________________ પાહુડ-૧,પાહુડપાહુડ-૩ નથી, એકસો ચોર્યાશી સંખ્યક મંડળોની દક્ષિણ અને ઉત્તર ગોળાર્ધના ક્રમથી જો સ્થા પના કરવામાં આવે તો મકરાદિમંડળ સવચ્ચત્તર અને કકદિમંડળ સર્વબાહ્ય થાય છે. તથા મંડળોમાં 144 સરખા ભાગ થાય છે, સર્વબાહ્ય મંડળથી અંદરની તરફ પ્રવેશ કરતા આ બન્ને સૂર્ય પરસ્પર એક બીજાએ ભોગવેલ ક્ષેત્રને પુનઃસ્કૃષ્ટ કરે છે. એ ભાગો ના બન્ને સૂર્યસમદાયનો વિચાર કરતાં દરેક મંડળમાં પરસ્પરથી ચીર્ણ અને પ્રતિચી ર્ણત્વ પ્રાપ્ત થાય છે, આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રનો સૂર્ય મધ્યજંબૂદ્વીપના પૂર્વપશ્ચિમ દિશાથી વિસ્તારવાળી અને ઉત્તરદક્ષિણ દિશા તરફ લાંબી જીવા ભોગવીને દક્ષિણ પૂર્વની મધ્યમાં તે તે મંડળના ચોથા ભાગમાં બાણ સંખ્યાવાળા મંડળોમાં તે તે ગતિ વિશેષથી પૂર્ણ થયેલ જે મંડળી છે, એ મંડળોમાં ફરીથી સંચાર કરે છે. જંબૂઢીપની મધ્ય માં સર્વબાહ્યમંડળની દક્ષિણદિશાના અર્ધમંડળમાં જે ગતિ કરવાનો આરંભ કરે છે તે ભરતક્ષેત્રને પ્રકાશિત કરનાર હોવાથી ભારતીય સૂર્ય કહેવાય છે. જે બીજો સૂર્ય છે તે ઐરાવતીય સૂર્ય કહેવાય છે. એ બન્ને સૂર્યોમાં આ પ્રત્યક્ષ દેખતો જેબૂદ્વીપ સંબંધી ભાર તીય સૂર્ય જે જે મંડળમાં ભ્રમણ કરે છે, એ એ મંડળનો૧૨૪ થી વિભાગ કરીને પૂર્વપશ્ચિમ તથા ઉત્તરદક્ષિણામાં લંબાયમાન પ્રત્યંચાએ મંડળોના ચાર ભાગ કરીને અગ્નિખૂણામાં એ એ મંડળના ચોથા ભાગમાં સૂર્યસંવત્સરના બીજા છ માસમાં 92 બાણ મંડળોને સ્વયં સૂર્ય વ્યાપ્ત કરે છે, ઉત્તરપશ્ચિમ યાને વાયવ્યખૂણામાં મંડળના ચોથા ભાગમાં જે જે એકાણુ 91 મંડળો છે તે મંડળોને ભારતવર્ષીય સૂર્ય પોતે ચીર્ણ કરે છે. જબૂદ્વીપમાં આ પ્રત્યક્ષ રૂપે દેખાતો ભારતવર્ષનો સૂર્ય ઐરાવત ક્ષેત્રમાં પ્રકાશ કરવા વાળા સૂર્યના મંડળોને મધ્યજંબૂદીપ પૂર્વપશ્ચિમ અને ઉત્તરદક્ષિણાવતિ પ્રત્યંચા સ્વચાર મંડળને એકસો ચોવીસની સંખ્યાવાળા ભાગથી બાણમાંસૂર્યમંડળોને બીજાએ ભોગવે લને ફરીથી ઉપમુક્ત કરે છે. પોતપોતાના મંડળના 124-18 ભાગ પ્રમાણ. એ અઢાર અઢાર ભાગ સઘળા દેશમાં કે સઘળા મંડળોમાં નિયતરૂપથી હોતા નથી, પરંતુ પ્રતિ નિયત દેશમાં અથવા પ્રતિનિયતમંડળોમાં એ દેશ અને મંડળો નિશ્ચિત છે. દક્ષિણપૂર્વ રૂપ ચતુભગ મધ્યના દેશ અને મંડળોમાં પ્રતિનિયત છે. એ જ પ્રમાણે ઉત્તરના ચતુભગ મંડળમાં પણ અઢાર અઢાર ભાગ પ્રમાણ સમજી લેવા. એ ભારતીય સૂર્ય જ એ બીજા છ માસમાં પ્રતિનિધિતગતિથી મંડળોમાં ભ્રમણ કરે છે. ઉત્તરપશ્ચિમ મંડળના ચતુર્ભાગમાં ૯૧મંડળોને પોતપોતાના મંડળમાં આવેલ 12418 પ્રમાણ વાળા જે મંડળો છે એ મંડળોને સૂર્ય પહેલાં સભ્યન્તર મંડળમાંથી નિકળતાં ભોગ વેલને ફરીથી પ્રતિચરિત કરે છે તથા ભૂત પ્રતિભૂક્તની પ્રક્રિયાથી તે મંડળ અઢાર અઢાર ભાગના ક્રમથી વ્યવસ્થિત હોય છે. દક્ષિણ પશ્ચિમ દિભાગની મધ્યમાં ચતુભાંગમાં ૯૧ની સંખ્યાવાળા જે જે સૂર્યમંડળો છે. એ મંડળોને ભરતક્ષેત્રનો સૂર્ય ઐરાવત ક્ષેત્રના સૂર્યે ભોગવેલ ક્ષેત્રનો પરિચિત કરે છે. એ જબૂદ્વીપમાં આ પ્રત્યક્ષ. દેખાતો ઐરાવત ક્ષેત્રને પ્રકાશિત કરવાવાળો સૂર્ય મધ્ય જંબૂદ્વીપના પૂર્વ પશ્ચિમમાં લાંબી અને ઉત્તરદક્ષિણ તરફ વિસ્તારવાળી પ્રત્યંચા જીવાથી સૂર્યના ભ્રમણ માટે નક્કી કરેલ વૃત્ત નામ ગોળ મંડળને એકસોચોવીસ સંખ્યાવાળા ભાગથી અલગ કરીને ઉત્તરપૂર્વ દિગ્વિભાગની મધ્યમાં અથતુ ઇશાનખૂણાના મંડળના ચોથા ભાગમાં 92 સંખ્યક જે સૂર્યમંડળો હોય છે, એ મંડળોને ઐરાવત ક્ષેત્રવતિ સૂર્ય પોતે ચીણ કરેલને ફરીથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org