Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાયનો વળાવિસ્ટારરાજા” એમની ઉચાઈ માણસોની ઉચાઈ કરતાં સહેજ ઓછી હોય છે. એટલે કે એમાં કંઈક કમ ત્રણગાઉ જેટલે ઊંચી હોય છે. ત્યાંના પુરુષ ત્રણ કેસ જેટલા ઊંચા હોય છે. સ્વભાવતઃ એમને વેષ શૃંગાર યોગ્ય હોય છે. આ કથનથી “કેશવિરચન વગેરે જે
પાધિક શંગારો છે, તેનો તેઓમાં અભાવ રહે છે અને એથી જ તેમનામાં નિવિકાર મનસ્કતા રહે છે” આ વાત સૂચિત કરવામાં આવી છે. એ ઉચિત ગમનમાં, હાસમાં, છેલવામાં અનેક જાતની ચેષ્ટાઓ કરવામાં, વિલાસમાં અને પરસ્પર વાત ચીત કરવામાં ખૂબ જ ચતુર હોય છે, તેમ જ લૌકિક વ્યવહારમાં પણ ખૂબ જ નિપુણ હોય છે. આ કથનને ભાવ આ પ્રમાણે છે કે તે કાળની સ્ત્રિઓનું મન પરપુરુષ તરફ અને પરપુરુષનું મન પરસ્ત્રીઓ તરફ કદાપિ અભિલાષી થતું નથી જો આ વાત યથાર્થ છે તે ભગવાન આદિનાથન સુનન્દા સાથે પાણિગ્રહણ કરવું અનુચિત ઠરે છે. કેમકે સુનન્દાના પતિના અવસાન પછી જ ભગવાને તેનું પાણિગ્રહણ કર્યું છે. એથી આ જાતના આચરણ બદલ ભગવાનને પરસ્ત્રી દેષને પ્રસંગ અનિવાર્ય પણે ઉપસ્થિત થાય છે. તે આ સંબંધમાં સમાધાન એવું છે કે કેઈ યુગલિમાંના યુગલ રૂપથી કન્યા અને દારક ઉત્પન્ન થયાં તેઓ બાલચિત-કીડાઓ કરતા કઈ એક તાલ વૃક્ષની નીચે જઈ પહોંચ્યા. ત્યાં કર્મચગથી તે તાલવૃક્ષ પરથી કાક તાલીય ન્યાયથી પડતા તેના ફળથી માથામાં આઘાત થવાથી તે દારક મરણ પામ્યો. કન્યાના માતા-પિતાએ તે કન્યાનું પાલન પોષણ કર્યું અને તેને મોટી કરી તેનું નામ માતા પિતા એ સુનંદા રાખ્યું. કેટલાક દિવસો પછી સુનંદાના માતા પિતાનું અવસાન થઈ ગયું. સુનંદા ત્યાર બાદ એકલી રહી ગઈ. તે એકલી જ ઘરમાં રહેવા લાગી. ધીમે ધીમે તે વનમાં પણ આમ તેમ જવા આવવા લાગી. જ્યારે તે યુવતી થઈ તે તેને જંગલમાં એકલી ફરતી જે તે યુગલિક જન નાભિરાય કુલકરની પાસે લઈ ગયા. નાભિકુલકરે તેની બધી હકીક્ત જાણી ને આ ઋષભકુમારની પત્ની થાય. આમ તેને સ્વીકાર કરી લીધો. આ રીતે ભગવાન ઋષભે કુમારિકાવસ્થાવાળી તે સુનંદા સાથે પાણિગ્રહણ કર્યું છે. એથી ભગવાન પર પરસ્ત્રી પરિણયનને દોષારોપણ યોગ્ય કહેવાય નહિ. શાસ્ત્રોમાં એવું વિધાન છે કે ભગભૂમિમાં જીનું અકાલમૃત્યુ થતું નથી. તે પછી તે દારકનું અકાલ મૃત્યુ કેવી રીતે થયું ? તે આને જવાબ આ પ્રમાણે છે કે જેમનું આયુ પૂર્વકેટિથી અધિક હોય છે, એવા યુગલિકેનું અકાલમૃત્યુ થતું નથી પણ આદિનાથના વારકમાં થયેલ આ દારકની પૂર્વકેટિ કરતાં વધારે આયુષ્ય ન હતી એથી એનું અકાલ મૃત્યુ થયું. તેમનાવારકમાં અકાલ મૃત્યુ સંબંધી
આ પહેલું દૃષ્ટાન્ત છે. એવી વાત બીજા સ્થાને આ પ્રમાણે કહેવામાં આવી છે. ભગવાનનું પિતાની સહેદરા સુમંગલા સાથે જે પાણિગ્રહણ થયું છે તે ઘણું અનુચિત જ થયું છે. સહદરા સાથે પાણિગ્રહણ તે સાધારણ વ્યક્તિ માટે પણ અનુચિત કાર્ય ગણાય છે. તો આ સંબંધમાં આમ કહેવામાં આવ્યું છે કે તે વખતે આ જાતને વહેવાર લોકાવિરુદ્ધ ગણાત હતા. લોકમાં નિંદનીય તેમજ અનુચિત ગણાતો નથી. એથી સહેદરાની સાથે કરવામાં આવેલ પાણિગ્રહણ તે વખતના વ્યવહાર મુજબ અનુચિત કાર્ય ગણાય નહિ. “હુક' ઈત્યાદિ એ સ્ત્રીઓને સ્તન જઘન ભાગ કટિના નીચેનું સ્થાન વગેરે સર્વ અંગે સુંદર જ હોય છે. “નવા જળ વિવવાાિ જેવા ગરજી ગો” એ સ્ત્રીઓ નદનવનમાં-સુમેરુના દ્વિતીય
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૭૨