ આલા પાકો થાય છે. જ્યારે જબૂદ્વીપ નામકના દ્વીપના દક્ષિણાર્ધમાં બાર મુહૂતપ્રમાણની રાત્રી હોય છે અને જ્યારે ઉત્તરાર્ધ ભાગમાં બાર મુહૂતનંતરનો દિવસ હોય છે, એ અવસ્થામાં પણ દક્ષિણાર્ધભાગમાં બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે, અઢાર મુહૂર્ત નંતરાદિ દિવસકાળમાં જંબુદ્વિપ નામના દ્વીપમાં મંદરપર્વતની પૂર્વે અને પશ્ચિમદિશામાં પૂર્વ પ્રતિપાદિત નિયમ નથી, પરંતુ ત્યાં પંદર મુહૂર્તનો દિવસ હોતો નથી તથા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી પણ હોતી નથી, વ્યવચ્છિન્ન એટલે કે સદાકાળ એક રૂપ મંદરપર્વતની પૂર્વપશ્ચિમ દિશામાં રાતદિવસનું પ્રમાણ કહેલ છે, હું આ વિષયમાં આ પ્રમાણે કહું છું કે જબૂદ્વીપ નામના દ્વીપમાં બન્ને સૂર્યો મંડળ પરિભ્રમણના ક્રમથી યથાયોગ્ય ભ્રમણ કરતા કરતા મેરૂની ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખૂણામાં ઉદિત થાય છે અને ત્યાં ઉદય પામીને પૂર્વ અને દક્ષિણદિશામાં એટલે કે અગ્નિખૂણામાં આવતા દ્રષ્ટિગોચર થાય છે, અહીંયાં ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી પૂર્વ દક્ષિણ દિશામાં ઉદય પામીને દક્ષિણ પશ્ચિમ દિશામાં અથતું નૈઋત્યકોણમાં આવે છે. અહીંયાં પણ દક્ષિણ પશ્ચિમદિશામાં એટલે કે વાયવ્ય દિશામાં આવે છે, અહીયાં પણ ઐરવતાદિ ક્ષેત્રની અપેક્ષાથી ઉદિત થઈને ઉત્તર પૂર્વદિશામાં એટલે કે ઈશાન ખૂણામાં આ છે. એ જ પ્રમાણે પશ્ચિમ ઉત્તર દિશા અર્થાત્ વાયવ્ય દિશામાં ઉદિત થઈને ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન કોણમાં આવે છે. સૂર્યના ઉદય વિભાગના વિચારમાં જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણ દિશાના અર્ધ વિભાગમાં દિવસ હોય છે. એ સમયે ઉત્તર દિશાના વિભાગાધમાં પણ દિવસ હોય છે. કારણ જ્યારે ઉત્તરા ધમાં પણ દિવસ હોય છે ત્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં રાત્રી હોય છે. આ રીતે ત્યાંના રાત્રિદિવસ વિચારમાં જ્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમ દિશામાં પણ દિવસ હોય છે, અને જ્યારે પશ્ચિમદિશામાં દિવસ હોય છે, ત્યારે જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદરપર્વતની ઉત્તર દક્ષિણમાં રાત્રિ હોય છે, એ જંબૂદ્વીપ નામના દ્વીપમાં જ્યારે દક્ષિણ દિશાના અધ વિભાગમાં ઉત્કર્ષ અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. ત્યારે ઉત્તર વિભાગમાં પણ પરમ પ્રકષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. જ્યારે ઉત્તર વિભાગાધમાં સર્વોત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે ત્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં જઘન્યાસવલ્પિા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102