Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વખતે અહિં આ તે ઠેક ઠેકાણે હતાં. એ ચિત્રાંગ જાતિના કલ્પવૃક્ષે તે ભાગ ભૂમિના માણુ સાને તથાવિધ વિસસાપરિણામથી પરિણત થઈને અનેક પ્રકારની માળાએ પ્રદાન કરે છે. આ સૂત્રપાઠગત પદોની વ્યાખ્યા જીવાભિગમસૂત્રના અનુવાદમાં કરવામાં આવી છે. સતિમાં કલ્પવૃક્ષનું સ્વરૂપ—
"तीसेणं समाए तत्थ २ भरहे वासे तत्थ देसे तर्हि २ बहवे चित्तरसा णामं दुमगणा पण्णत्ता समणाउसो' इत्यादि ।
સાતમા કલ્પવૃક્ષનુ નામ ચિત્રરસ છે. પ્રથમ કાળમાં એ કલ્પવૃક્ષે આ ભરત ક્ષેત્રમાં ઠેકઠેકાણે પુષ્કળ સખ્યા માં હોય છે. જેવુ એમનું નામ તેવા જ ગુણેાથી એ યુક્ત છે. મધુર અમ્લાદિ રસ એમના અનેક પ્રકારના હોય છે. અથવા આસ્વાદકેના માટે તે રસ આશ્ચર્યકારી હાય છે. એથી પણ આ કલ્પવૃક્ષેા ચિત્રરસ નામથી પ્રસિદ્ધ થઈ ગયાં છે. એ કલ્પવૃક્ષા મધુર વગેરે રસાને કાઈ વડે નહિ પણ સ્વતઃ સ્વભાવતઃ જ આ પ્રમાણે પરિ ણમનવાળા હેાય છે. એથીઅનેક બહુવિધ વિવિધ વિસ્રસા પરિણત થયેલા ભેજન વિધિથી એ યુક્ત હેાય છે. આ સબ ધમાં કહેવામાં આવેલા સૂત્રાના પદોની વ્યાખ્યા જીવાભિગમ સૂત્ર ના અનુવાદમાં અમે પહેલાં કરી છે. એથી જિજ્ઞાસુજને ત્યાંથી વાંચી લે.
આઠમાં કલ્પવૃક્ષનું સ્વરૂપ:
"तोसेण समाए भरहे वासे तत्थ २ देसे तर्हि २ बहवे मणियंगा णार्म दमगणा पण्णत्ता સમળાવો” રાત્િ
તે સુષમ સુષમા નામના આર્કની ઉપસ્થિતિમાં આ ભરતક્ષેત્રમાં ઠેક ઠેકાણે અનેક મચ ́ગ નામના કલ્પવૃક્ષો ત્યાંના યુગલિકા માટે સ્વાભાવિક રૂપથી અનેક પ્રકારની ભૂષણ વિધિથી યુક્ત થયેલા તેમના આભૂષણેાની ઇચ્છાએની પૂર્તિ કરે છે. આ સૂત્રપાઠમાં જે જે પ આવેલા છે, તેમની વ્યાખ્યા જીવાભિગમસૂત્ર' ના હિન્દી અનુવાદમાં સ્પષ્ટ રૂપમાં કરવામાં આવી છે. એથી આ વિષે ત્યાંથી જ વાંચી લેવું જોઈએ. એક સેરની કાંચી હાય છે, આઠ સેરાની મેખલા હાય છે. સેાળસેરાની રસના હોય છે, અને ૨૫ સેરાની એક કલાપક હોય છે, નવમા હેલ્પવૃક્ષનું સ્વરૂપઃ
"तीसेणं समाए भरहे वासे तत्थ २ देसे तर्हि तहि बहवे गेह गारा णामं दुमगणा पण्णत्ता इत्यादि ।
હે શ્રમણ આયુષ્મન્ ! તે સુષમ સુષમા નામના આરામાં ભરતક્ષેત્રમાં એ સ્થાને પર અનેક ગેહાકાર નામના કલ્પવૃક્ષેા હોય છે. એ કલ્પવૃક્ષો મનેાનુકૂલ ભવનવિધિથી યુકત હાય છે. એટલે કે અનેક પ્રકારના ભવન રૂપમાં એ સ્વતઃ સ્વભાવથી પરિણત થઈ જાય છે. આ સૂત્રમાં આવેલા પદોની વ્યાખ્યા જીવાભિગમસૂત્રના અનુવાદમાં કરવામાં આવેલી છે. એથી જિજ્ઞાસુએ ત્યાંથી વાંચી લે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૬૫