Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેવું જ વર્ણન ફક્ત કુલકરના તેમજ ઋષભ સ્વામીના વર્ણનને બાદ કરીને અહીં પણ સમજવું જોઈએ. કેમકે અવસર્પિણીના સુષમ દુષમાના પશ્ચિમ ત્રિભાગમાં જેટલા પ્રકારની
નીતિઓની પ્રવૃત્તિ કુલકરે એ કરેલી છે અને કષભ સ્વામીએ જે અન્ત પાક વગેરે કિયા એને અને શિલ્પકલાનો ઉપદેશ કર્યો છે. તે બધું ઉત્સપિણીના સુષમદુષમાના પ્રથમ વિભાગમાં પ્રચલિત થયું નથી અને ઉપદિષ્ટ પણ થયું નથી. તાત્પર્ય આ પ્રમાણે છે કે હિસવણીના દ્વિતીય આરકમાં જે કુલકર હોય છે, તેમના વડે પ્રવર્તિત દંડનીતિ વગેરેની જ ચતુર્થ આરકમાં અનુવૃત્તિ હોય છે તેમ જ પૂર્વ પ્રવૃત્ત પાકાદિ ક્રિયાઓની અને શિ૯૫ કળાઓની પણ ત્યાં અનુવૃત્તિ થતી એટલા માટે અહીં એમના પ્રતિપાદક પુરુષોની અનાવ શ્યકતા પ્રકટ કરવામાં આવી છે અને એવું કહેવા માં આવ્યું છે કે અવસર્પિણી ના સુપમ દુષમાના પશ્ચિમ વિભાગના વર્ણન સમયે મનુષ્યનું જે પ્રમાણે વર્ણન કરવામાં આવેલું છે. તેવું જ વર્ણન કુલકર અને તીર્થંકર ઋષભસ્વામીના વર્ણનને બાદ કરીને સમજવું જોઈએ. અથવા “Evમearીવજ્ઞ' નો અભિપ્રાય ઋષભસ્વામી સંબંધી અભિલાય છે, તો એ અભિલાપને બાદ કરીને ભદ્રકૃત નામક તીર્થકરને અભિલાપ કહે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે કે ઉત્સવણીના ૨૪ મા તીર્થંકરનો અભિલાષ પ્રાપ્ત કરીને અવસર્પિણીમાં ઉત્પન્ન થયેલ પ્રથમ તીર્થંકરના જે જ અભિલા ૫ કહે જોઈએ. કારણ કે એઓ બનેમાં ઘણુ કરીને સમાનશીલતા છે, અભિલાષની પ્રાયઃ સમાનતા છે આમ જે કહેવામાં આ છે, તે ભદ્રકૃત તીર્થકરના વર્ણનમાં કલાદિકના ઉપદેશના અભિલાષના અભાવથી કહેવામાં આવેલ છે. એવું સમજવું જોઈએ. અહીં કુલકરના સંબંધમાં જે વાચના ભેદ છે, તેને સૂત્રકાર “ગvજે ' એ સૂત્ર વડે પ્રકટ કરે છે. તેમણે આમ સમજાવ્યું છે કે કેટલાક આચાર્યો એવા પાઠભેદનો ઉલ્લેખ કરે છે–(4ણે સમાઇ ઢોનિમાઈ રૂએ gurrણ કુસ્ટTr સમુનિરાંતિ સં ૪૪ સુમરૂં નાવ સામે રે તે વ) ઉત્ન પિણી સંબંધી સુષમદુષમાના પ્રથમત્રિભામાં એ ૧૫ કુલકર ઉત્પન થશે. જેમ કે સુમતિ ચાવત કે પ્રથમ સુમતિ કુલકર અને અંતિમ ઋષભસ્વામી કુલકર શેષ જે ૧૩ મધ્યના બીજા કુલકરો છે, તેમના નામે પહેલાં પ્રકટ કરવામાં આવેલ છે. તથા એ ૧૫ કુલકરોમાંથી ૫, ૫ કુલકર વડે જે-જે દંડનીતિ ચાલૂ કરવામાં આવે છે, તે પણ પહેલાં પ્રકટ કરવામાં આવી છે. પણ એ દંડનીતિઓમાંથી જે ઉત્સર્પિણી કાલના એ આરાના પ્રયોગમાં ભિન્નતા છે. તે આ પ્રમાણે છે-(verો સ્ત્રોમા) અવસર્પિણીના સુષમ દુષમામાં પ્રથમ કુલકર પંચકના સમયમાં અપરાધની અપતા હોવાથી હાકાર દંડનીતિ પ્રયુક્ત થયેલી છે. દ્વિતીય કુલકર પંચકના સમયમાં જઘન્ય અને મધ્યમ અપરાધના સદભાવથી હાકાર અને સાકાર
એ બે દંડનીતિઓ પ્રયુક્ત થઈ છે. તથા તૃતીય કુલકર પંચકના જઘન્ય. મધ્યમ અને ઉત્કૃષ્ટ અપરાધના સદભાવથી હાકાર, માકાર અને ધિકકાર એ ત્રણે દંડનીતિઓ પ્રયુક્ત થયેલી છે. આ પ્રમાણે પહેલાં પ્રકટ કરવામાં આવેલ છે. પણ ઉત્સર્પિણીના એ સુષમદુષમા નામક આરામાં પ્રથમ ત્રિભાગમાં પ્રથમ કુલકર પંચકના સમયમાં ત્રણે પ્રકારના અપરાધના સદૂભાવથી જઘન્ય અપરાધમાં હાકાર. મધ્યમ અપરાધમાં માકાર અને ઉત્કૃષ્ટ સમયમાં ધિકકાર એ ત્રણ દંતનીતિઓથી, દ્વિતીય કુલકર પંચકના સમયમાં જઘન્ય અને મધ્યમ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૫૪