________________ સૂરપન્નતિ-૧૨૯ (પાહુડપાહુડ-૭) [29] મંડલોના સંસ્થાનની વ્યવસ્થા કઈ રીતે કહેવામાં આવેલ છે? તે આપ મને કહો મંડળ સંસ્થિતિના વિષયમાં આઠ પ્રકારની પ્રતિપત્તિ કહેલ છે કોઈ એક કહે છે કે એ બધા મંડળવત્તા સમચતુરસ્ત્ર સંસ્થાનસંસ્થિત બીજો કોઈ એક કહે છે, બધી જ મંડળ વત્તા વિષમ ચતુરસ્ત્ર સંસ્થાનવાળી કહેલ છે. ત્રીજે કોઈ બધી મંડલવત્તા સમચતુષ્કોણ વાળી કહે છે. કોઈ ચોથો કહે છે કે બધી મંડળવત્તા વિષમ ચતુષ્કોણ સંસ્થાનથી સંસ્થિત છે. કોઈ પાંચમો કહે છે. આ બધી મંડલવત્તા સમચક્રવાલ સંસ્થિત કહેલ છે. છઠો કહે છે, એ બધી મંડલવત્તા એટલે કે ચંદ્રાદિ ગ્રહોના વિમાન વિષમચક્રવાલ સંસ્થિત છે. સાતમો એ બધી મંડલવત્તા અર્ધચક્રવાલસંસ્થિત કહે છે. આઠમો એ બધી મંડળવત્તા ઉંચા કરેલ છત્રના આકાર જેવા આકારવાળી કહેલ છે, એ પરમતવાદીયોમાં જેઓ એમ. કહે છે કે એ બધી મંડળવત્તા છત્રાકારથી સંસ્થિત કહેલ છે તે મારા મતની તુલ્ય જ દેખાય છે. આ પૂર્વોક્ત આઠમાં મતાન્તરવાદીના મતના કથન પ્રમાણે બધા ચંદ્રાદિ વિમાનોનું જ્ઞાન જ્ઞાતવ્ય પ્રકારથી સારી રીતે જાણી લેવું. આ પૂર્વોક્ત નવ રૂપ ઉપાય વિશેષથી નિશ્ચિત પ્રકારથી યથાર્થ વસ્તુતત્વનો બોધ થાય છે. | પાહુડ-૧૭નીમુનિદીપરનાગરે કરેલ ગુર્જરછાયપૂર્ણ ] (પાહુડપાહુડ-૮) [30] હે ભગવનું બધા મંડળપદ કેટલા બાહલ્યવાળા અને કેટલા આયામ વિષ્ક , ભવાળા તથા કેટલા પરિક્ષેપવાળા કહેવામાં આવેલ છે, તે આપ મને કહો. હે ગૌતમ ! તમે પ્રશ્ન કરેલ વિષયમાં આ ત્રણ પ્રતિપત્તિયો કહેલ છે. એ ત્રણ પ્રકારના પહેલો પરમતવાદી એ તમામ મંડળપદો બાહલ્યથી એક યોજન તથા એક 1133 યોજન આયામવિખંભથી તથા 3399 યોજન પરિક્ષેપથી કહેલ છે. વિષ્ક્રભના વર્ગને દસગણા કરવાથી વૃત્તનો પરિચય થાય છે, આ નિયમાનુસાર ત્રણનો વર્ગ નવ થાય છે. કંઈક વધારે ત્રણનો વર્ગ દસ થાય છે. અવય વવાળાનો વર્ગ પૂણક થતો નથી પરંતુ સાવયવ જ થાય છે. તેથી સાત વિખંભની સ્થૂલ પરિધિ 22 તથા સૂક્ષ્મ પરિધિ સાધિક 21 થાય છે. બીજે પરતીર્થિક કહેવા છે એ બધા મંડળ પદ બાહલ્યથી એક યોજન 1134 યોજન આયામ વિધ્વંભથી તથા 3402 યોજન પરિક્ષેપ પરિમાણથી કહેલ છે. કોઈ એક ત્રીજા મતવાદી કહેવા લાગ્યો એક યોજન બાહુલ્યથી ૧૧૩પ યોજન આયામવિખંભથી 3405 યોજન પરિક્ષેપથી કહેલ છે, હવે ભગવાનું કહે છે. આ બધા મંડળપદો એક યોજનના એકસઠિયા અડતાલીસ ભાગ બાહલ્યથી અનિયતપણાથી આયામવિખંભ અને પરિક્ષેપથી કહેલા છે. તેમ કહેવું. હે ભગવન્મંડળપદોમાં આયામવિખંભ અને પરિક્ષેપના અનિયતપણાથી હોવામાં શું હતું છે? આ જંબુદ્વીપ નામનો દીપ યાવતું પરિક્ષેપથી કહેલ છે. જ્યારે સૂર્ય સવવ્યંતરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એ બધા મંડળો એક યોજનના એકસઠિયા અડતાલીસ ભાગ બાહુલ્યથી તથા નવ્વાણું હજાર છસો ચાળીસ યોજન આયામ વિખંભથી અને ત્રણ લાખ પંદર હજાર નેવાસી યોજનથી કંઈક વિશેષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org