Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सीधु वरवारुणि सुजाय पत्त पुप्फफल चोयणिज्जा ससार बहुदव्वजुत्ति संभारकाल संधि आसवामहुमेरगा रिट्ठाभदुद्धजातिपसन्न तल्लग सताउखज्जुरिय मुद्दिया सारका विसायण सुपरस्त्रोय रसवर सुरा वणगंधरसफरिसजुत्ता बलवीरिय परिणापा मज्जविही बहुप्प गारा तहेव ते मत्तंगा वि दुमगणा अणेग बहुविविह वीससा परिणयाए मज्जबिहीए उववेया फलेहिं पुण्णा वीसंदंति, कुसविकुसविसुद्धरुक्खमूला जाव पत्तेहिं च पुप्फेहि च फलेहिं જ નહિદછના વિત્તિ' ચન્દ્રપ્રભા મણિ શિલિકા ઉત્તમમઘ તથા વરવારુણી એ
at માદક ૨સ વિશેષ છે. આ સર્વે સ પરિપાકગત અપ કળા તેમજ ચાય નામક ગધ દ્રવ્ય વિશેષના રસમાંથી બનાવવામાં આવે છે, તથા એમના માં શરીરને પુષ્ટ કરનારા દ્રવ્યોનું સમ્મિશ્રણ રહે છે. આ પ્રમાણે અનેક જાતના આસ પણ તૈયાર કરવામાં આવે છે. જે યથા સમયે આસોપાદક દ્રવ્યોના સામ્મિશ્રણથી નિપન્ન હોય છે. તેમજ મધુમેરક વગેરે એ પણ મઘ જાતિના વિશેષ પ્રકારે છે. આમાં મધુ અને મેરક એ માદક પદાર્થોના સંયે ગમાં નિષ્પન્ન થાય છે. રિષ્ટાભા નામક શરાબ જાંબુના ફળથી તૈયાર કરવામાં આવે છે. દુગ્ધજાતિની જે શરાબ હોય છે તે સ્વાદમાં દૂધ જેવી સ્વાદવાળી હોય છે. પ્રસન્ન અને તકલક આ પણ એક પ્રકારની શરાબ શેષ છે સો વખત રોધિત થઈ જાય છતાં એ જે પિતાના 4 રૂપ ને યથાવત રાખે છે તે શરાબ વિશેષનું નામ શતાયુ છે. ખજૂર અને દ્રાક્ષાના રસથી જે શરાબ તૈયાર કરવામાં આવે છે તેનું નામ ખજૂરી મૃઢીકાસારા છે. આ પ્રમાણે એક શરાબ એવી પણ હોય છે કે જે ઈશુના રસને પકવી ને તેનાથી તૈયાર કરવામાં આવે છે અને તેમાં સુત્પાદક ચૂર્ણ મિશ્રિત કરવામાં આવે છે. આ સર્વ સુરા વિશેષોના વર્ણ ગબ્ધ રસ અને સ્પર્શ વિશિષ્ટ પ્રકારના હોય છે. અને એમના સેવનથી શરીરમાં બળ અને વીર્યનું ઉત્પાદન થાય છે. એ ઘણી પ્રકારની હોય છે, જેમ લોક પ્રસિદ્ધ ચન્દ્રપ્રભા વગેરે સુરાઓ હોય છે. તેમજ મત્તાંગ જાતિના કુમગણ પણ સ્વતઃ સ્વભાવથી અનેક પ્રકારના અમાદક પદાર્થોના રૂપમાં પરિણત થઈ જાય છે. એમનું આ એવું પરિણમન અંકુરાદિકના રૂપમાં તાલાદિ વૃક્ષમાં જોઈ શકાય છે તેવું નથી. પરંતુ જ્યારે એમના ફૂલે પરિપકવ થઈ જાય છે અને તે ફરે છે ત્યારે તેમનામાંથી નિઝરની જેમ રસ નિરુત થવા લાગે છે. અને તે રસનું પાન કરીને ત્યાંના લોકો આનદની મસ્તીમાં તરબોળ થઈ જાય છે. આ વૃક્ષના અધ ભાગો કુશ અને બિલવાદિ તૃણોથી વિહીન હોય છે, જે માણસ આ વૃક્ષોની પાસે જઈને જે માદક
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૬૨