Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવ્યું છે, તે ત્યાં પણ એવી આશંકા થઈ શકે છે કે એક સમય હીન, બે સમય હીન, યાવત અસંખ્યાત સમય હીન જે ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે તે જ આયુની પર્યાય છે. આ સ્થિતિ સ્થાનોની તરતમ્યતા લઈને આયુની પર્યાયે અસંખ્યાત જ થઈ શકે છે. કેમ કે આયુની સ્થિતિ અસંખ્યાત સમય રૂપ જ હોય છે. તે પછી આયુની પર્યામાં અનંતતા શા માટે કહેવામાં આવી છે ? તે આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે હીયમાન સ્થિતિ સ્થાનકોના કારણભૂત જે આયુ કમ દલિકે પ્રતિ સમયે હીન થતા રહે છે તેઓ હીયમાન અનંત આયુ કર્મ દલિક ભવસ્થિતિના કારણે ભૂત હોવાથી આયુના પર્યાય રૂ૫ જ હોય છે. એથી એમની અનંતતામાં કોઈ પણ જાતની વિપત્તિ નથી. “અના કુંપુર્થ” આમ જે કહેવામાં આવ્યું છે તે દારિક વેક્રિય આહારક તેમ જ તૈજસ રૂપ બાદર સ્કન્ધ દ્રવ્યોની જે પર્યાયો છે તે ગુરુલઘુ પર્યાવે છે. પ્રકૃતિમાં વૈકિય અને આહારક પર્યાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. એથી પ્રથમ આરકની આઘસમયમાં ઔદારિક શરીરને આશ્રિત કરીને ઉત્કૃષ્ટ વર્ણાદિક જાણવું જોઈએ. ત્યારબાદ તેઓ તે પ્રમાણે જ હીન થતા જાય છે. તેમ જ તેજસ શરીરને આશ્રિત કરીને આદ્યસમયમાં કપોત પરિ શામક જઠર સંબંધી અગ્નિઅતિ ઉત્કૃષ્ટ હોય છે, ત્યાર બાદ દ્વિતીયાદિક સમયમાં તે હાનિરૂપમાં પરિણત થતી મન્દ મન્દતર વગેરે વીર્ય-પ્રભાવવાળી થતી જાય છે.
બનતેઃ મહસ્ત્રપુu ” આમ કહેવામાં આવ્યું છે તો આને અર્થ કામણ, અને મનોવગણ અને ભાષાવર્ગણા આદિ રૂપ સૂક્ષમ પૌગલિક દ્રવ્ય આમ કરવામાં આવેલ છે. એમનામાં જે કામણ દ્રવ્ય રૂપ સૂમ પુદ્ગલ દ્રવ્ય છે અને તેના જે સાતવેદનીય, શુભનિર્માણ સુસ્વર, સૌભાગ્ય અને આદયાદિ પ્રકૃતિ છે, તેમનામાં બહુસ્થિતિરૂપ, બહ અનુભાગ રૂપ, બહુ પ્રદેશરૂપ જે બધે છે, તે રૂપથી મને દ્રવ્યનું બહુગુણરૂપથી, અસંદિગ્ધ ગ્રહણ રૂપથી,ઝટિતિ ગ્રહણ રૂપથી અને બહુધારણાદિમત્વ રૂપથી, ભાષાદ્રવ્યનું ઉદાત્ત રૂપથી, ગંભીર રૂપથી રાગ આદિ રૂપથી આદિ સમયમાં ઉત્કૃષ્ટ-સંચય ગ્રહણ હોય છે. ત્યાર બાદ દ્વિતીયાદિ સમયમાં કમશા એમના અનંત પર્યાય હીયમાન થવા માંડે છે.
તથા–“અરતૈિથાનવવસ્ત્રો પુરુષારવાળમાર્થ” એવું જે કહેવામાં આવ્યું છે તે આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે–પ્રથમ અવસર્પિણી કાળમાં ઉત્થાન આદિ પ્રથમ સમયમાં ઉત્કૃષ્ટ હોય છે. ત્યારબાદ-કમશ: એઓ દ્વિતીયાદિ સમયોમાં હીન થતા જાય છે, આ પ્રકૃતિવિષયમાં પ્રાચીન ગાથાઓ આ પ્રમાણે છે :
संघयणं संठाणं उच्चत्तं आउयं च मणुयाण, अणुसमय परिहायइ ओसप्पिणी कालदोसेण ।१।। कोहमयमाय लोभा ओसन्न बडूढए य मणुयाण कूडतुलकुडमाणा तेणंऽणुमाणेण सव्वेपि ।२। बिसमा अज्ज तूलाओ विसमाणि य जणवएसु माणाणि, विसमा रायकुलाई तेण उ विसमाई वासाई ॥३॥ विसमेसुय वासेसु हुति असाराई ओसहिबलाई । ओसहि दुब्बलेण य आउ परिहायइ णराणं ॥४॥
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૯૨