________________ 32 સૂરપનત્તિ-૪-૩૫ સર્વબાહ્ય વાહા પર્યન્ત કહેવું. એ સભ્યત્તરમંડળની વાહ મેરૂપર્વતની સમીપ 9486 યોજન તથા એક યોજનાના નવ દસ ભાગ પરિધિરૂપે તાપક્ષેત્રની સંસ્થિતિ મેં કહેલ છે, તેથી તમે પણ તમારા શિષ્યોને એ જ પ્રમાણે કહો. એ તાપક્ષેત્ર વિશેષ શા કારણથી તે પ્રમાણથી યુક્ત કહેલ છે ? ભગવાનું કહે છે. જે મંદર પર્વતનો, પરિક્ષેપ છે, એ પરિક્ષેપને ત્રણથી ગુણીને દસથી ભાગે તેનો જે ભાગ આવે તે પરિક્ષેપવિશેષનું પરિમાણ થાય છે તેમ કહેવું. તેની સર્વબાહ્ય વાહા લવણસમુદ્રના અંતમાં૯૪૮૬૮ યોજન તથા એક યોજનાના ચાર દસ ભાગ થાય છે. એ પ્રમાણે પોતાના શિષ્યોને કહેવું. એ પરિક્ષેપ વિશેષ શા માટે કહેલ છે? ભગવાનું કહે છે કે- જંબૂદ્વીપ નામના દ્વીપના પરિક્ષેપને ત્રણથી ગુણીને દસથી છેદ કરવો પછી દસથી ભાગવા એ રીતે પરિક્ષેપવિશેષનું પ્રમાણ કહેલ છે તેમ પોતાના શિષ્યોને કહેવું. એ તાપક્ષેત્ર કેટલા. પ્રમાણ આયામવાળું કહેલ છે ? ઉત્તરમાં ભગવાનું કહે છે૭૮૩૩૩ યોજના અને એક યોજનનો એક દિતીયાંશ યોજન આયામથી એટલે કે દક્ષિણ ઉત્તર દિશાની તરફ લંબાઈવાળું કહેલ છે, તેમ સ્વશિષ્યોને કહેવું. ત્યારે અંધકારસંસ્થિતિ કેવી રીતે સંસ્થિત કહેલ છે, તે આપ કહો ઉત્તર આપતાં ભગવાનું કહે છે કે ઉંચા મુખવાળા કલંબુકાપુષ્પના સંસ્થાનની જેમ સંસ્થિત યાવતુ બાહ્ય વાહા હોય છે. સવવ્યંતર વાહા મંદર પર્વતના અંતમાં ફ૩ર૪ તથા એક યોજના છ દસ ભાગ યાવતુ પરિધિના પ્રમાણથી કહેલ છે તેમ કહેવું જે મંદર પર્વતનો પરિક્ષેપ વિશેષ છે. એ પરિક્ષેપને બેથી ગુણવાથી પ્રાક્કયિત પ્રકારથી શેષ સમગ્ર કથન સમજી લેવું. એ સર્વબાહ્ય વાહાનો લવણસમુદ્રની અંતમાં ત્રેસઠ હજાર બસો પિસ્તાલીસ યોજન અને એક યોજનના છ દસ ભાગ- પરિક્ષેપ કહેલ છે, એ પરિક્ષેપ વિશેષ આટલા જ પ્રમાણવાળો કેમ કહેલ છે ? તેના ઉત્તરમાં ભગવાનું કહે છે. જંબૂદ્વીપ નામના દ્વીપનો જે પરિક્ષેપ છે તે પરિક્ષેપને બેથી ગુણીને દસથી છેદ કરીને ફરીથી ભાગ કરવો આટલા પ્રમાણનો પરિક્ષેપ વિશેષ થાય છે. આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. આ અંધકાર આયામથી કેટલા પ્રમાણનો કહેલ છે? ભગવાનું ઉત્તર આપતાં કહે છે કે- ૭૮૩ર૩ યોજન અને એક યોજનના એક ત્રિભાગ આયામથી કહેલ છે. એમ સ્વશિષ્યોને કહેવું. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. તથા જઘન્યા બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે સૂર્યના તાપક્ષેત્રનું સંસ્થાન કેવા પ્રકારની સંસ્થિતિવાળું કહેલ છે? ભગવાનું કહે છે કે- ઉર્ધ્વમુખ કલંબુકાપુષ્પના સંસ્થાન જેવું તાપક્ષેત્રની સંસ્થિતિનું સંસ્થાન કહેલ છે, તેમ કહેવું, તથા જે પ્રમાણે આત્યંતર મંડળમાં અંધકારની સંસ્થિતિનું પ્રમાણ કહ્યું છે એજ પ્રમાણે બાહ્યમંડળમાં તાપક્ષેત્રની સંસ્થિ તિનું પ્રમાણ સમજવું. જે ત્યાં તાપક્ષેત્ર સંસ્થિતિનું પ્રમાણ થાય છે, તે બાહ્યમંડળમાં અંધકારસંસ્થિતિનું પ્રમાણ કહેવું જોઈએ. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કર્ષિકા અઢાર મૂહૂતપ્રમાણવાળી રાત્રી હોય છે, તથા જઘન્ય બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. જંબુદ્વીપમાં બન્ને સૂર્યો કેટલા ક્ષેત્રને ઉપરના ભાગમાં પ્રકાશિત કરે છે કેટલા ક્ષેત્રને નીચેની બાજુમાં પ્રકાશ આપે છે. અને કેટલા ક્ષેત્રના તિર્થગુ ભાગને પ્રકાશિત કરે છે? ઉત્તરમાં ભગવાનું કહે છે કે- જંબૂદીપ નામના દ્વીપમાં બે સૂર્ય એકસો યોજન ઉપરની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org