________________ પાહુડ-૧,પાહુડ-પાહુડ-૮ 23 ધિક પરિક્ષેપથી કહેલ છે. ત્યારે પરમપ્રકી પ્રાપ્ત ઉત્કર્ષ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે તથા જધન્યા બાર મૂહૂર્તની રાત્રિી હોય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરને પ્રાપ્ત કરીને પ્રથમ અહોરાત્રમાં અભ્યત્તરાખંતર મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય આત્યંતર મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે તે મંડળપદ એક યોજનના એક એકસઠિયા અડતાલીસ ભાગ બાહલ્યથી અને ૯૯પ૪ યોજન તથા એક યોજનના એકસઠિયા પાંત્રીસ ભાગો આયામ વિખંભથી તથા ત્રણ લાખ પંદર હજાર એકસો યોજનથી કંઈક વધારે પરિક્ષેપથી થાય છે, બીજા મંડળના ચાર ચરણ સમયમાં દિવસરાત્રી પ્રમાણ પહેલાના કથન પ્રમાણે જ છે. નિષ્ક્રમણ કરતો એ સૂર્ય બીજા અહોરાત્રમાં અભ્યત્તરાત્તરના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય અત્યંતરના ત્રીજા. મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે તે મંડળપદ એક યોજનના અડતાલીસ એકસઠિયા ભાગ બાહલ્યથી થાય છે. તથા ૯૯૬પ૧ યોજન અને એક યોજનના નવ એકઠિયા ભાગ આયામવિખંભથી અને 315125 યોજન પરિક્ષેપથી કહેલ છે. ત્યારે દિવસ રાતની વ્યવસ્થા પણ એજ પ્રકારથી થઈ જાય છે. આ પ્રકારથી એ ઉપાયથી અથતુ નયથી નિષ્ક્રમણ કરતો સૂર્ય એ પછીના મંડળમાંથી તેના પછીના મંડળમાં એટલે કે એક મંડળમાંથી બીજા મંડળમાં ઉપસિંક્રમણ કરતા કરતા પાંચ યોજન અને એક યોજના એકસડિયા પાંત્રીસ ભાગ એક એક મંડળમાં વિખંભને વધારતા વધારતા અઢાર અઢાર યોજન પરિરયની વૃદ્ધિ કરતા કરતા સર્વબાહ્ય મંડળમાં જઈને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એ મંડળપદ એક યોજનના અડતાલીસ એકસઠિયા ભાગો બાહલ્યથી તથા એક લાખ છસો સાઠ યોજન આયામવિધ્વંભથી તથા ત્રણ લાખ અઢાર હજાર ત્રણસો પંદર પરિક્ષેપથી કહેલ છે. ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રી થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ રીતે પ્રથમ છ માસ કહેલ છે અને આજ પહેલા છ માસની સમાપ્તિનો સમય છે.. આ રીતે પ્રવેશ કરતો. સૂર્ય બીજા છ માસને પ્રાપ્ત કરીને પ્રથમ અહોરાત્રમાં બાહ્યાવંતર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળની પછીના મંડળમાં ઉપસે ક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે તે મંડળપદ એક યોજનના અડતાલીસ એકસડિયા ભાગ બાહુલ્યથી થાય છે. તથા એક લાખ છસો ચોપન યોજન તથા એક યોજનના છવ્વીસ એકસાઠિયા ભાગ આયામ અને વિખંભથી તથા ૩૧૮૨પ૭ પરિક્ષે પથી કહેલ છે. ત્યારે રાત્રિદિવસનું પરિમાણ એજ પ્રમાણે થાય છે. એ પ્રવેશ કરતો સૂર્ય બીજી અહોરાત્રમાં બાહ્યમંડળના ત્રીજા મંડળમાં પ્રવેશ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય બાહ્યમંડળના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે તે મંડળપદ એક યોજનના અડતાલીસ એકસઠિયા ભાગ બાહલ્યથી થાય છે. તથા એક લાખ છસો અડતાલીસ યોજન તથા એક યોજના બાવન એકસઠિયા ભાગ આયામવિખંભથી થાય છે. એ ત્રીજા મંડળના સંચરણ સમયમાં રાતદિવસનું પરિમાણ પૂવક્ત કથન પ્રમાણે જ થાય છે, આ પ્રમાણેના ઉપાયથી મંડલાભિમુખ ગતિ કરતો સૂર્ય તેની પછીના મંડળથી તેની પછીના મંડળમાં એટલે કે એક મંડળથી બીજા મંડળમાં ગમન કરતો કરતો પાંચ પાંચ યોજન તથા એક યોજનના પાંત્રીસ એકસઠિયા ભાગ જેટલી એક એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org