Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે એક અંતમુહૂર્તમાં કેટલા ઉશ્વાસ નિઃશ્વાસ હોય છે એ પ્રશન કર્યો છે અને તમે જવાબ આપી રહ્યા છે કે અસંખ્યાત સમયના સમુદાયની એક આવલિકા હોય છે. તે એવા તમારા ઉત્તર રૂ૫ વાકયને સર્વથા અસંગત કહે ઉચિત નથી, કેમકે ઉચ્છવાસ વગે રેનું નિરૂપણ સમય આવલિકાના નિરૂપણ કર્યા વગર સંભવ નથી. એથી ઉચ્છવાસ આદિ કેનું નિરૂપણ સમય આવલિકાના નિરુપણ કર્યા વગર સંભવ નથી એથી ઉચ્છવાસ આદિકનું નિરૂપણ એમના નિરૂપણને આધીન જ છે. એથી શાસ્ત્રકારોએ એમનું નિરૂપણ પહેલાં કરેલ છે. જો કે શંકાકારે સમય આવલિકા ને અસંવ્યવહારિક હોવાથી આ સંબંધમાં પૃચ્છા કરી નથી પરંતુ ઉત્તર વાક્યમાં જે આ વિષે નિરૂપણ કરવામાં આવેલું છે તે કેવલિ પ્રજ્ઞા સૂક્ષમ હોય છે અને તે વસ્તુના સૂરમ સ્વરૂપ સુધી પહોંચી જાય છે. આ રીતે સમય કાળનું સૌ કરતાં વધારે સૂમ સ્વરૂપ છે. એથી જ્યાં સુધી તેનું નિરૂપણ કરવામાં આવે નહી ત્યાં સુધી તેના વડે સાધ્ય આવલિકા અને આવલિકા સાથે ઉચ્છવાસ આદિનું નિરૂપણ થઈ શકે તેમ નથી એ વાતને પ્રકટ કરવા માટે ભગવાને એવી રીતે જવાબ આવ્યું છે. એથી આ ઉત્તરરૂપ કથન અનુચિત નથી પરંતુ ઉચિત જ છે.
શંકા–અસંખ્યાત સમયેની સમૂહ સમિતિથી એક આવલિકા નિષ્પન્ન થાય છે એવું તમે કહી રહ્યા છે. તે આવાત સમજમાં આવતી નથી. કેમકે જ્યાં સુધી પૂર્વ સમયને સદ્દભાવ રહેશે ત્યાં સુધી પરસમયને ઉદય થશે નહી અને જ્યારે પરસમયને સદ્ભાવ થઈ જશે ત્યારે પૂર્વ સમયને વિનાશ થઈ જશે, તો અસંખ્યાત સમયની સમ દાય સમિતિ કેવી રીતે નિષ્પન થઈ શકશે કે જેનાથી આવલિકા નિષ્પન થાય છે.
ઉત્તર–શંકા બરાબર જ છે. કેમકે સમુદાયાદિ રૂપ ધર્મ વિમાત્રસ્નિગ્ધ રૂક્ષગુણવાળા પુદગલ માં હોય છે કાળમાં થતો નથી. કેમકે તે અમૂર્ત છે. છતાં પ્રજ્ઞાપક પુરુષ વિશેષ વડે જે જે કાળ વિશેષની પ્રરૂપણ કરવા માટે જેટલા જેટલા સમયે એક જ્ઞાનના વિષયભૂત કરેલા હોય છે તે તેટલા તે સમયે સમુદય સમિતિમાં આવી ગયા છે, આમ ઉપચારથી માની લેવામાં આવે છે. એથી જ કાળને પાધિક માનવામી આવેલ છે તે વાસ્તવિક નથી. એથી આ જાતની પ્રરૂપણમાં કઈ પણ અનુપપત્તિ નથી. સંખ્યાત આવલિકાઓને એક ઉચ્છવાસ હોય છે. અને સંખ્યાત આવલિકાઓને જ એક નિઃશ્વાસ પણ હોય છે. સંખ્યાત ઉપપત્તિ આ પ્રમાણે થાય છે. ૨૫૬ આવલિકાઓને એક મુલક ભવ હોય છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
XIO