Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિદg, તે કદા-જુદ્ધવિરાઇ માવજતનાં પંચમઢ ઘારું માનવડ્યાતિ' કવિધવનિકાને–પૃથિવીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનો ઉપદેશ આપે. અહિંસા મહાવ્રત, સત્ય મહાવત અચૌર્ય મહાવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત અને પરિગ્રહ ત્યાગ મહાવત એ પાંચ મહાવતે છે. આ મહાવ્રતની આરાધના માટે દરેકે દરેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ કહેવામાં આવી છે, એમનું વર્ણન અન્ય આગમ ગ્રન્થમાં છે. અહીં ધર્મોપદેશકના પ્રકરણમાં જે ૬ જવનિકાના સંબંધમાં કથન આવેલ છે, તેનું કારણે આ પ્રમાણે છે કે જ્યાં સુધી ૬ જવનિકાયના સ્વરૂપનું પરિજ્ઞાન થશે નહિ, ત્યાં સુધી મહાવતેનું પરિપાલન સારી રીતે થઈ શકશે નહિ. એ વાતને સૂચિત કરવા માટે અહી ૬ જવનિકાનું કથન કરવામાં આવેલ છે. * શંકાઃ-પ્રાણાતિપાત વિરમણ રૂ૫ અહિંસા મહાવ્રતમાં એ નિયમ સંભવિત હોય છે પરત મક્કાવાદાદિ વિરમણ રૂપ ચાર સત્ય મહાવ્રતાદિકામાં એ નિયમ સંભવિત થતું નથી. કેમકે એ ચાર મહાવતેમાં તે ભાષા વગેરેના પરિજ્ઞાનની આવશ્યક્તા હોય છે, એમના પરિજ્ઞાન વિના સત્ય મહાવ્રતાદિકનું પરિપાલન યથાર્થ રૂપમાં થઈ શકતું નથી. આ પ્રમાણે ઉપર્યુકત શંકાનું સમાધાન થઈ શકે છે. મહાવ્રતના પર્યાવતિ વૃક્ષની વાડની જેમ મૃષાવાદાદિ વિરમણાદિ જે ચાર મહાવ્રત છે તે પ્રાણાતિપાત-વિરમણારૂપ પ્રથમ અહિંસા મહાવ્રતના જ રક્ષક છે. જે મુનિ મૃષાવાદવિરમણ રૂ૫ ચાર મહાવતેથી યુકત હોય છે, તે પરનિંદા વિરત હોવાથી કુલ વિશ્વાદિકે માટે અહિંસક થઈ જાય છે. અદાદાન વિરમણવાળા મુનિ ધનસ્વામી એને સચિત્ત જળ ફલાદિકના અહિંસક થઈ જાય છે. મૈથુન વિરમણ યુકત મુનિ નવ લાખ પંચેન્દ્રિની હિંસાથી રહિત થઈ જાય છે. અને પરિગ્રહ વિરમણ વાળા મુનિ શુકિત કસ્તુરી મૃગાદિકોના અહિંસક થઈ જાય છે. આ પ્રમાણે જીવનિકાનું પરિજ્ઞાન સર્વમહાવ્રતોમાં સમુપગી છે. સૂત્ર સૂચામાત્ર હોય છે તેથી અહીં આવેલા પૃથિવીકાયિક પદથી અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિ કાયિક અને ત્રસકાયિક એ પાંચ નિકાયનું ગ્રહણ થાય છે. ઈર્યાસમિતિ આદિ ભાવનાઓથી યુક્ત પાંચ મહાવ્રત પાળવાને જે પ્રભુએ ઉપદેશ આપે છે, તે તે ભાવનાઓના જ્ઞાન માટે આચારાંગ સત્રના બીજાભૂતકધમાં જે ભાવના નામના અધ્યયનવતી પાઠ છે, તેને હદયંગમ કરે જોઈએ. તે મુજબ જ પાંચ ભાવનાઓ સહિત એ પાંચ મહાબતેનું પરિપાલન કરવું જોઈએ,
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૧૮