Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ 34 સૂરપન્નત્તિ- 6-37 જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ નાશ પામે છે. કોઈ એક કહે છે કે દરેક મહિને સૂર્યનો પ્રકાશ ભિન્ન પ્રકારથી ઉત્પન્ન થાય છે અને અન્યનો વિનાશ થાય છે. કોઈ એક કહે છે કે-દરેક ઋતુમાં સૂર્યનો ઓજસ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ વિનાશ પામે છે, કોઈ એક કહે છે કે-પ્રત્યેક અયનમાં સૂર્યનું ઓજસ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ વિનષ્ટ થાય છે. કોઈ એક કહે છે કે- દરેક સંવત્સરમાં સૂર્યનો પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ વિનાશ પામે છે. કોઈ એક કહે છે કે દરેક યુગમાં સૂર્યનું ઓજસ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિનાશ પામે છે. કોઈ એક એવી રીતે કહે છે કે દરેક સો વર્ષે સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે. અને અન્ય વિનાશ પામે છે, કોઈ એક કહે છે કેદરેક હજાર વર્ષે સૂર્યનો પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય નાશ પામે છે, કોઈ એક જણાવે છે કે- દરેક સો હજાર વર્ષે સૂર્યનો પ્રકાશ ભિન્ન રૂપે ઉત્પન્ન રૂપે ઉત્પન્ન થાય છે અને ભિન્ન રૂપે વિનાશ પામે છે, કોઈ એક રીતે કહે છે કે- અનુપૂર્વમાં જ સૂર્યનું ઓજસ અન્ય ઉત્પન્ન થાય છે અને અને અન્ય વિનાશ પામે છે, કોઈ એક કહે છે કે-અનુપૂર્વ સો મુહૂર્તમાં સૂર્યનું ઓજસ અન્ય ઉત્પન્ન થાય છે અને અને અન્યનો વિનાશ થાય છે. કોઈ એક કહે છે કે અનુપૂર્વ હજાર મુહૂર્તમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિનષ્ટ થાય છે. કોઈ એક કહે છે કે-અનુપૂર્વ સો હજાર મુહૂર્તમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્યનો નાશ થાય છે. કોઈ એક જણાવે છે કે અનુપલ્યોપમમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્યનો વિનાશ થાય છે, કોઈ કહે છે કે અનુપલ્યોપમશત સમયમાં સૂર્યનો પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્યનો વિનાશ થાય છે, કોઈ એક કહે છે કે-અનુપલ્યોપમ સહસ્ત્રકાળમાં સૂર્યની પ્રકાશ ભિન્ન ઉત્પન્ન થાય છે અને અન્યનો નાશ થાય છે. કોઈ કહે છે કે અનુપલ્યોપમશતસહસ્ત્ર સમયમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે, તથા અન્યનો વિનાશ થાય છે, કોઈ એક કહે છે કે-અનુસાગરોપમ કાળમાં સૂર્યનો પ્રકાશ અને ઉત્પન્ન થાય છે અને અન્યનો વિનાશ થાય છે, કોઈ એક જણાવે છે કે-અનુસાગરોપમશત સમયમાં સૂર્યનો પ્રકાશ ભિન્ન ઉત્પન્ન થાય છે અને ભિન્ન નાશ થાય પામે છે. કોઈ એક જણાવે છે કે-અનુસાગરોપમસહસ્ત્રકાળમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્યનો નાશ થાય છે, કોઈ એક કહે છે કે- અનુસાગરોપ મશતસહસ્ત્રકાળમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્યનો નાશ થાય છે. કોઈ એક કહે છે કે- અનુઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં સૂર્યનો પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે. અને અન્યનો નાશ થાય છે. ભગવાનું કહે છે ત્રીસ ત્રીસ મુહૂર્ત પર્યન્ત સૂર્યનો પ્રકાશ અવસ્તિથ રહે છે. તે પછી સૂર્યનો પ્રકાશ અનવસ્થિત થાય છે. છ માસ પર્યન્ત સૂર્યનો પ્રકાશ જૂન થાય છે. અને છ માસ સૂર્યનો પ્રકાશ વધતો રહે છે, નિષ્ક્રમણ કરતો સૂર્ય દેશભાગને ન્યૂન કરે છે, તથા પ્રવેશ કરતો સૂર્ય દેશભાગને વધારે છે, તેમાં શું કારણ છે ?આ જંબૂઢીપ નામનો દ્વીપ બધા દ્વીપ સમુદ્રોમાં યાવતું પરિક્ષેપથી કહેલ છે, જ્યારે સવવ્યંતરમંડળમાં ઉપ સંક્રમણ કરીને સૂર્ય ગતિ કરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કર્ષક અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, તથા જઘન્યા બાર મુહૂર્તપ્રમાણવાળી રાત્રી હોય છે, એ પ્રમાણે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય અત્યંતરમંડળની પછીના મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે એક રાત્રિ દિવસથી દિવસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102