Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શુ’કા—ભરતક્ષેત્રના વિષે વર્ણન જે સૂત્રમાં પહેલાં કરવામાં આવ્યુ છે તેમાં સામાન્યરૂપમાં આમ કહેવામાં આવ્યુ છે કે ત્યાને। ભૂમિભાગ સ્થાણુ બહુલ, વિષમ પ્રદેશ બહુલ તેમજ કંટક બહુલ યુક્ત છે. પરંતુ દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રના વર્ણનમાં ત્યાંના ભૂમિભાગ બહુસમયમણીય કહેવામાં આવેલ છે તો તે વર્ણન માં અને આ વનમાં વિષમતા અને સમતાના વિરોધને લઈને, તેજ અને તિમિરની જેમ ધર્મ અને અધર્મની જેમ તેમજ સુર અને અસુરની જેમ પરસ્પર વિરોધ સ્પષ્ટરીતે તરી આવે છે. જો આ વિરોધના પરિહાર માટે આમ કહેવામાં આવે કે દક્ષિણાદ્ધ ભરત તેમજ વક્ષ્યમાણ ઉત્તરાર્ધ ભરતક્ષેત્રના પ્રતિપાદક સૂત્ર તા આરક વિશેષણની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. અને ભરતક્ષેત્ર વિષે જે સૂત્ર છે તે સામાન્યની અપેક્ષાએ ભરતક્ષેત્રનું વર્ણન કરનાર છે. તા આ અવસર્પિણી કાલમાં તૃતીય સ્મારકના અ ંતથી લઇને વશતન્યૂન દુખમારક પર્યન્તરૂપ પ્રજ્ઞાપક કાળની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. એથી વિરાધ જેવી સ્થિતિ ઉત્પન્ન થતી નથી, તે વિરોધ છે એવુ ક્થન યાગ્ય ન કહેવાય કેમકે દક્ષિણા તેમજ વક્ષ્યમાણ ઉત્તરાધભરતસંબંધી જે સૂત્ર છે. તે પણ મણિ અને તૃણેામાં કૃત્રિમતા અને અકૃત્રિમતાના પ્રતિપાદનથી પ્રજ્ઞાપક કાળની અપેક્ષાએ જ કહેવામાં આવેલ છે. કેમકે આ જાતના મણુિ વગેરેના સદ્ભાવ પ્રજ્ઞા પક કાળમાં જ થાય છે. ઉત્તર-ભરતક્ષેત્રના વર્ષોંનમાં જે સ્થાણુ બહુલ વિષમ સ્થાન અહુલ વગેરે રૂપમાં જે ભૂમિભાગ વર્ણિત થયેલ છે તે ભરત ક્ષેત્રના ઘણા સ્થળાને લઈને વિષ્ણુ ત થયેલ છે. કેમકે ભરત ક્ષેત્રના અનેક સ્થળે એવાં છે કે જે આ સ્થાણુ સ'પન્ન અને વિષ મતા સ'પન્ન છે તેમજ બહુસમરમીયભૂમિમાગવાળા” છે આ જાતના પદોથી ગર્ભિત જે સૂત્રદ્રય નિરૂપિત કરવામાં આવેલા છે, તેમનાથી આ પ્રકટ થાય છે કે ભરતક્ષેત્રના કેઈ દેશ વિશેષમાં પુરુષ વિશેષના પુણ્યફળના ઉપભાગમાટે અત્યંત સમભૂમિભાગ હોય છે, અને તે રમણીય હોય છે. આ જાતના પ્રતિપાદનમાં વિરાધ માટે કેઈ સ્થાન જ નથી કેમકે ભોયતાઓની વિચિત્રતાથી ભાગ્ય પદાર્થમાં વિચિત્રતાને સદ્ભાવ યથાનિયમ જોવામાં આવે જ છે, એથી ભરતક્ષેત્ર કાળ ની અપેક્ષાએ એકાન્તત: શુભાધારભૂત પણ હોય છે. તેમજ અશુભાધારભૂત પણ હાય છે, તથા શુભાશુભ બન્ને રૂપમાં પણ હોય છે. જ્યારે એકાન્ત શુભકાળ હોય છે ત્યારે તેમાં જેટલાં ક્ષેત્રો છે તે સવે શુભરૂપજ હોય છે. એકાન્ત અશુભ કાલમાં સ અશુભપજ હોય છે તેમજ શુભાશુભમિશ્રકાલમાં કયાંક તેા શુભતા રહે છે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૨