Book Title: Agam Deep 16 Surpannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ 26 સૂરપન્નતિ- 21/32 ગતિ કરે છે, ભગવાનું કહે છે. એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ ભેદઘાતથી એટલે કે ગતિ વિશેષથી ગમન કરે છે. જે અંતરથી એક મંડળથી બીજા મંડળમાં ગમન કરતાં કરતાં સૂર્ય ભેદઘાતથી જાય છે, તે પ્રકારનો સમય આગળ નથી. બીજા મંડળ સુધી ગયા વિના જ મંડળનો ભાગકાળ ન્યૂન થઈ જાય છે. મંડળના પરિભ્ર- મણના ભોગકાળના નિર્ણય કરવામાં બીજો તીર્થાન્તરીય કહે છે. એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકળાથી છોડે છે, એના કથનમાં આ વિશેષતા છે, જે અંતરથી એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકળાથી છોડે છે, એટલા પ્રમાણની. અદ્ધા આગળ જાય છે. આગળ જતાં સૂર્ય મંડળકાળને ન્યૂન કરતો નથી. એના મતમાં વિશેષપણું છે. તેમાં જે આ પ્રમાણે કહે છે કે-એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતો. સૂર્ય કર્ણકળાથી છોડે છે, આ નયથી ગતિ જાણવી. પાહુડ ૨/ર નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (પાહુપાહુડ-૩) [33] હે ભગવનું કેટલા ક્ષેત્રમાં સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરતો કહેલ છે? આ વિષયના સંબંધમાં ચાર પ્રતિપત્તિયો છે. પહેલો તીથાન્તરીય પોતાનો મત દશર્વિ છે. સૂર્ય એક એક મૂહૂર્તમાં છ છ હજાર યોજનમાં ગમન કરે છે. બીજી કોઈ એક કહે છે, પાંચ પાંચ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરે છે, ત્રીજો પરમતવાદી કહે છે. સૂર્ય ચાર ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં જાય છે. એક ચોથો મતવાદી કહે છે છે. પાંચ, અથવા ચાર હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરે છે. આ ચારે મતવાદીયોમાં જે આ પ્રમાણે કહે છે કે-છ, છ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં જાય છે, તેમના કહેવાનો અભિપ્રાય છે કે મુહૂર્તમાં સંચરણ ના સંબંધમાં જે વાદી હવે પછી કહેવામાં આવનાર પ્રકારથી સ્વમત ને કહે છે કે સૂર્ય છ છ હજાર યોજન એક એક મુહૂર્તમાં જાય છે. જ્યારે સૂર્યસભ્યન્તર મંડળમાં જઇને ગમન કરે છે ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉકર્ષક અઢારમુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્યા બારમુહૂર્તની રાત્રી હોય છે, એ દિવસોમાં એક લાખ આઠ હજાર યોજન પ્રમાણનું તાપક્ષેત્ર હોય છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ગમન કરે છે ત્યારે ઉત્કૃષ્ટતાવાળી અઢારમુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે. યોજન પ્રમાણનું તાપક્ષેત્ર કહેલ છે. ત્યારે સૂર્ય એક એક મુહૂર્તમાં છ છ હજાર યોજન જાય છે. એ અન્યતીર્થિકોમાં જે એવી રીતે કહે છે કે-સૂર્ય એક એક મુહૂર્તમાં પાંચ પાંચ હજાર યોજન ગમન કરે છે. તેમનું કહેવું આરીતે છે-જ્યારે સૂર્ય સર્વોત્તર મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે તે વખતે રાત્રિદિવસનું પ્રમાણ એજ પ્રકારનું છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળનું ઉપક્રમણ કરીને ગતિ કરે છે, એ સમયે રાતદિવસનું પ્રમાણ એ જ પ્રમાણે થાય છે. એ દિવસમાં સાઠ હજાર યોજનનું તાપક્ષેત્ર હોય છે. ત્યારે પાંચ પાંચ હજાર યોજનમાં સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરે છે. એમાં જે એવું કહે છે કે-જ્યારે સભ્યન્તરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે રાતદિવસનું પ્રમાણ એ જ પ્રમાણે છે. એ દિવસમાં બોંતેર હજાર યોજન પ્રમાણવાળું તાપક્ષેત્ર થાય છે. તથા જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે રાતદિવસનું પ્રમાણ એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102